GU/Prabhupada 0235 - અયોગ્ય ગુરુ મતલબ જે નથી જાણતો કે કેવી રીતે શિષ્યને માર્ગદર્શન આપવું
Lecture on BG 2.4-5 -- London, August 5, 1973
તો, ગુરુન અહત્વા, કૃષ્ણનો ભક્ત, જરૂર પડે, જો અયોગ્ય ગુરુ છે... અયોગ્ય ગુરુ એટલે કે જેને પોતાના શિષ્યને કેવી રીતે માર્ગદર્શન આપવું તે ખબર નથી . ગુરુનું કર્તવ્ય છે માર્ગદર્શન આપવું. તો ઓછામાં ઓછા તેવા પ્રકારના ગુરુને ત્યાગી શકાય છે. તે જીવ ગોસ્વામીનો...કાર્ય-કાર્યમ અજાનત: એવા ગુરુને કે જેને ખબર નથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પણ ભૂલથી મે કોઈને ગુરુના રૂપે સ્વીકારી લીધો છે, તેને ત્યાગી શકાય છે. તેને ત્યાગીને, તમે એક પ્રામાણિક ગુરુનો સ્વીકાર કરી શકો છો. તો ગુરુને ને મારવાનો નથી, પણ તેને ત્યાગી શકાય છે. તે શાસ્ત્રનું નિર્દેશન છે. તો ભીષ્મદેવ કે દ્રોણાચાર્ય, અવશ્ય તેઓ ગુરુઓ હતા, પણ કૃષ્ણે અર્જુનને પરોક્ષ રૂપે ઈશારો કર્યો, કે "ભલે તે ગુરુની પદવી ઉપર છે, પણ તુ તેમને ત્યાગી શકે છે." કાર્ય-કાર્યમ અજાનત: "તેઓ વાસ્તવમાં જાણતા નથી." આ ભીષ્મદેવ, તેમણે પોતાની ભૌતિક સ્થિતિ વિશે વિચાર્યું. તેમને પહેલેથી જ બધી ખબર હતી, કે પાંડવો, પિતા વગરના છોકરાઓ છે, અને તેમણે નાનપણથી તેમને મોટા કર્યા હતા. તેટલું જ નહીં, પણ તેમણે પાંડવોને એટલો બધો સ્નેહ આપ્યો હતો કે તેઓ વિચારતા હતા, જ્યારે તેમનો વનવાસ થયો હતો, અને તેમને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા, ત્યારે ભીષ્મદેવ રડી રહ્યા હતા, કે "આ પાંચ છોકરાઓ, તેઓ આટલા શુદ્ધ છે, આટલા પ્રમાણિક છે. અને શુદ્ધ અને પ્રમાણિક જ નહીં, પણ આટલા શક્તિશાળી યોદ્ધા, અર્જુન અને ભીમ. અને આ દ્રૌપદી સાક્ષાત લક્ષ્મી છે. અને તેમના મિત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. અને તેઓ દુઃખ ભોગવી રહ્યા છે?" તેઓ રડતાં હતા. તેઓ આટલા પ્રેમાળ હતા.
તેથી અર્જુન વિચારી રહ્યો હતો કે, "હું કેવી રીતે ભીષ્મને મારી શકું?" પણ કર્તવ્ય એટલું શક્તિશાળી છે. કૃષ્ણ સલાહ આપે છે, "હા, તેમનો વધ થવો જ જોઈએ કારણકે તેઓ બીજી બાજુ જતા રહ્યા છે." તેઓ તેમના કર્તવ્યને ભૂલી ગયા છે. તેમને તમારી બાજુ હોવું જોઈએ. તેથી હવે તેઓ ગુરુના પદવી ઉપર નથી. તારે તેમને મારવા જ જોઈએ. તેઓ ખોટી રીતે બીજા પક્ષમાં જોડાઈ ગયા છે. તેથી તેમને મારવામાં કોઈ ખોટું નથી. તેવી જ રીતે દ્રોણાચાર્ય. તેવી જ રીતે દ્રોણાચાર્ય. મને ખબર છે તેઓ મહાન વ્યક્તિઓ છે, તેમને અપાર સ્નેહ છે. પણ ભૌતિક વિચારધારાના આધારે તેઓ ત્યાં ગયા છે." તે ભૌતિક વિચાર શું છે?" ભીષ્મે વિચાર્યું હતું કે "હું દુર્યોધનના ધનથી પાલીત છું. દુર્યોધન મારું પાલન કરે છે. હવે તે સંકટમાં છે. જો હું બીજી બાજુ જાઉં, તો હું આભારહીન કહેવાઉ. તેણે કેટલા લાંબા સમય સુધી મારુ પાલન કર્યું છે. અને, જો હું, સંકટના સમયે, જ્યારે યુદ્ધ છે, ત્યારે હું બીજી બાજુ જાઉં, તો..." તેમણે આમ વિચાર્યું હતું. તેમણે તેમ ના વિચાર્યું કે "દુર્યોધન મને પાળે છે પણ તેણે પાંડવોની સંપત્તિ હડપી લીધી છે." પણ તે તેમની મહાનતા છે. તેમને ખબર હતી કે અર્જુનને ક્યારે પણ મારી નહીં શકાય કારણકે કૃષ્ણ તેની સાથે છે. "તો ભૌતિક દ્રષ્ટિકોણથી, હું દુર્યોધનનો આભારી હોવો જોઈએ." તે જ અવસ્થા દ્રોણાચાર્ય માટે હતી. તેઓ પાલીત હતા.