GU/Prabhupada 0256 - કલિયુગમાં કૃષ્ણ તેમના નામ, હરે કૃષ્ણ, ના રૂપમાં અવતરિત થયા છે
Lecture on BG 2.8 -- London, August 8, 1973
- કૃષ્ણ-વર્ણમ ત્વિષાકૃષ્ણમ
- સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ
- યજ્ઞૈ: સંકીર્તનૈ: પ્રાયૈર
- યજંતી હી સુમેધસ:
- (શ્રી.ભા .૧૧.૫.૩૨)
તો અહી,આ ઓરડામાં,વિશેષ કરીને, કૃષ્ણ-વર્ણમ ત્વિષાકૃષ્ણમ,અહી ચૈતન્ય મહાપ્રભુ છે. તેઓ સ્વયમ કૃષ્ણ છે, પણ તેમનો વર્ણ અકૃષ્ણ છે, કાળો નથી. કૃષ્ણ-વર્ણમ ત્વિષા....ત્વિષા મતલબ વર્ણથી.અકૃષ્ણ. પીળાશ પડતો. સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ. અને તેઓ તેમના સાથીદારોની સાથે હોય છે, નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત પ્રભુ, શ્રીવાસાદી-ગૌર-ભક્ત-વૃંદ. આ યુગમાં તે આરાધ્ય વિગ્રહ છે. કૃષ્ણ-વર્ણમ ત્વિષાકૃષ્ણ. તો અર્ચનાની શી પદ્ધતિ છે? યજ્ઞૈ: સંકીર્તનૈ: પ્રાયૈર યજંતી હી સુમેધસ: આ સંકીર્તન યજ્ઞ જે આપણે ભગવાન ચૈતન્ય, નિત્યાનંદ અને બીજાની સમક્ષ કરીએ છીએ, તે આ યુગમાં યજ્ઞની પૂર્ણ અભિવ્યક્તિ છે. નહિતો, બીજું કઈ નથી... તેથી તે સફળ બની રહ્યું છે. આ એક જ નિર્ધારિત યજ્ઞ છે. નહિતો બીજા યજ્ઞ, રાજસૂય યજ્ઞ, આ યજ્ઞ, તે... બીજા કેટલા બધા યજ્ઞ છે... અને ભારતમાં ક્યારેક, તેઓ કહેવાતા યજ્ઞો કરે છે. તે થોડું ધન સંગ્રહ કરે છે. બસ તેટલું જ. તે સફળ ન થઈ શકે કારણકે કોઈ યાજ્ઞિક બ્રાહ્મણ નથી. વર્તમાન સમયે કોઈ યાજ્ઞિક બ્રાહ્મણ અસ્તિત્વમાં નથી. યાજ્ઞિક બ્રાહ્મણો પરીક્ષણ લે છે કેટલી સ્પષ્ટતાથી તેઓ વૈદિક મંત્રનો ઉચ્ચાર કરે છે. પરીક્ષણ એવું હતું કે એક પશુને અગ્નિમાં નાખવામાં આવતું હતું, અને તે બીજા સ્વચ્છ, નવા શરીરમાં બહાર આવતું. ત્યારે તે સાબિત થતું કે યજ્ઞ સારી રીતે થઈ રહ્યો છે. બ્રાહ્મણ, યાજ્ઞિક બ્રાહ્મણ, તેઓ વેદ મંત્ર સરખી રીતે ઉચ્ચારણ કરે છે. તે પરીક્ષા છે. પણ તેવો બ્રાહ્મણ આ સમયે ક્યાં છે? તેથી કોઈ યજ્ઞની ભલામણ નથી કરવામાં આવતી. કલૌ પંચ વિવર્જયેત,અશ્વમેધમ, અવલંભમ સંન્યાસમ બાલપૈતૃકમ, દેવરેણ સુતપિતૃ કલૌ પંચવિવર્જયેત (ચૈ.ચ. આદિ ૧૭.૬૪). તો તેથી આ યુગમાં કોઈ યજ્ઞ નથી. કોઈ યાજ્ઞિક બ્રાહ્મણ પણ નથી. એક જ યજ્ઞ છે: હરે કૃષ્ણનો જપ કરો અને આનંદમાં નાચો. તે એક જ યજ્ઞ છે.
