GU/Prabhupada 0255 - ભગવાનની સરકારમાં ઘણા બધા નિર્દેશકો હોવા જ જોઈએ, તેમને દેવતાઓ કહેવામા આવે છેLecture on BG 2.8 -- London, August 8, 1973

તો હવે કૃષ્ણ કહી શકે છે: "ઠીક છે, તમે, થોડા સમય માટે... તમે લડતા જાઓ. અને જ્યારે તમને રાજ્ય મળી જશે, ત્યારે તમે સુખી થઈ જશો. કોઈ જરૂર નથી મને ગુરુ બનાવવા માટે. ના..." જેમ કે સાધારણ માણસો, તેઓ વિચારે છે કે: "અમે આટલું બધું ધન કમાવીએ છીએ. ગુરુ બનાવવાની શું જરૂર છે? હું બધું મારી રીતે સમજી શકું છું." અને બીજો ધૂર્ત છે: "હા, યત મત તત પથ. જે પણ તમારો મત છે, તે ઠીક છે. તમે તમારા પોતાનો મત બનાવી શકો છો." તે ચાલી રહ્યું છે. તમે તમારા પોતાનો મત બનાવી શકો છો ભગવાનને સમજવા માટે. તો આ બધા ધૂર્તો, તેઓ પોતાના મત બનાવે છે. ના, તે શક્ય નથી. તેથી અર્જુન કહે છે: અવાપ્ય ભુમાવ અસપત્નમ રીદ્ધમ (ભ.ગી. ૨.૮). આ એક મહત્વપૂર્ણ શબ્દ છે. સપત્ની. સપત્ની એટલે કે "હરીફાઈ કરનાર પત્ની." જો એક માણસ પાસે બે, ત્રણ પત્નીઓ છે... કેમ બે, ત્રણ? અમારા સ્વામીને ૧૬,૦૦૦ છે. તો આ છે ભગવાન. સપત્ન્યા, પણ તેમાં કોઈ સ્પર્ધા નથી. તમને મળશે કૃષ્ણ પુસ્તકમાં રાણીઓનું કથન, જ્યારે તેઓ દ્રૌપદી સાથે વાતો કરી રહ્યા હતા, દરેક પત્ની વર્ણન આપી રહી હતી કે તે કેટલી આતુર હતી કૃષ્ણની દાસી બનવા માટે. કોઈ પ્રતિસ્પર્ધી ન હતું. ભૌતિક જગતમાં, જો એક પુરુષને એક કરતાં વધુ પત્નીઓ હોય, તો પ્રતિસ્પર્ધા હોય. પ્રતિસ્પર્ધા.

તે ઉદાહરણ શ્રીમદ ભાગવતમમાં આપેલું છે, કે જેમ આપણી પાસે ઇન્દ્રિયો છે, તેવી જ રીતે, જો કોઈને બીજી પત્ની છે, તો એક પત્ની તેને ખેંચે છે કે: "તમે મારા ઓરડામાં આવો," બીજી પત્ની ખેંચે છે: "તમે મારા ઓરડામાં આવો." તો તે દુવિધામાં છે. તેવી જ રીતે, આપણી પાસે આ પત્નીઓ છે, ઇન્દ્રિયો. આંખ ખેંચી રહી છે: "કૃપા કરીને સિનેમામાં આવો." જીભ ખેંચી રહી છે: "કૃપા કરીને હોટેલમાં આવો." હાથ બીજી જગ્યાએ ખેંચી રહ્યો છે. પગ બીજી જગ્યાએ ખેંચી રહ્યો છે. આપણી પરિસ્થિતિ તેવી છે. તે જ માણસ, જેની પાસે વિવિધ પત્નીઓ છે અને તેને અલગ અલગ ઓરડામાં ખેંચે છે. આ આપણી પરિસ્થિતી છે. તો આપણી પરિસ્થિતિ કેમ આમ છે કારણ કે આ પત્નીઓ સ્પર્ધકો છે. અહી: સપત્ન્યમ રીદ્ધમ. જો ઘણા બધા રાજાઓ એક સંપત્તિ માટે દાવો કરે, તો મુશ્કેલી થાય. અને અર્જુન કહે છે: અવાપ્ય ભુમાવ અસપત્ન્યમ રીદ્ધમ (ભ.ગી. ૨.૮). "તે ધન મેળવવું જેના માટે બીજો કોઈ દાવો કરનાર નથી. હું એકજ સ્વામી છું, અને મને જો ધન પણ મળે તો, રાજ્યમ, તેવું રાજ્ય, સુરાણામ અપિ ચાધીપત્યમ, આ દુનિયાનું રાજ્ય જ નહીં, પણ ઉંચ્ચ ગ્રહલોકનું રાજ્ય પણ..."

