GU/Prabhupada 0245 - દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવાનું પ્રયત્ન કરી રહ્યું છેLecture on BG 2.9 -- London, August 15, 1973

તો કૃષ્ણ ઇન્દ્રિયોના સ્વામી છે. આખી દુનિયા ઇન્દ્રિય તૃપ્તિ માટે સંઘર્ષ કરી રહી છે. અહી સરળ સિદ્ધાંત, કે સત્ય છે કે, "સૌથી પેહલા કૃષ્ણને આનંદ કરવા દો. તેઓ સ્વામી છે. પછી આપણે આનંદ કરીશું." તેન ત્યક્તેન ભુંજીથા. ઇશોપનિષદ કહે છે બધું કૃષ્ણની સંપત્તિ છે. ઇશાવાસ્યમ ઈદમ સર્વમ (ઈશો ૧) "બધું કૃષ્ણની સંપત્તિ છે." તે ભૂલ છે. બધું કૃષ્ણની સંપત્તિ છે, પણ આપણે વિચારીએ છીએ, "બધું મારું છે." આ ભ્રમ છે. અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). અહમ મમેતી. જનસ્ય મોહો અયમ અહમ મમેતી. આ ભ્રમ છે. બધા વિચારે છે કે, "હું આ શરીર છું, અને જે પણ આ દુનિયામાં મળે છે, તે મારા દ્વારા આનંદ કરવા માટે છે." તે સમાજની ભૂલ છે. જ્ઞાન છે કે: "બધું ભગવાનની સંપત્તિ છે. હું તેટલું જ લઇ શકું છું, જે તેઓ મારા ઉપર કૃપા કરીને આપે છે." તેન ત્યક્તેન ભુંજીથા. તે વૈષ્ણવ સિદ્ધાંત નથી; તે વાસ્તવિકતા છે. કોઈ પણ સ્વામી નથી. ઇશાવાસ્યમ ઈદમ સર્વમ. બધા.. કૃષ્ણ કહે છે, "હું ભોક્તા છું. હું સ્વામી છું." સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). મહા-ઈશ્વરમ. મહા એટલે કે મહાન. આપણે ઈશ્વર, નિયંત્રક, બનવાનો દાવો કરી શકીએ છીએ. પણ કૃષ્ણને મહા-ઈશ્વરમ તરીકે વર્ણવવામાં આવ્યા છે "ઈશ્વરોના ઈશ્વર." તે કૃષ્ણ છે. કોઈ પણ સ્વતંત્ર ઈશ્વર નથી.

તો તેથી કૃષ્ણનું વર્ણન થયું છે, ઋષિકેશ. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). અને ભક્તિ એટલે કે ઋષિકેશની ઋષિક દ્વારા સેવા કરવી. ઋષિક એટલે કે ઇન્દ્રિયો. કૃષ્ણ ઇન્દ્રિયોના સ્વામી છે, અને તેથી જે પણ ઇન્દ્રિયો મારી પાસે છે, તેના સ્વામી કૃષ્ણ છે, તેના માલિક કૃષ્ણ છે. તો જ્યારે આપણી ઇન્દ્રિયો ઇન્દ્રિયોના સ્વામીની સંતુષ્ટિ માટે વપરાય છે, તેને ભક્તિ કેહવાય છે. આ ભક્તિની પરિભાષા છે. અને જ્યારે ઇન્દ્રિયો ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયોગ કરવામાં આવે છે, સ્વામી માટે નહીં, તેને કામ કેહવાય છે. કામ અને પ્રેમ. પ્રેમ એટલે કે કૃષ્ણને પ્રેમ કરવો અને બધું જ કૃષ્ણની સંતુષ્ટિ માટે કરવું. તે પ્રેમ છે. અને કામ એટલે કે બધું જ મારી ઇન્દ્રિયોની તૃપ્તિ માટે કરવું. તે અંતર છે. ઇન્દ્રિયો માધ્યમ છે. ક્યાં તો તમે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરો કે કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરો. પણ જ્યારે તમે કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરો છો, ત્યારે તમે પૂર્ણ બનો છો, અને જ્યારે તમે પોતાના ઇન્દ્રિયોને તૃપ્ત કરો છો, ત્યારે તમે અપૂર્ણ બનો છો, ભ્રમિત. કારણકે તમે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ નથી કરી શકતા. તે શક્ય નથી, કૃષ્ણ વગર. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦).

તેથી વ્યક્તિએ ઇન્દ્રિયોને શુદ્ધ કરવી જોઈએ. વર્તમાન સમયે, બધા જ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહમ મમેતી. જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). પુંસ: સ્ત્રીયા મીથુની ભાવમ એતત. આખું ભૌતિક જગત તેના માટે છે... બે પ્રકારના જીવ છે, પુરુષ અને સ્ત્રી. પુરુષ પણ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયાસ કરે છે, અને સ્ત્રી પણ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયાસ કરે છે. અહી કહેવતો પ્રેમ એટલે કે... કોઈ પ્રેમ નથી. હોઈ ના શકે... કારણકે પુરુષ અને સ્ત્રી, કોઈ પણ બીજાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયાસ નથી કરતું. દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયાસ કરે છે. એક સ્ત્રી એક પુરુષને પ્રેમ કરે છે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે, અને પુરુષ સ્ત્રીને પ્રેમ કરે છે તેની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે... તેથી જેવું તે ઇન્દ્રિય તૃપ્તિમાં થોડી ગરબડ થાય છે, છૂટાછેડા. "મને નથી જોઈતું." કારણકે કેન્દ્ર બિંદુ છે વ્યક્તિગત ઇન્દ્રિય તૃપ્તિ. પણ આપણે ચિત્ર બનાવી શકીએ છીએ, બનાવટી દેખાડો, "ઓહ, હું તને ખૂબ પ્રેમ કરું છું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું." કોઈ પ્રેમ નથી. બધું કામ છે, વાસના. આ ભૌતિક જગતમાં પ્રેમની કોઈ સંભાવના નથી. તે શક્ય નથી. જે, કહેવાતું છે, તે છેતરપિંડી છે, છેતરપિંડી જ. "હું તને પ્રેમ કરું છું. હું તને પ્રેમ કરું છું કારણ કે તું સુંદર છે. તે મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરશે." કારણકે તુ જુવાન છું, તે મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરશે." આ દુનિયા છે. ભૌતિક જગત મતલબ આ. પુંસા: સ્ત્રિયા મીથુની ભાવમ એતત. આ આખા ભૌતિક જગતનો સિદ્ધાંત છે ઇન્દ્રિય તૃપ્તિ. યન મૈથુનાદી ગૃહમેધી સુખમ હી તુચ્છમ કંડુયનેન કરયોર ઈવ દુઃખ-દુ:ખમ (શ્રી.ભા. ૭.૯.૪૫).