તો રાજ્યમ સુરાણામ અપિ ચાધીપત્યમ (ભ.ગી. ૨.૮). પેહલા કેટલા બધા અસુરો હતા જેમણે દેવતાઓના રાજ્ય ઉપર કબજો કર્યો હતો. રાજ્યમ સુરાણામ અપિ ચાધીપત્યમ. જેમ કે હિરણ્યકશીપુ. તેણે તેનો અધિકાર ઇન્દ્રના રાજ્ય ઉપર પણ ફેલાવી દીધો હતો. ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મૃદયંતી યુગે યુગે (શ્રી.ભા. ૧.૩.૨૮). ઇન્દ્રારી. ઇન્દ્રારી એટલે કે ઇન્દ્રનો શત્રુ. ઇન્દ્ર સ્વર્ગલોકના રાજા છે, અને શત્રુ એટલે કે દાનવો. દેવતાઓ અને તેમના શત્રુઓ, દૈત્યો. જેમ કે આપણે પણ કેટલા બધા શત્રુઓ હોય છે. કારણકે આપણે હરે કૃષ્ણનો જપ કરીએ છીએ, કેટલા બધા નિંદકો છે અને કેટલા બધા શત્રુઓ પણ છે. તેમને ગમતું નથી. તો આ હમેશા હોય જ છે. હવે સંખ્યા વધી ગઈ છે. પહેલા ઓછા હતા. પણ હવે કેટલા બધા છે. તો તેથી ઇન્દ્રારી-વ્યાકુલમ-લોકમ. જ્યારે આ દાનવો, જનસંખ્યા, આસુરિક જનસંખ્યા વધશે, ત્યારે વ્યાકુલમ લોકમ. લોકો ચિંતિત થશે. ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મૃદયંતી યુગે યુગે. તો જ્યારે, તે સમયે, કૃષ્ણ આવે છે. એતે ચાંશ કલા: પુંસ: કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). કૃષ્ણ અને ભગવાનના અવતારોની યાદી છે. પણ બધા નામોનું ઉલ્લેખ કરીને, ભાગવત કહે છે કે: "અહી જે પણ નામ બતાવેલા છે, તે કૃષ્ણનું આંશિક પ્રતિનિધિત્વ કરે છે. પણ નામ, કૃષ્ણ છે. તે આદિ, વાસ્તવિક ભગવાન છે." કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ. અને તેઓ આવે છે... ઇન્દ્રારી વ્યાકુલમ લોકે. જયારે લોકો અસુરોના પ્રહારથી ખૂબજ પરેશાન છે, ત્યારે તેઓ અવતરિત થાય છે. અને તેઓ પણ પુષ્ટિ આપે છે. આ શાસ્ત્ર છે. એક શાસ્ત્ર કહે છે કે તેઓ આવી પરિસ્થિતિમાં આવે છે. અને કૃષ્ણ કહે છે: "હા, યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત... તદાત્માનમ સૃજામી અહમ: (ભ.ગી. ૪.૭) તે સમયે, હું આવું છું."
તો આ કલિયુગમાં, લોકો બહુ વિચલિત છે. તેથી, કૃષ્ણ તેમના નામના રૂપમાં આવ્યા છે, હરે કૃષ્ણ. કૃષ્ણ વ્યક્તિગત નથી આવ્યા, પણ તેમના નામના રૂપમાં આવેલા છે. પણ કારણકે કૃષ્ણ પૂર્ણ છે, સ્વયં તેમનામાં અને તેમના નામમાં કોઈ અંતર નથી. અભિન્નત્વન નામ-નામીનો (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). નામ-ચિંતામણી-કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ: શુદ્ધો નિત્ય મુક્ત: નામ પૂર્ણ છે. જેમ કૃષ્ણ પૂર્ણ છે, તેવી જ રીતે તેમનું નામ પણ પૂર્ણ છે. શુદ્ધ. તે ભૌતિક વસ્તુ નથી. પૂર્ણ શુદ્ધ નિત્ય. શાશ્વત. જેમ કૃષ્ણ શાશ્વત છે, તેમનું નામ પણ શાશ્વત છે. પૂર્ણ: શુદ્ધ: નિત્ય મુક્ત: હરે કૃષ્ણ મંત્રના જપમાં કોઈ ભૌતિક ખ્યાલ નથી. અભિન્નત્વન નામ-નામીનો: નામ, હરિનામ અને ભગવાન, બંને એક જ છે. તો આપણે સુખી ના બની શકીએ... રાજ્યમ સુરાણામ અપિ ચાધીપત્યમ (ભ.ગી. ૨.૮). જો આપણને દેવતાઓનું રાજ્ય પણ કેમ ન મળી જાય, અસપત્ન્ય, વગર કોઈ હરીફાઈના, છતાં આપણે સુખી ના થઈ શકીએ જ્યાં સુધી આપણને જીવનની ભૌતિક ધારણા છે. તે શક્ય નથી. તે આ શ્લોકમાં સમજાવેલું છે. બસ તેટલું જ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.