GU/Prabhupada 0236 - એક બ્રાહ્મણ, એક સંન્યાસી ભિક્ષા માગી શકે છે, પણ એક ક્ષત્રિય અને વૈશ્ય નહીં
Lecture on BG 2.4-5 -- London, August 5, 1973
તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, વિષયીર અન્ન ખાઈલે મલીન હય મન (ચૈ.ચ. અંત્ય ૬.૨૭૮). તેવા મહાન વ્યક્તિઓ દૂષિત થઇ ગયા હતા કારણકે તેમણે તેમની પાસેથી ધન, અન્ન, લીધું હતું. જો મારુ પાલન કોઈ ભૌતિકવાદી વ્યક્તિ દ્વારા થાય છે, ત્યારે તે મને પ્રભાવિત કરશે. હું પણ ભૌતિકવાદી બની જઈશ. હું પણ ભૌતિકવાદી બની જઈશ. તો ચૈતન્ય મહાપ્રભુએ ચેતાવણી આપી છે કે "જે લોકો વિષયી છે, જે લોકો ભક્ત નથી, તેમની પાસેથી કઈ સ્વીકારતા નહીં કારણકે તેનાથી તમારું મન અસ્વચ્છ બની જશે." તો તેથી બ્રાહ્મણ અને વૈષ્ણવ, તેઓ પ્રત્યક્ષ ધન સ્વીકારતા નથી. તેઓ ભિક્ષા સ્વીકાર કરે છે. ભિક્ષા, ભિક્ષા તમે... જેમ કે અહી કહેલું છે ભૈક્ષ્યમ. શ્રેયો ભોક્તુમ ભૈક્ષ્યમ અપીહ લોકે (ભ.ગી. ૨.૫). જ્યારે તમે કોઈને પૂછો... હજી, ક્યારેક ભિક્ષા પણ નિષેધ છે તેવા માણસ પાસેથી લેવી કે જે ખૂબ ભૌતિકવાદી છે. પણ ભિક્ષા સન્યાસી અને બ્રાહ્મણ માટે માન્ય છે. તો તેથી અર્જુન કહે છે કે "મારવા કરતાં, તેવા મહાન ગુરુઓને જે મહાન વ્યક્તિઓ છે ,મહાનુભાવાન..." તો ભૈક્ષ્યમ.
એક ક્ષત્રિય માટે... એક બ્રાહ્મણ, એક સન્યાસી ભીખ માગી શકે છે, પણ એક ક્ષત્રિય, એક વૈશ્ય નહીં. તેની અનુમતિ નથી. જેમ કે... તે એક ક્ષત્રિય હતો, અર્જુન. તો તે કહે છે, "વધુ સારું છે કે હું એક બ્રાહ્મણની વૃત્તિનો સ્વીકાર કરું, અને બારણે બારણે જઈને ભીખ માગું, મારા ગુરુને મારીને રાજ્યને ભોગવા બદલ." તે તેનું કથન હતું. તો આ બધામાં, અર્જુન મોહિત હતો - તે ભ્રમમાં હતો એ રીતે કે તે તેનું કર્તવ્ય ભૂલી જઈ રહ્યો હતો. તે એક ક્ષત્રિય છે, તેનું કર્તવ્ય છે લડવું; કોઈ વાંધો નહીં વિરોધી પક્ષ, તે પુત્ર પણ હોઈ શકે છે, એક ક્ષત્રિય તેના પુત્રને મારતા પણ અચકાશે નહીં, જો તે તેનો વિરોધી હોય તો. તેવી જ રીતે પુત્ર, જો તેના પિતા પણ વિરોધી હોય તો, તેમને મારતા અચકાશે નહીં. તે ક્ષત્રિયોનો કઠોર નિયમ છે, કોઈ વિચાર નહીં. એક ક્ષત્રિય તેવી રીતે વિચારી નથી શકતો. તેથી કૃષ્ણે કહ્યું, ક્લૈબ્યમ: "તું કાયર ના બન. કેમ તું કાયર બની રહ્યો છે?" આ વિષયની ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પછી, કૃષ્ણ અર્જુનને સાચો આધ્યાત્મિક ઉપદેશ આપશે. તે... સાધારણ વાતો ચાલી રહી છે એક મિત્ર અને બીજા મિત્રની વચ્ચે.
તે ઠીક છે. ધન્યવાદ.