GU/Prabhupada 0237 - આપણે ભગવાનનું નામ હરે કૃષ્ણ જપ કરવાથી તેમના સ્પર્શમાં આવીએ છીએ



Lecture on BG 2.3 -- London, August 4, 1973

પ્રદ્યુમ્ન: અનુવાદ - "હે પૃથા પુત્ર, આ હલકી નપુસંકતામાં ના પડ. તે તને શોભા નથી આપતું. આવી તુચ્છ હ્રદયની દુર્બળતાને ત્યાગીને ઉઠ, હે શત્રુનાશક."

પ્રભુપાદ: તો, ભગવાન, કૃષ્ણ, પ્રોત્સાહન આપી રહ્યા છે, ક્ષુદ્રમ હ્રદય દૌર્બલ્યમ (ભ.ગી. ૨.૩). "એક ક્ષત્રિય માટે તેવી રીતે વાત કરવી કે, 'ના, ના, હું મારા બંધુઓને મારી નથી શકતો. હું મારા હથિયારોને મૂકી દઉં છું,' તે કમજોરી છે, કાયરતા છે. કેમ તું આ બધું વ્યર્થ કરી રહ્યો છે?" ક્ષુદ્રમ હ્રદય દૌર્બલ્યમ. "આ પ્રકારની દયા, ક્ષત્રિયના તારા કર્તવ્યનો ત્યાગ, તે માત્ર હ્રદયની દુર્બળતા છે. તેનો કોઈ અર્થ નથી." ક્લૈબ્યમ મા સ્મા ગમઃ પાર્થ નૈતત ત્વયી ઉપપદ્યતે. "વિશેષ કરીને તારા માટે. તું મારો મિત્ર છે. લોકો શું કહેશે? તો આ દુર્બળતાને છોડી દે અને ઉત્તિષ્ઠ, ઉઠી જા, સાહસ કર." તો જુઓ કૃષ્ણ કેવી રીતે અર્જુનને લડવા માટે પ્રેરિત કરે છે. લોકો ખૂબ અજ્ઞાની છે, અને તેઓ ક્યારેક નિંદા કરે છે કે "કૃષ્ણ અર્જુનને ઉત્તેજિત કરે છે. તે સજ્જન છે, અહિંસાવાદી, અને કૃષ્ણ તેને લડવા માટે ઉત્તેજિત કરે છે." તેને કેહવાય છે જડ-દર્શન. જડ-દર્શન. જડ-દર્શન એટલે કે ભૌતિક દ્રષ્ટિ. તેથી શાસ્ત્ર કહે છે, અતઃ શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રીયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). શ્રી-કૃષ્ણ-નામાદી. આપણે કૃષ્ણના સંપર્કમાં આવીએ છીએ તેમના નામ, હરે કૃષ્ણનો જપ કરવાથી. તે કૃષ્ણ સાથે આપણા સંપર્કની શરૂઆત છે. નામાદી. તો શાસ્ત્ર કહે છે, અતઃ શ્રી કૃષ્ણ નામાદી. આદિ એટલે કે પ્રારંભમાં.

તો કૃષ્ણ સાથે આપણો કોઈ સંપર્ક નથી. પણ જો આપણે હરે કૃષ્ણ મહા મંત્રનો જપ કરીશું, તરત જ કૃષ્ણને સંપર્ક કરવાની આપણને પહેલી તક મળશે. તો તેનો અભ્યાસ કરવો જોઈએ. એવું નથી કે તરત જ હું કૃષ્ણનો સાક્ષાત્કાર કરું. તે નથી... અવશ્ય, જો કોઈ ઉન્નત છે, ત્યારે તે તરત જ સંભવ છે. તો શ્રી-કૃષ્ણ-નામાદી. નામ એટલે કે નામ. તો કૃષ્ણ નામ જ નથી. પણ નામથી પ્રારંભ થઈને રૂપ, લીલા. જેમ કે શ્રવણમ કીર્તનમ (શ્રી.ભા. ૭.૫.૨૩). તો શ્રવણમ કીર્તનમ, કૃષ્ણનું ગુણગાન કે વર્ણન કરવું... તો ભગવાનને પોતાનું રૂપ છે. તો નામ એટલે કે નામ, અને રૂપ એટલે કે આકાર. નામ, રૂપ... લીલા એટલે કે કાર્યો, ગુણ એટલે કે ગુણ, પરિકર, તેમના પાર્ષદો; આ બધું.. અતઃ શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈ: સામાન્ય ઇન્દ્રિયો દ્વારા આપણે સમજી નથી શકતા... કૃષ્ણનું નામ. આપણે સાંભળીએ છીએ, આપણા કાનોથી, કૃષ્ણનું નામ, પણ જો આપણે આપણા કાનને શુદ્ધિકરણ વગરના રાખીશું... ચોક્કસ, સાંભળવાથી તે શુદ્ધ થશે. આપણે મદદ કરવી પડે. મદદ એટલે કે અપરાધથી બચવું, દસ પ્રકારના અપરાધ. તો આ રીતે આપણે શુદ્ધિકરણ પદ્ધતિને મદદ કરીશું. જેમ કે જો મારે અગ્નિને સળગાવવી છે, તો તેના માટે મારે લાકડીને સુકાવીને મદદ કરવી જ પડે. તેને ખૂબજ જલ્દીથી આગ લાગશે. તેવી જ રીતે, માત્ર જપ કરવાથી, તે સમય લાગશે, તો તેને સમય લાગશે. પણ જો આપણે અપરાધથી બચીશું, તો તે ખૂબજ જલ્દીથી શુદ્ધ થશે. તે પરીણામ હશે.