GU/Prabhupada 0263 - જો તમે આ સંદેશનો સરસ રીતે સ્વીકાર કર્યો છે, તો તમે પ્રચાર કરતાં રહેશો
Lecture -- Seattle, September 27, 1968
પ્રભુપાદ: હા.
મધુદ્વિષ: પ્રભુપાદ, ભગવાન શ્રી ચૈતન્યએ શું ભવિષ્યવાણી કરી હતી જ્યારે તેમણે કલિયુગના સુવર્ણ કાળની ભવિષ્યવાણી આપી હતી, (અસ્પષ્ટ) જ્યારે લોકો હરે કૃષ્ણ મંત્રનો જપ કરી રહ્યા હશે?
પ્રભુપાદ: હા. લોકો...જેમ કે અત્યારે આપણે હરે કૃષ્ણનો પ્રચાર કરી રહ્યા છીએ. તમારા દેશમાં આવો કોઈ પ્રચાર હતો નહીં. તો અમે અમારા વિદ્યાર્થીઓને યુરોપ, જર્મની, લંડન મોકલ્યા હતા - તમે પણ તેને ફેલાવો છો. આ રીતે, એ માત્ર, આપણે, આપણા કાર્યો વ્યવહારિક રૂપે ૧૯૬૬થી છે. અમે આ સંઘનું રેજીસ્ટ્રેશન ૧૯૬૬માં કર્યું હતું અને અત્યારે ૧૯૬૮ છે. તો ધીમે ધીમે આપણે ફેલાવી રહ્યા છીએ. અને, હું તો વૃદ્ધ અવસ્થામાં છું. હું ક્યારેય પણ મરી શકું છું. જો તમે આ સિદ્ધાંતને સરસ રીતે સમજી ગયા છો, તો તમે પ્રચાર કરતા રહેશો, અને આ રીતે તે આખી દુનિયામાં ફેલાઈ શકે છે. ખૂબ સરળ વસ્તુ. બસ આપણને થોડી બુદ્ધિની જરૂર છે. બસ. તો કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ તેને બિરદાવશે. પણ જો કોઈને છેતરાવું છે, તો તે કેવી રીતે બચી શકે છે, જો વ્યક્તિએ સ્વેચ્છાથી છેતરાવું હોય? તો તેને સમજાવવો ખૂબ મુશ્કેલ છે. પણ જે ખુલ્લા હ્રદયના છે, અવશ્ય તે આ સારા આંદોલનનો સ્વીકાર કરશે, કૃષ્ણ ભાવનામૃત. હા.
જય-ગોપાલ: જ્યારે આપણે આ નિમ્ન શક્તિ, અંતરંગ શક્તિને કૃષ્ણની સેવામાં વાપરીએ છીએ, ત્યારે તે આધ્યાત્મિક બની જાય છે, એવું ને?
પ્રભુપાદ: ના. જ્યારે તમે તમારી શક્તિનો પ્રયોગ કરશો, ત્યારે તે ભૌતિક નથી રહેતી, તે આધ્યાત્મિક બની જાય છે. જેમ કે જ્યારે તાંબાનો તાર વીજળીના સંપર્કમાં આવે છે, તે તાંબુ નથી રહેતો; પણ વીજળીમય બની જાય છે. તો કૃષ્ણની સેવા એટલે કે જેવા તમે પોતાને કૃષ્ણની સેવામાં સંલગ્ન કરો, તો તમે કૃષ્ણથી અભિન્ન છો. તે ભગવદ-ગીતામાં વ્યક્ત છે: મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન ય: સેવતે. આ શબ્દ, સેવતે. સ ગુણાન સમતિત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે (ભ.ગી. ૧૪.૨૬). "જે પણ ગંભીરતાથી પોતાને મારી સેવામાં સંલગ્ન કરે છે, તરત જ તે ભૌતિક ગુણોથી પરે થઈને તે બ્રહ્મના સ્તર ઉપર આવે છે." બ્રહ્મ-ભૂયાય-કલ્પતે. તો જ્યારે તમે તમારી શક્તિનો પ્રયોગ કૃષ્ણની સેવામાં કરો છો, તમે એવું ના વિચારો કે તમારી ભૌતિક શક્તિ છે. ના. જેમ કે આ ફળ. આ ફળ, કોઈ વિચારી શકે છે, "આ પ્રસાદ શું છે? આ ફળની ખરીદી થઈ છે, અમે પણ ઘરમાં ફળ ખાઈએ છીએ, અને તે પ્રસાદ છે?" ના. કારણકે તે કૃષ્ણને અર્પિત છે, તરત જ તે ભૌતિક નથી રહેતું. તેનું પરિણામ? તમે કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરો છો અને તમે પોતે જુઓ છો કે તમે કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતે પ્રગતિ કરો છો. જેમ કે જો ડોક્ટર તમને કોઈ દવા આપે છે અને જો તમે પોતે તેના દ્વારા ઠીક થાવો છો, તે દવાનો પ્રભાવ છે. બીજુ ઉદાહરણ છે કે કેવી રીતે ભૌતિક વસ્તુઓ આધ્યાત્મિક બની જાય છે. એક ખૂબ સારું ઉદાહરણ. જેમ કે જો તમે ઘણી માત્રામાં દૂધ પીધું છે. તો તમારા પેટમાં કોઈ ગડબડ છે. તમે કોઈ ડોક્ટરની પાસે જાઓ છો. ઓછામાં ઓછું, વૈદિક પદ્ધતિના અનુસાર..., તે તમને એક એવું પદાર્થ આપશે જેને દહીં કેહવામાં આવે છે. તે દૂધનો પદાર્થ છે. તે દહીં થોડીક દવા સાથે તમારી સારવાર કરશે. હવે તમારો રોગ દૂધ દ્વારા થયો હતો, અને તે દૂધ દ્વારા જ નિવારણ થાય છે. કેમ? તે ડોક્ટર દ્વારા નિર્દિષ્ટ છે. તેવી જ રીતે, બધું... ઊંચી દ્રષ્ટિમાં જડ પદાર્થનું કોઈ અસ્તિત્વ નથી; તે માત્ર ભ્રમ છે. જેમ કે આજે સવારે મેં સૂર્ય અને ધુમ્મસનું ઉદાહરણ આપ્યું હતું. ધુમ્મસ હતું; સૂર્યને જોઈ ન હતા શકતા. મૂર્ખ વ્યક્તિ કહેશે કે "કોઈ સૂર્ય નથી. તે માત્ર ધુમ્મસ છે." પણ બુદ્ધિમાન વ્યક્તિ કહેશે કે "સૂર્ય છે, પણ ધુમ્મસે આપણી આંખોને ઘેરી લીધી છે. આપણે સૂર્યને જોઈ નથી શકતા." તેવી જ રીતે, વાસ્તવમાં, બધું કૃષ્ણની શક્તિ હોવાથી, કઈ પણ ભૌતિક નથી. માત્ર, આપણી આ માનસકિતા કે આપણે પ્રભુત્વ કરવું છે, તે મિથ્યા છે, ભ્રમ છે. તે કૃષ્ણ સાથે આપણા સંબંધને ઢાંકે છે. જેનાથી તમે ધીમે ધીમે સમજશો. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદ: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). જેમ જેમ તમે આ સેવા ભાવમાં પ્રગતિ કરશો, બધું સ્પષ્ટ થઈ જશે, કેવી રીતે તમારી શક્તિ આધ્યાત્મિક બની ગઈ છે.