GU/Prabhupada 0231 - ભગવાન મતલબ સંપૂર્ણ બ્રહ્માંડના અધિપતિ



Lecture on BG 2.1-5 -- Germany, June 16, 1974

તો અધિકારીઓ દ્વારા કૃષ્ણને ભગવાન કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના રૂપે સ્વીકાર કરવામાં આવે છે. અને ભગવાન શું છે? ભગવાન મતલબ તે કે જે છ ઐશ્વર્યોથી પૂર્ણ રૂપે સંપન્ન છે. બધા ઐશ્વર્યોથી યુક્ત એટલે કે ભગવાન સૌથી ધનવાન વ્યક્તિ છે. ભગવાન કેટલા ધનવાન છે, તે આપણે સમજી શકીએ છીએ, કે આપણે થોડા એકર જમીન ધરાવવાનો ગર્વ કરીએ છીએ, પણ ભગવાન એટલે કે તે આખા જગતના સ્વામી છે. તેથી, તેમને સૌથી ધનવાન માનવામાં આવે છે. તેવી જ રીતે, તેમને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અને તેવી જ રીતે, તેમને સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે. અને તેવી જ રીતે, તેઓ સૌથી સુંદર વ્યક્તિ છે. આ રીતે, જ્યારે તમને એવો વ્યક્તિ મળશે જે સૌથી ધનવાન, સૌથી સુંદર, સૌથી બુદ્ધિશાળી, સૌથી શક્તિશાળી - આ રીતે, જ્યારે તમને મળશે, તે ભગવાન છે. તો જ્યારે કૃષ્ણ આ ગ્રહ ઉપર ઉપસ્થિત હતા, તેમણે સાબિત કર્યું કે આ બધા ઐશ્વર્યો તેમનામાં ઉપસ્થિત હતા. ઉદાહરણ તરીકે, બધા લગ્ન કરે છે, પણ કૃષ્ણ પરમ પુરુષ હોવાના કારણે ૧૬,૧૦૮ નારીઓ સાથે લગ્ન કર્યા. પણ એવું નથી કે તેઓ એક વ્યક્તિ રહ્યા સોળ હજાર પત્નીઓ માટે. તેમણે સોળ હજાર પત્નીઓ માટે વ્યવસ્થા કરી હતી સોળ હજાર મહેલોમાં. દરેક મહેલ, તે વર્ણિત છે, તે પ્રથમ વર્ગના સંગે મર્મરથી બનેલા હતા અને બાંધકામ અને ફર્નીચર હાથીદાંતનું બનેલું હતું. અને બેસવાની જગ્યા ખૂબ સરસ અને નરમ કપાસથી બનેલી હતી. આ રીતે વર્ણન છે. અને આંગણામાં કેટલા બધા પુષ્પના વૃક્ષો હતા. તેટલું જ નહીં, તેમણે પોતાને સોળ હજાર વ્યક્તિગત વિસ્તારોમાં વિસ્તારિત કર્યા હતા. અને તેઓ દરેક પત્ની સાથે તેવી રીતે રહેતા હતા. તો તે ખૂબ મુશ્કેલ કાર્ય નથી ભગવાન માટે. ભગવાન બધી જગ્યાએ વિદ્યમાન કેહવાય છે. તો આપણી દ્રષ્ટિમાં, જો તેઓ સોળ હજાર ઘરોમાં વિદ્યમાન છે, તો તેમના માટે શું મુશ્કેલી છે?