આ માણસો ચંદ્ર ગ્રહ ઉપર જવાનો પ્રયાસ કરે છે. પણ તે, ત્યાં બીજુ રાજ્ય છે, બીજુ રાજ્ય. તો તે રાજ્ય ઉચ્ચ જીવોનું છે, જે લોકો દેવતાઓ છે. તેઓ ખૂબ જ શક્તિશાળી છે. જેમ કે ઇન્દ્ર. ઇન્દ્ર વરસાદના નિયંત્રક છે. તેમની પાસે વજ્ર છે. પણ લોકો તેનો વિશ્વાસ નથી કરતા, પણ આપણે વિશ્વાસ કરીએ છીએ. જે વૈદિક ગ્રંથો માં વર્ણિત છે... વિશ્વાસ ન કરો. તમારે વિશ્વાસ કરવો જ પડે. તે હકીકત છે. ક્યાંથી આ વજ્ર આવે છે? કોણ વર્ષા માટે વ્યવસ્થા કરે છે? કોઈ નિર્દેશક હોવો જ જોઈએ. જેમ કે સરકારી કાર્યાલયોમાં કે રાજ્યમાં છે, ઘણા બધા વિભાગીય સંચાલન છે, તેવી જ રીતે ભગવાનની સરકારમાં ઘણા બધા નિર્દેશક હોવા જ જોઈએ, ઘણા બધા અધિકારીઓ. તેમને દેવતાઓ કેહવાય છે. દેવર્ષિ-ભૂતાપ્ત-નૃણામ-પિતૃણામ (શ્રી.ભા. ૧૧.૫.૪૧). દેવતાઓ, તેઓ પણ આપણને કૃષ્ણના નિર્દેશન અનુસાર જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ કે ઇન્દ્ર. ઇન્દ્ર આપણને આપે છે. તેથી ઇન્દ્ર યજ્ઞ છે, વિવિધ દેવતાઓને સંતુષ્ટ કરવા માટે યજ્ઞ હોય છે. કૃષ્ણે આ ઇન્દ્ર યજ્ઞને રોક્યો હતો, તમને ખબર છે, ગોવર્ધન. જ્યારે નંદ મહારાજ ઇન્દ્ર યજ્ઞ માટે તૈયારી કરી રહ્યા હતા, કૃષ્ણે કહ્યું હતું: "મારા પ્રિય પિતા, ઇન્દ્ર યજ્ઞની કોઈ જરૂર નથી." તેનો અર્થ છે કે જે કૃષ્ણ ભાવનાભાવિત છે, તેના માટે કોઈ પણ યજ્ઞની જરૂરત નથી. વિશેષ કરીને આ યુગમાં, કલિયુગમાં, વિવિધ પ્રકારોના યજ્ઞો કરવા ખૂબજ મુશ્કેલ છે. તે ત્રેતા યુગમાં સંભવ હતું. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ, ત્રેતાયમ યજતો મખૈ: (શ્રી.ભા ૧૨.૩.૫૧). મખૈ: એટલે કે યજ્ઞ, વિવિધ પ્રકારના યજ્ઞો કરવા. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન (ભ.ગી. ૩.૯). તો આ બધા નિર્દેશનો, કોઈ પણ આ યુગમાં નથી પાલન કરતું. તે આ યુગમાં શક્ય નથી. તેથી શાસ્ત્રિક આદેશ છે કે: યજ્ઞૈ: સંકીર્તનૈર પ્રાયૈર યજંતી હી સુમેધસ: (શ્રી.ભા. ૧૧.૫.૩૨). જેની પાસે સારી બુદ્ધિ છે, તો કેટલી બધી વસ્તુઓની ચિંતા કર્યા વગર, તે સંકીર્તન-યજ્ઞ કરે છે. આ વિધાનો છે શાસ્ત્રોમાં.