GU/Prabhupada 0234 - ભક્ત બનવું સૌથી શ્રેષ્ઠ યોગ્યતા છે



Lecture on BG 2.4-5 -- London, August 5, 1973

તો પ્રહલાદ મહારાજ... નરસિંહદેવે પ્રહલાદ મહારાજને વરદાન પ્રદાન કર્યું, "હવે તું મારી પાસેથી કોઈ પણ પ્રકારનું વર માગી શકે છે." તો પ્રહલાદ મહારાજે જવાબ આપ્યો, "મારા સ્વામી, અમે ભૌતીકવાદીઓ છીએ. હું સૌથી ભૌતિકવાદી પિતાથી જન્મેલો છું. તો કારણકે હું ભૌતિકવાદી પિતાથી જન્મેલો છું, હું પણ ભૌતિકવાદી છું. અને તમે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તમે મને કોઈ વર પ્રદાન કરવા માગો છો. હું તમારી પાસેથી કોઈ પણ વર માગી શકું છું. મને ખબર છે. પણ તેનો શું ફાયદો? હું તમારી પાસેથી કોઈ વર કેમ માગું? મે મારા પિતાને જોયા છે. ભૌતિક રીતે તેઓ એટલા બધા શક્તિશાળી હતા કે દેવતાઓ, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, તે તેમની લાલ આંખોથી ભયભીત થઇ જતા હતા. અને તેમણે આખા જગત ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું હતું. તેઓ એટલા શક્તિશાળી હતા. અને ધન, શક્તિ, માન, બધું પૂરું હતું, પણ તમે તેને એક ક્ષણમાં સમાપ્ત કરી દીધું. તો કેમ તમે મને કોઈ વર પ્રદાન કરવા માગો છો? હું તેનાથી શું કરીશ? જો હું તમારી પાસેથી વર પ્રાપ્ત કરું અને તેનાથી ગર્વિત બની જાઉં, અને તમારા વિરોધમાં બધું કરું, ત્યારે તમે તેને એક ક્ષણમાં પૂરું કરી શકો છો. તો કૃપા કરીને મને એવો કોઈ વર ન આપો, ભૌતિક ઐશ્વર્ય. તેના કરતા ભલું છે તમે મને વરદાન આપો કે હું તમારા સેવકની સેવામાં હમેશા સંલગ્ન રહું. મને આવું વર જોઈએ છે. મને એવું વર આપો કે હું તમારા સેવકની સેવામાં સંલગ્ન રહું, સીધો તમારો સેવક નહીં."

ત્યારે, ખૂબ પ્રાર્થના કર્યા પછી, અને ભગવાનને શાંત કર્યા પછી... તેઓ ખૂબ ક્રોધિત હતા. અને જ્યારે તેઓ થોડા શાંત થયા, તેમણે પૂછ્યું, "હે મારા સ્વામી, હું તમારી પાસેથી, બીજું એક વર માગું છું, કે મારા પિતા તમારા ખૂબજ કટ્ટર શત્રુ હતા. તે તેમના મૃત્યુનું કારણ હતું. હવે હું તમારી પાસે માગું છું કે તમે કૃપા કરીને તેમને માફ કરી દો અને તેમને મુક્તિ આપી દો." આ વૈષ્ણવ પુત્ર છે. તેમણે પોતાના માટે કઈ પણ ન માગ્યું. અને તેઓ જાણતા હતા કે તેમના પિતા તેમના સૌથી મોટા દુશ્મન હતા, છતાં, તેઓ વર માગે છે, "આ દીન વ્યક્તિને મુક્તિ આપો." તો ભગવાન નરસિંહદેવે ખાતરી આપી, કે, "મારા પ્રિય પ્રહલાદ, માત્ર તારા જ પિતા નહીં, પણ તારા પિતા ના પિતા, તેમ ચૌદ પીઢીયો, બધા મુક્ત થઇ ગયા છે. કારણકે તું આ પરિવારમાં જન્મ્યો છે." તો જે પણ વૈષ્ણવ બન્યો છે, ભગવાનનો ભક્ત, તે પરિવારની શ્રેષ્ઠ સેવા કરે છે. કારણકે તેના સંબંધમાં કોઈ પણ માતા, પિતા, બધા મુક્ત થઇ જશે. જેમ કે આપણને અનુભવ છે, જો કોઈ વ્યક્તિ યુદ્ધમાં મરી જાય છે. તેના પરિવારની દેખરેખ સરકાર દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે, ભક્ત બનવું એ શ્રેષ્ઠ ગુણવત્તા છે. તેમની પાસે બધું છે. યત્ર યોગેશ્વરો હરિ: યત્ર ધનુર-ધર: પાર્થ: (ભ.ગી. ૧૮.૭૮). જ્યાં કૃષ્ણ છે, અને ભક્ત છે, સર્વ વિજય અને સર્વ કીર્તિ ત્યાં છે. તે નિશ્ચિત છે.