GU/Prabhupada 0230 - વૈદિક સભ્યતા પ્રમાણે સમાજના ચાર વર્ગો હોય છેLecture on BG 2.1-5 -- Germany, June 16, 1974

તો આ ચર્ચા અર્જુન અને કૃષ્ણ વચ્ચે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ ઉપર થઈ હતી. તો ચર્ચાની વસ્તુ હતી કે ભલે યુદ્ધની ઘોષણા થઇ ગઈ હતી, અર્જુન, જ્યારે તેણે ખરેખર જોયું કે "બીજી બાજુમાં મારા સગા સંબંધીઓ છે," કેવી રીતે તે તેમનો વધ કરી શકે? કૃષ્ણે સલાહ આપી કે, "બધાને પોત-પોતાના નિયત કર્મો કરવા જોઈએ કોઈ વ્યક્તિગત લાભ કે હાની વિશે વિચાર્યા વગર." વૈદિક સભ્યતાના અનુસાર, સમાજના ચાર વિભાગો છે. બધી જગ્યાએ આ વિભાગો આખી દુનિયામાં છે. તે ખૂબજ સ્વાભાવિક છે. જેમ કે આપણે આપણા શરીરમાં અવલોકન કરી શકીએ છીએ, કે માથું છે, હાથ છે, પેટ છે અને પગ છે, તેવી જ રીતે, સમાજમાં એક એવા માણસોનો વર્ગ હોવો જોઈએ, જેને મગજની જેમ સમજવા જોઈએ, બીજા માણસોનો વર્ગ છે જે સમાજને સંકટથી બચાવશે, બીજો એક વર્ગ અન્ન ઉત્પાદનમાં નિષ્ણાત હશે. અને ગો-રક્ષા કરીને વ્યાપાર કરશે. તો... અને બાકી માણસો, જે મગજની જેમ કાર્ય નથી કરી શકતા, ન તો તે લોકોને સંકટથી બચાવી શકે છે, ન તો તે અન્ન-ઉત્પાદન કરી શકે છે કે ગો-રક્ષણ કરી શકે છે, તેમને શૂદ્ર કેહવાય છે: જેમ તમે શરીરને પૂર્ણ કરવા માટે, હાથ વિભાગ અને મગજ વિભાગને નકારી નથી શકતા, પેટનો વિભાગ અને ચાલવાનો કે કાર્ય કરવાનો વિભાગ.

તો અર્જુન તે વર્ગના માણસોમાંથી હતો, જે સમાજના રક્ષણ માટે હતા. તો, જ્યારે તે યુદ્ધ કરવા માટે ના પાડી રહ્યો હતો, અર્જુન, જ્યારે તે યુદ્ધ કરવા માટે ના પાડી રહ્યો હતો, તે સમયે કૃષ્ણે તેને સલાહ આપી કે "તારું કર્તવ્ય છે લડવું." તો સામાન્ય રીતે મારવું જરા પણ સારું નથી, પણ જ્યારે શત્રુ છે, આક્રમણ કર્યું છે, તો તે આક્રમણકારીને મારવું પાપ નથી. તો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બીજું દળ, તેઓ અર્જુનના દળના વિરોધમાં આક્રમણકારી બની ગયા હતા. હવે, આ ભગવદ ગીતાની પ્રારંભિક વ્યવસ્થા છે. સાચો હેતુ અર્જુનને આધ્યાત્મિક સમજ માટે ઉપદેશ આપવો હતો.

તો આધ્યાત્મિક સમજ એટલે કે સૌથી પેહલા તે સમજવું કે આત્મા શું છે. જો તમે નથી જાણતા કે આત્મા શું છે, તો આધ્યાત્મિક સમજ ક્યાંથી આવશે? લોકો આ શરીરમાં ખૂબ જ સંલગ્ન છે. તેને ભૌતિકવાદ કેહવાય છે. પણ જ્યારે તમે સમજો કે આત્મા શું છે અને તેના પ્રમાણે કાર્ય કરો, તેને અધ્યાત્મવાદ કેહવાય છે. તો અર્જુન બીજા પક્ષ સાથે લડવા માટે અચકાતો હતો, કારણકે તેમની સાથે તેનો શરીરનો સંબંધ હતો. તો અર્જુન અને કૃષ્ણ વચ્ચે ચર્ચા હતી, પણ તે મિત્રતાની ચર્ચા હતી. તેથી, જ્યારે અર્જુન સમજી ગયો હતો કે માત્ર મિત્રતાની ચર્ચા તેની સમસ્યાનો ઉકેલ નહીં લાવી શકે, તે તેમનો શિષ્ય બની ગયો. અર્જુન કૃષ્ણને શરણાગત થઇ ગયો, શિષ્યસ તે અહમ સાધી મામ પ્રપન્નમ: (ભ.ગી. ૨.૭) "મારા પ્રિય કૃષ્ણ, ઘણા લાંબા સમયથી મે તમારી સાથે એક મિત્રની જેમ ચર્ચા કરી. હવે હું તમારો શિષ્ય બની જાઉં છું. કૃપા કરીને શિક્ષા આપીને મને બચાવો. મારે શું કરવું જોઈએ?" તેથી, આ સ્થિતિ જ્યારે આવી, ત્યારે કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે: શ્રી ભગવાન ઉવાચ. હવે, અહી કહેલું છે... કોણ અર્જુનને કહે છે? ભગવદ ગીતાના લેખક... ભગવદ ગીતા કૃષ્ણ દ્વારા કહેવામા આવી હતી. તે ચર્ચા કૃષ્ણ અને અર્જુનની વચ્ચે હતી, અને તે વ્યાસદેવ દ્વારા નોંધાયેલી હતી, અને પછી તે ગ્રંથ બની ગઈ. જેમ કે આપણે જ્યારે વાત કરીએ છીએ અને તે નોંધ કરવામાં આવે છે, પછી તેને પુસ્તકના રૂપે છાપવામાં આવે છે. તેથી આ પુસ્તકમાં આપેલું છે, શ્રી ભગવાન ઉવાચ. વ્યાસદેવ લેખક છે. તેઓ નથી કેહતા કે, "હું કહું છું." તેઓ કહે છે, ભગવાન ઉવાચ - "અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે."