GU/Prabhupada 0244 - આપણો સિદ્ધાંત છે કે બધું જ ભગવાનની સંપત્તિ છેLecture on BG 2.9 -- London, August 15, 1973

તે દિવસે પેરિસમાં એક પત્રકાર મારી પાસે આવ્યો હતો, સમાજવાદી પ્રેસ. તો મે તેને જણાવ્યું હતું કે "અમારો સિદ્ધાંત છે કે બધુ જ ભગવાનની સંપત્તિ છે." કૃષ્ણ કહે છે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી.૫.૨૯). "હું ભોક્તા છું." ભોક્તા એટલે કે ભોગી. તો ભોક્તારમ યજ્ઞ તપસામ. જેમ કે આ શરીર કાર્ય કરી રહ્યું છે. આખું શરીર કાર્ય કરી રહ્યું છે, દરેકનું, જીવનનો આનંદ માણવા માટે, પણ આ સુખનો પ્રારંભ ક્યાથી થાય છે? તે સુખ પેટથી પ્રારંભ થાય છે. તમારે પેટને સારા ખાદ્ય પદાર્થ આપવા પડે છે. જો પર્યાપ્ત શક્તિ છે, તો આપણે તેને પચાવી શકીએ છીએ. જો પર્યાપ્ત શક્તિ છે તો બીજી બધી ઇન્દ્રિયો શક્તિશાળી બને છે. પછી તમે ઇન્દ્રિય તૃપ્તિનો ભોગ કરી શકો છો. નહિતો તે શક્ય નથી. જો તમે પચાવી નથી શકતા... જેમ કે હવે હું વૃદ્ધ વ્યક્તિ છું. અમે પચાવી નથી શકતા. તો ઇન્દ્રિય તૃપ્તિનો કોઈ પ્રશ્ન જ નથી. તો ઇન્દ્રિય તૃપ્તિ પેટથી પ્રારંભ થાય છે. વૃક્ષનો વિકાસ તેના મૂળથી થાય છે, જો પર્યાપ્ત માત્રમાં જળ છે તો. તેથી વૃક્ષોને પાદ-પા કેહવાય છે. તેઓ પાણી પગ, તેમના મૂળથી પીવે છે, તેમના માથાથી નહીં. જેમ કે આપણે માથાથી ગ્રહણ કરીએ છીએ. તો વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ છે. જે રીતે આપણે મુખ દ્વારા ગ્રહણ કરીએ છીએ, તેવી રીતે વૃક્ષો પગ દ્વારા ગ્રહણ કરે છે. પણ વ્યક્તિએ ખાવું પડે છે. આહાર-નિદ્રા-ભય-મૈથુન. ભોજન તો છે, ભલે તમે હાથ દ્વારા ખાવો કે પગ દ્વારા કે મુખ દ્વારા. પણ જ્યાં સુધી કૃષ્ણની વાત છે, તેઓ ક્યાથી પણ ખાઈ શકે છે. તે હાથ દ્વારા ખાઈ શકે છે, પગ દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા, ક્યાંથી પણ. કારણકે તેઓ પૂર્ણ રૂપે આધ્યાત્મિક છે. તેમના મુખ અને પગ અને કાન અને આંખ વચ્ચે કોઈ અંતર નથી. તે બ્રહ્મ સંહિતામાં વ્યક્ત છે:

અંગાની યસ્ય સકલેન્દ્રીય વૃત્તિમન્તી
પશ્યંતી પાંતિ કલયંતી ચિરમ જગંતી
આનંદ-ચિન્મય-સદુજ્જ્વલ-વિગ્રહસ્ય
ગોવિન્દમ આદિ-પુરુષમ તમ-અહમ ભજામી
(બ્ર.સં. ૫.૩૨)

તો, જે રીતે આ શરીરમાં આપનું ઇન્દ્રિય સુખ પેટથી પ્રારંભ થવું જોઈએ, જેમ વૃક્ષો તેમના મૂળથી વિકસિત થવાનું પ્રારંભ કરે છે, તેવી જ રીતે, કૃષ્ણ બધાના મૂળ કારણ છે, જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧), મૂળ. તો કૃષ્ણ ભાવનામૃત વગર, કૃષ્ણને પ્રસન્ન કર્યા વગર, તમે સુખી ના રહી શકો. તે પદ્ધતિ છે. તો કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થશે? કૃષ્ણ પ્રસન્ન થશે કે... આપણે બધા કૃષ્ણના પુત્રો છીએ, ભગવાનના પુત્રો છીએ. બધું કૃષ્ણની સંપત્તિ છે. તે સત્ય છે. હવે આપણે સુખ અનુભવ કરી શકીએ છીએ કૃષ્ણનો પ્રસાદ ગ્રહણ કરીને, કારણ કે તેઓ સ્વામી, ભોક્તા છે. તો બધું જ પહેલા કૃષ્ણને અર્પણ કરવું જોઈએ, અને પછી તમે પ્રસાદને ગ્રહણ કરો. તે તમને સુખી બનાવશે. તે ભગવદ ગીતામાં વ્યક્ત છે: ભૂંજતે તે ત્વ અઘમ પાપમ યે પચંતી આત્મ-કારણાત (ભ.ગી. ૩.૧૩) "જે લોકો સ્વયંના ખાવા માટે ભોજન રાંધે છે, તેઓ માત્ર પાપ ગ્રહણ કરે છે." ભૂંજતે તે ત્વ અઘમ પાપમ યે પચંતી આત્મ... યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન... બધું જ કૃષ્ણ માટે કરવું જોઈએ, તમારું ખાવું પણ, બધું જ. બધા પ્રકારનો ઇન્દ્રિય ભોગ તમે ભોગી શકો છો. પણ કૃષ્ણ તેનો ભોગ કરી લે પછી. પછી તમે ખાઈ શકો છો. તેથી કૃષ્ણનું નામ છે ઋષિકેશ. તેઓ સ્વામી છે. ઇન્દ્રિયોના સ્વામી. તમે તમારી ઇન્દ્રિયોનો સ્વતંત્ર રીતે ભોગ ના કરી શકો. જેમ કે સેવક. સેવક ભોગ નથી કરી શકતો. જેમ કે રસોઈયો ખૂબ સ્વાદિષ્ટ ભોજન પદાર્થો રસોઈમાં બનાવે છે, પણ પ્રારંભમાં તે કઈ પણ ખાઈ ના શકે. તે શક્ય નથી. ત્યારે તેને કાઢી મુકવામાં આવશે. સૌથી પેહલા સ્વામીએ લેવું જોઈએ, ત્યારે તે બધા સ્વાદિષ્ટ ભોજન પદાર્થોનો ભોગ કરી શકે છે.