તો, અહી કહેલું છે, શ્રી ભગવાન ઉવાચ. સૌથી શક્તિશાળી અધિકારી વાત કરી રહ્યા છે. તેથી, જે પણ તેઓ કહે છે, તેને સત્ય માનવું જોઈએ. આપણા આ ભૌતિક જીવનમાં, જેમ કે આપણે ભૌતિક પરિસ્થિતિના અંતર્ગત રહીએ છીએ, આપણને ચાર દોષ છે: આપણે ભૂલ કરીએ છીએ, આપણે ભ્રમિત થઈએ છીએ અને આપણને છેતરવાની વૃત્તિ છે, અને આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. તો આ ચાર દોષોથી યુક્ત વ્યક્તિથી મળેલું જ્ઞાન પૂર્ણ નથી. તો, જ્યારે તમે એવા વ્યક્તિથી જ્ઞાન પ્રાપ્ત કરશો જે આ ચાર દોષોથી પરે છે, તે પૂર્ણ જ્ઞાન છે. આધુનિક વૈજ્ઞાનિકો, તેઓ સિદ્ધાંત કાઢી શકે છે કે "તે આવી રીતે હોઈ શકે છે, તે તેમ હોઈ શકે છે," પણ તે પૂર્ણ જ્ઞાન નથી. તો જો તમે તમારી અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા તર્ક-વિતર્ક કરશો, ત્યારે તેવા જ્ઞાનનું શું મૂલ્ય છે? તે આંશિક જ્ઞાન હોઈ શકે છે, પણ તે પૂર્ણ જ્ઞાન નથી. તેથી જ્ઞાનને પ્રાપ્ત કરવાની આપણી વિધિ છે પૂર્ણ વ્યક્તિથી જ્ઞાન પ્રાપ્ત કરવું. અને તેથી આપણે જ્ઞાન ભગવાન કૃષ્ણથી પ્રાપ્ત કરી રહ્યા છીએ, જે સૌથી પૂર્ણ છે, અને તેથી આપણું જ્ઞાન પૂર્ણ છે. જેમ કે એક બાળકની જેમ. તે અપૂર્ણ હોઈ શકે છે, પણ જો તેના પિતા કહશે, "મારા પ્રિય બાળક, આને ચશ્મા કેહવાય છે," તો જો બાળક કહેશે, "આ ચશ્મા છે," તે જ્ઞાન પૂર્ણ છે. કારણકે બાળક સંશોધન નથી કરતો તે જ્ઞાનને મેળવવા માટે. તે તેના માતા કે પિતાને પૂછે છે, "આ શું છે, પિતાજી? આ શું છે, માતા?" અને માતા કહે છે, "મારા પ્રિય બાળક, આ તે છે." બીજું એક ઉદાહરણ આપી શકાય છે કે જો એક બાળક તેના બાળપણમાં, તે જાણતો નથી કે તેના પિતા કોણ છે, ત્યારે તે કોઈ સંશોધન કાર્ય નથી કરી શકતો. જો તે સંશોધન કાર્ય કરશે પિતાને જાણવા માટે, ત્યારે તે કદી પણ પિતાને પ્રાપ્ત નહીં કરી શકે. પણ જો તે તેની માતાને પૂછશે, "મારા પિતા કોણ છે?" અને માતા કહે છે, "તે તારા પિતા છે," તે પૂર્ણ છે. તેથી જ્ઞાન, ભગવાનનું જ્ઞાન, જે આપણી ઇન્દ્રિયોની પરે છે, તમે કેવી રીતે જાણી શકો છો? તેથી તમારે સ્વયમ ભગવાનથી અથવા તેમના પ્રતિનિધિ પાસેથી શીખવું પડે.

તો અહી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે, અને તેઓ અંતિમ અધિકારી છે. તેઓ અર્જુનને આ પ્રમાણે કહે છે. તેઓ કહે છે, અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાંશ ચ ભાષશે (ભ.ગી. ૨.૧૧) "મારા પ્રિય અર્જુન, તુ ખૂબ વિદ્વાન પંડિતની જેમ વાત કરી રહ્યો છે, પણ તુ એવા વિષય ઉપર શોક કરે છે જે તારે કરવો ન જોઈએ." ગતાસૂન અગતાસુંશ ચ નાનુશોચંતી પંડીતા: ગતાસૂન એટલે કે આ શરીર. જ્યારે આ શરીર મૃત છે કે જીવિત છે, જીવનનો શારીરિક ખ્યાલ મૂર્ખતા છે. તો કોઈ પણ વિદ્વાન વ્યક્તિ આ શરીરનાને ગંભીરતાથી નહીં લે. તેથી વૈદિક સાહિત્યમાં એમ કહેલું છે, "જે આ જીવનના શારીરિક ખ્યાલમાં સ્થિત છે, તે પશુના તુલ્ય છે." તેથી વર્તમાન સમયે, આત્માના જ્ઞાન વગર, આખી દુનિયા જીવનના શારીરિક ખ્યાલ પર ચાલી રહી છે. જીવનનો શારીરિક ખ્યાલ પશુઓમાં છે. બિલાડીઓ અને કુતરાઓ, તેઓ ખૂબ ગર્વિત છે મોટા બિલાડી અને કુતરા બનવા માટે. તેવી જ રીતે, જો એક માણસ પણ તેવી જ રીતે ગર્વિત બની જશે કે "હું મોટો અમેરિકન છું," "મોટો જર્મન," "મોટો," તો અંતર ક્યા છે? પણ તે વાસ્તવમાં ચાલી રહ્યું છે, અને તેથી તેઓ બિલાડીઓ અને કુતરાઓની જેમ લડી રહ્યા છે.

તો આપણે વધુ કાલે ચર્ચા કરીશું.