GU/Prabhupada 0215 - તમારે વાંચવું પડે. પછી તમે સમજશો



Interview with Newsweek -- July 14, 1976, New York

પ્રશ્નકર્તા: શું તમે તમારી પૂર્વભૂમિકા વિષે કહી શકો છો જ્યારે તમે જુવાન હતા, કેવા પ્રકારની વસ્તુઓ તમે કરી હતી, અને શું...

પ્રભુપાદ: હું તમને કેમ કહું?

પ્રશ્નકર્તા: ક્ષમા કરો, ફરીથી બોલશો?

પ્રભુપાદ: હું તમને કેમ કહું?

પ્રશ્નકર્તા: જો તમે ઈચ્છો છો તો.

પ્રભુપાદ: હું કેમ ઈચ્છા કરું?

પ્રશ્નકર્તા: હવે, રિપોર્ટરને આ પ્રશ્નો પૂછવા પડે છે. નહીતર હું ધંધારહિત થઇ જઈશ.

હરી-સૌરી: પ્રભુપાદ આશા કરે છે કે તમે કઈ એવું પૂછો જે સંબંધિત છે...

રામેશ્વર: લોકો તમારા વિશે જાણવા માટે આતુર છે, શ્રીલ પ્રભુપાદ. અને જો તે તમને જાણવા વિશે આતુર થશે, ત્યારે તે તમારા પુસ્તકો વાંચવા માટે પણ આતુર થશે. તેઓ ખૂબજ આતુર છે અમે જે પુસ્તકોનું વિતરણ કરીએ છીએ તેના લેખક વિષે જાણવા માટે.

પ્રભુપાદ: પણ આ પુસ્તકો, પુસ્તકો...આપણે પુસ્તકો વિશે વાત કરીશું. શું તેનો કોઈ મતલબ છે કે લેખક પેહલા શું કરતા હતા?

પ્રશ્નકર્તા: તમે કેટલા બધા પુસ્તકોના અનુવાદ કર્તા છો, જે હું સમજુ છું.

પ્રભુપાદ: હા. તો તે અનુવાદ, પુસ્તક, કહેશે કેવી રીતે મે અનુવાદ કર્યો છે.

પ્રશ્નકર્તા: હમ્મ. હું વિચાર કરતો હતો...

પ્રભુપાદ: તમે પુસ્તકોને વાંચો, ત્યારે તમે સમજશો. મને પૂછવા કરતાં, તમે પુસ્તકોને વાંચો. તે સાચી સમજ છે.

પ્રશ્નકર્તા: હું બસ વિચાર કરતો હતો કે કેવી રીતે તમે પોતે આમાં જોડાયા અને આકર્ષિત થયા, અને તમારી ચેતનાનો માર્ગ શું હતો?

રામેશ્વર: અચ્છા. તે તમારા ગુરુ મહારાજ સાથેના તમારા સંબંધ વિષે પ્રશ્ન કરે છે, કેવી રીતે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રારંભ કરવા માટે પ્રેરિત થયા હતા અને કેવી રીતે એટલા બધા પુસ્તકો લખ્યા હતા.

પ્રભુપાદ: આ વસ્તુઓ તમે જવાબ આપી શકો છો. તે જનતા માટે એટલા મહત્વપૂર્ણ નથી.

રામેશ્વર: મને લાગે છે કે જનતાને હમેશા આંદોલન પાછળના વ્યક્તિ વિશે જાણવા માટે ઈચ્છા હોય છે.

મહિલા અતિથી: હા, તે મદદ કરે છે. લોકો તેમાં રૂચી લે છે. લોકો આતુર છે તમારા જેવા માણસના વિકાસ વિશે જાણવા માટે, કારણકે તે પ્રાસંગિક છે. અને તે રીતે તેઓ નિર્ણય લે છે વાંચવા માટે જે તમે લખો છો.

પ્રભુપાદ: પેહલી વાત છે કે જો તમે અમારા પુસ્તકો માટે આતુર છો, તો અમારા પુસ્તકોને વાંચો. ત્યારે તમે સમજશો.

પ્રશ્નકર્તા: તમને સમજીશું?

પ્રભુપાદ: હા.

પ્રશ્નકર્તા: શું તમે તે કહી રહ્યા છો?

પ્રભુપાદ: હા.

પ્રશ્નકર્તા: શું તમે તે કહી રહ્યા છો?

પ્રભુપાદ: હા, એક માણસને ત્યારે જાણવામાં આવે છે જ્યારે તે બોલે છે. જ્યારે તે બોલે છે. તાવચ ન શોભતે મૂર્ખો યાવત કિન્ચીન ન ભાષતે: "એક મૂર્ખ ત્યા સુધી સુંદર દેખાય છે જ્યાર સુધી તે વાત નથી કરતો." જ્યારે તે વાત કરે છે, ત્યારે તમે સમજી શકો છો કે તે શું છે. તો મારા વચનો મારા પુસ્તકોમાં છે, અને જો તમે બુદ્ધિશાળી છો, તો તમે સમજી શકો છો. તમારે પૂછવાની જરૂર નથી. વાત કરવું... જેમ કે અદાલતમાં. એક મોટો વકીલ ત્યારે જણાય છે જ્યારે તે બોલે છે. નહિતો દરેક સારો વકીલ છે. પણ જ્યારે તે અદાલતમાં બોલે છે, ત્યારે જણાય છે, કે તે સારો વકીલ છે કે નહીં. તો તમારે સાંભળવું જોઈએ. તમારે વાંચવું જોઈએ. ત્યારે તમે સમજશો. સાચી સમજ ત્યાં છે.