GU/Prabhupada 0232 - ભગવાનના પણ દ્વેષી શત્રુઓ હોય છે. તેમને અસુરો કહેવાય છેLecture on BG 2.4-5 -- London, August 5, 1973

પ્રદ્યુમ્ન: "તે મહાન આત્માઓ, કે જે મારા શિક્ષકો છે, તેમના જીવનના મૂલ્ય પર જીવવું તેના કરતાં તે વધારે સારું છે કે હું ભીખ માગીને જીવું. ભલે તેઓ લોભી છે, તેઓ મારા વડીલો છે. જો તેમને મારવામાં આવશે, ત્યારે આપણા ભાગની વસ્તુ રક્તથી દૂષિત થયેલી હશે."

પ્રભુપાદ: તો અર્જુન માટે પેહલી સમસ્યા હતી કે કેવી રીતે પરિવારજનોને મારવું. હવે, જ્યારે તે કૃષ્ણ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો કે "કેમ તુ આટલો કમજોર છે?" કમજોર ના બન. તે ભાવુકતા છે. આ પ્રકારની દયા ભાવુકતા છે. ઉત્તિષ્ઠ. વધુ સારું છે કે તુ ઉઠીને લડ." પણ, તે.. જો મને કોઈ વસ્તુ કરવી નથી, તો હું કેટલા બધા બહાના કાઢી શકું છું. તમે જોયું? હવે તે પ્રસ્તુત કરે છે ગુરુન: "ઠીક છે, કૃષ્ણ, તમે સંબંધીઓના વિષયમાં કહો છો. હું માનું છું તે મારી કમજોરી છે. પણ તમે કેવી રીતે મારા ગુરુને મારવા માટે સલાહ આપો છો? દ્રોણાચાર્ય મારા ગુરુ છે. અને ભીષ્મદેવ પણ મારા ગુરુ છે. તો શું તમે મને મારા ગુરુને મારવા માટે કહો છો? ગુરુન હી હત્વા. અને સામાન્ય ગુરુ જ નહીં. તેવું નથી કે તેઓ સામાન્ય માણસ છે. મહાનુભાવાન. ભીષ્મ એક મહાન ભક્ત છે, અને દ્રોણાચાર્ય પણ, એક મહાન વ્યક્તિ છે, મહાનુભાવાન. તો કથમ ભીષ્મમ અહમ સાંખ્યે દ્રોણમ ચ મધુસુદન (ભ.ગી. ૨.૪). "તે બે મહાન વ્યક્તિઓ છે. તેઓ મારા ગુરુ જ નથી, પણ મહાન વ્યક્તિઓ છે." અને કૃષ્ણને "મધુસુદન" દ્વારા સંબોધન કરવામાં આવેલા છે. મધુસુદન એટલે કે... મધુ, કૃષ્ણનો શત્રુ હતો, એક અસુર હતો. તો તેમણે વધ કર્યો હતો. તો, "તમે મધુસુદન છો, તમે તમારા શત્રુઓને મારી નાખ્યા હતા. શું તમે સાબિતી આપી શકો છો કે તમે તમારા ગુરુને માર્યા હતા? તો તમે મને કેમ કહો છો?" તે તાત્પર્ય છે. ઈશુભી: પ્રતિયોત્સ્યામી પૂજાર્હાવ અરિસુદન. ફરી અરીસુદન. અરી એટલે કે શત્રુ. મધુસુદન, વિશેષ કરીને "મધુ રાક્ષસની હત્યા કરનાર." અને પછી છે અરિસુદન. અરી એટલે કે શત્રુ. તો કૃષ્ણે કેટલા બધા અસુરોનો વધ કર્યો છે, અરી એટલે કે જે તેમની સામે શત્રુની જેમ લડવા આવેલો છે. તેથી તેમનું નામ અરિસુદન છે.

તો કૃષ્ણને પણ શત્રુ છે, તો આપણા પોતાના વિશે શું કેહવું. આ ભૌતિક જગત એવી રીતે બનેલું છે, કે તમારે કોઈ શત્રુ હશે જ. મત્સરતા. મત્સરતા એટલે કે ઈર્ષા, દ્વેષ. આ ભૌતિક જગત તેવી રીતે છે. તો ભગવાનના પણ દ્વેષી શત્રુઓ છે. તેમને અસુરો કેહવાય છે. સામાન્ય માત્સર્ય કે દ્વેષ, તે સ્વાભાવિક છે. પણ ભગવાનનો પણ દ્વેષ. જેમ કે કાલે રાત્રે, સાંજે, કોઈ મને મળવા આવ્યું હતું. તે દલીલ કરતો હતો કે "કેમ કૃષ્ણનો ભગવાનના રૂપે સ્વીકાર કરવો જોઈએ?" તે તેની દલીલ હતી. તો કૃષ્ણના પણ શત્રુઓ છે. તેથી કૃષ્ણ... તે જ નહીં, પણ જે પણ આ ભૌતિક જગતમાં છે, બધા જ કૃષ્ણના શત્રુ છે. બધા. કારણકે તેઓ કૃષ્ણ સાથે હરિફાઈ કરવા માગે છે. કૃષ્ણ કહે છે, ભોક્તારમ: "હું પરમ ભોક્તા છું." સર્વ-લોક-મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯) "હું પરમ સ્વામી છું." અને વેદ પણ સહમતિ આપે છે, ઇશાવાસ્યમ ઈદમ સર્વમ (ઈશો ૧). "બધું જ ભગવાનની સંપત્તિ છે." સર્વમ ખલ્વ ઈદમ બ્રહ્મ. આ બધા વૈદિક નિર્દેશો છે. યતો વા ઈમાની ભુતાની જાયંતે: "જેમનામાથી બધું આવેલું છે." જન્માદિ અસ્ય યત: (શ્રી.ભાગ. ૧.૧.૧). આ વૈદિક મત છે. પણ છતાં, કારણ કે આપણે શત્રુ છીએ, "ના, કેમ કૃષ્ણ સ્વામી બનશે? હું સ્વામી છું. કેમ કૃષ્ણ એક જ ભગવાન હશે. મારી પાસે બીજા ભગવાન છે. અહી છે બીજા ભગવાન."