GU/Prabhupada 0229 - મારે જોવું છે કે એક શિષ્યે કૃષ્ણના તત્વજ્ઞાનને સમજી લીધું છેConversation with Indian Guests -- April 12, 1975, Hyderabad

પ્રભુપાદ: સમસ્યા એ છે કે આપણને સામાન્ય શિષ્ય નથી બનવું. ગમે તેમ, અહિયાં અને ત્યાં, અહિયાં અને ત્યાં, પણ હું તે જ રહીશ. તે વિજ્ઞાન છે. વેદો કહે છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). જો તમે તે વિશે જાણવા માટે ગંભીર છો, તદ વિજ્ઞાન​. તદ વિજ્ઞાનમ, ગુરુમ એવાભિગચ્છેત. તમારે એવા પ્રમાણિક ગુરુ પાસે જવું જ પડે જે તમને શીખવાડી શકે. કોઇ ગંભીર નથી. તે સમસ્યા છે. દરેક વ્યક્તિ વિચારે છે, "હું સ્વતંત્ર છું," જો કે પ્રકૃતિ તેને કાનોથી પકડે છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણિ સર્વશઃ (ભ.ગી. ૩.૨૭). તમે આમ કર્યું છે, ચાલો, અહી આવો, અહી બેસો. આ ચાલે છે, પ્રકૃતિ. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે (ભ.ગી. ૩.૨૭). એ ધૂર્ત, પોતાના ખોટા અહંકારથી વિચારે છે, "હું બધું જ છું. હું સ્વતંત્ર છું." જે લોકો આવુ વિચારે છે, એમને ભગવદ ગીતામા, અહંકાર વિમૂઢાત્મા, કહ્યા છે ખોટો અહંકાર ભ્રમમાં નાખે છે અને વિચારે છે, "જે હું વિચારું છું તે બરાબર છે." ના, તમે તમારી પોતાની રીતે વિચાર ના કરી શકો. કૃષ્ણ જેમ કહે છે તેમ વિચારો, તો તમે સાચા છો. નહિતો, તમે માયાની જાળમા છો, બસ. ત્રિભીર ગુણમાયૈર ભવૈર મોહિત​, ના અભિજાનાતિ મામ એભ્યઃ પરમ અવ્યયમ (ભ.ગી. ૭.૧૩). મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સ​ચરાચરમ (ભ.ગી. ૯.૧૦).

આ બધુ છે. સંપૂર્ણપણે ભગવદ ગીતા વાંચો, નીતિ નિયમો અનુસરો, પછી તમારૂ જીવન સફળ થશે.. જ્યાં સુધી તમે વિચારો, આ બરાબર છે અને આ પણ બરાબર છે, ત્યાં સુધી તમે સાચું કાર્ય નહીં કરો. તમે બધા ગેરમાર્ગે દોરાશો. બસ. તે નથી... જે કૃષ્ણ કહે છે, એ જ સાચુ છે. તેવું વિચારવું જોઈએ (અસ્પષ્ટ). નહિંતો તમે ખોવાઇ જશો. એટલે અમે આ વિજ્ઞાનનો પ્રચાર તે રીતે કરવાનો પ્રયાસ કરીએ છીએ. કદાચ, સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ એકશ ચન્દ્રસ તમો હન્તિ ન ચિત્તર સહસ્ર​. જો એક ચંદ્ર હોય, તે પર્યાપ્ત છે. લાખો તારા ચમકે તેનું મૂલ્ય શું છે. તો તે આપણો પ્રચાર છે. જો એક વ્યક્તિ પણ કૃષ્ણ તત્વજ્ઞાનને સમજી શકે, તો મારો પ્રચાર સફળ છે, બસ તેટલું જ. આપણને લાખો અપ્રકાશિત તારા નથી જોઈતા. લાખો અપ્રકાશિત તારાઓનો શું ફાયદો? ચાણક્ય પંડિતની સલાહ છે, વરમ એક પુત્ર ન ચવુર કસતન અપિ. એક પુત્ર, જો તે વિદ્વાન છે, પર્યાપ્ત છે. ન ચવુર કસતન અપિ. મૂર્ખ અને ધૂર્ત સો પુત્રોનો શું ફાયદો છે? એકશ ચન્દ્રસ તમો હન્તિ ન ચિત્તર સહસ્ર​. એક ચન્દ્ર પ્રકાશ આપવા માટે પર્યાપ્ત છે. લાખો તારાઓની કોઈ જરૂર નથી. તેવી જ રીતે, અમે લાખો શિષ્યોની પાછળ નથી. મને જોવું છે કે મારો એક શિષ્ય કૃષ્ણનું તત્વજ્ઞાન સમજી ગયો છે. તે સફળતા છે. બસ તેટલું જ.

કૃષ્ણ કહે છે, યતતામ અપિ સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્ત્વત: (ભ.ગી. ૭.૩). તો, સૌથી પેહલું, સિદ્ધ બનવું ખૂબજ અઘરું કાર્ય છે. અને પછી, યતતામ અપિ સિદ્ધાનામ (ભ.ગી. ૭.૩). તે હજી મુશ્કેલ કાર્ય છે. તો કૃષ્ણ તત્વજ્ઞાનને સમજવું થોડું મુશ્કેલ કાર્ય છે. જો તે ખૂબજ સરળ રીતે સમજી જાય છે, તે સમજ નથી. તે સરળ છે, તે સરળ છે, જો તમે કૃષ્ણના શબ્દોને સ્વીકાર કરશો, ત્યારે તે ખૂબ સરળ છે. ક્યાં મુશ્કેલી છે? કૃષ્ણ કહે છે, મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫), હમેશા મારું ચિંતન કરો. તો ક્યા મુશ્કેલી છે? તમે કૃષ્ણના ચિત્રને જોયું છે, કૃષ્ણના વિગ્રહને, અને જો તમે કૃષ્ણનું ચિંતન કરો, તો મુશ્કેલી ક્યાં છે? હવે, આપણે કઈક તો વિચાર કરવો જ પડે. તો બીજું કઈ વિચારવાને બદલે, કેમ કૃષ્ણ વિશે ન વિચારીએ? મુશ્કેલી શું છે? પણ વ્યક્તિ ગંભીરતાથી લેતો નથી. તેને કેટલી બધી વસ્તુઓનો વિચાર કરવો છે, કૃષ્ણના વગર. અને કૃષ્ણ કહે છે, મનમના ભવ મદભક્તો. કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવામાં કોઈ મુશ્કેલી નથી. કોઈ પણ નથી. પણ લોકો તેને સ્વીકારશે નહીં, તે જ મુશ્કેલી છે. તે માત્ર વાદ-વિવાદ કરશે. કૂટક. કૃષ્ણ કહે છે મનમના ભવ મદભક્તો, તો તેના વિરોધમાં દલીલ શું છે? તમે કહો છો, તે કૃષ્ણ વિશે વિચારશે નહીં, તે કૃષ્ણ વિશે બોલશે નહીં. અને કૃષ્ણ કહે છે, મનમના ભવ મદભક્તો. તે દલીલ છે, તે તત્વજ્ઞાન નથી. તત્વજ્ઞાન છે, સીધું, તમે આમ કરો, બસ. તમે કરો અને પરિણામ મેળવો. તમે કઈ ખરીદી કરવા જાઓ, તેનો ભાવ નિશ્ચિત છે, તમે રકમ ચુકવીને તેને લઇ જાવો. તેમાં વાદ-વિવાદનો ક્યાં પ્રશ્ન છે? જો તમે, જો તમે તે વસ્તુ માટે ગંભીર છો, તમે કિંમત ચુકવીને તેને લઇ શકો છો.

તે શ્રીલ રૂપ ગોસ્વામીની સલાહ છે. કૃષ્ણ-ભક્તિ રસ ભાવીતા મતિ ક્રિયતામ યદી કુતો અપિ લભ્યતે. જો તમે કોઈ જગ્યાએ કૃષ્ણના વિચારને ખરીદી કરી શકો છો, કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા મતિ. તે, અમે "કૃષ્ણ ભાવનામૃત" ના રૂપે અનુવાદ કરેલું છે. જો તમે આ ભાવનામૃત, કૃષ્ણ ભાવનામૃતને કોઈ જગ્યાએ ખરીદી શકો છો, તરત તેની ખરીદી કરો. કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા મતિ, ક્રિયતામ, બસ ખરીદી કરી લો, યદિ કુતો અપિ લભ્યતે, જો તે કોઈ જગ્યાએ ઉપલબ્ધ છે તો. અને જો મારે ખરીદી કરવી છે, ત્યારે તેનો ભાવ શું છે? તત્ર લૌલ્યમ એકમ મૂલ્યમ. ન જન્મ કોટીભી: લભ્યતે. જો તમારે જાણવું છે કે મૂલ્ય શું છે, તેઓ કહે છે કે મૂલ્ય છે તમારી આતુરતા. અને તે તીવ્ર ઈચ્છાને મેળવવા માટે, લાખો જન્મ લેવા પડશે. કેમ તમને કૃષ્ણ જોઈએ છે? જેમ કે બીજા દિવસે મે કહ્યું હતું કે જો કોઈએ કૃષ્ણને જોયા છે, ત્યારે તે કૃષ્ણ પાછળ ગાંડો થઇ જશે. તે લક્ષણ છે.