GU/Prabhupada 0264 - માયા પણ કૃષ્ણની સેવા કરે છે, પણ તેને કોઈ ધન્યવાદ નથી
Lecture -- Seattle, September 27, 1968
તમાલ કૃષ્ણ: શું માયા એક શુદ્ધ ભક્ત છે? માયા.
પ્રભુપાદ: શુદ્ધ ભક્ત, ના, તે માયાની અંતર્ગત નથી.
તમાલ કૃષ્ણ: ના, ના. શું માયા, માયાદેવી એક શુદ્ધ ભક્ત છે?
પ્રભુપાદ: હા,અવશ્ય. શું પોલીસ દળ, તે સરકારના સાચા સેવકો નથી? શું તેનો અર્થ છે કે જો પોલીસ તમને કષ્ટ આપશે તો, તેમને સરકારી સેવામાંથી કાઢી મૂકવામાં આવશે? તેમનું કાર્ય ધન્યવાદ વગરનું કાર્ય છે, બસ. તેવી જ રીતે, માયા પણ કૃષ્ણની સેવા કરે છે, પણ તેમાં કોઈ ધન્યવાદ નથી. તે અંતર છે. તેમણે એક ધન્યવાદ-રહિત કાર્ય લીધું છે તેવા લોકોને કષ્ટ આપવા માટે જે નિરીશ્વરવાદી છે, બસ. તો માયા જેમ તે છે, એવું નથી કે તે કૃષ્ણના સંપર્કથી બહાર છે. વૈષ્ણવી. ચંડી, માયાની પુસ્તકમાં, તે કહેલું છે કે "વૈષ્ણવી." માયાને વૈષ્ણવીના રૂપે વર્ણન કરવામાં આવેલી છે. જેમ કે એક શુદ્ધ ભક્તને વૈષ્ણવના નામે વર્ણન કરવામાં આવે છે, તેને પણ ત્યાં વૈષ્ણવીના નામે વર્ણન કરવામાં આવે છે.
વિષ્ણુજન: તમે બધુ આટલું સરળ કેવી રીતે બનાવો છો કે તે બહુ જ સરળતાથી સમજાઈ જાય?
પ્રભુપાદ: કારણકે સંપૂર્ણ સિદ્ધાંત એટલો સરળ છે. ભગવાન મહાન છે; તમે મહાન નથી. દાવો ના કરો કે તમે ભગવાન છો. દાવો ના કરો કે તમે ભગવાન છો. ભગવાન છે, અને તેઓ મહાન છે, અને આપણે નાના છીએ. ત્યારે તમારી સ્થિતિ શું છે? તમારે કૃષ્ણની સેવા કરવાની છે. આ સરળ સત્ય છે. તો આ બળવાખોર ભાવને માયા કહેવાય છે. જે પણ ઘોષિત કરે છે કે "ભગવાન નથી. ભગવાન મારી ગયા છે. હું ભગવાન છું, તમે ભગવાન છો," તે બધા માયાના વશમાં છે. પિશાચી પાઇલે યેન મતિ-છન્ન હય. જેમ કે જ્યારે કોઈ માણસ ભૂત-ગ્રસ્ત છે, ત્યારે તે બધા પ્રકારનું બકવાસ કરે છે. તો આ બધા વ્યક્તિઓ માયા દ્વારા ગ્રસ્ત છે, અને તેથી તેઓ કહે છે, "ભગવાન મરી ગયા છે. હું ભગવાન છું. તમે ભગવાનને કેમ બધી જગ્યાએ શોધી રહ્યા છો? કેટલા બધા ભગવાનો શેરીઓમાં ભટકી રહ્યા છે." તે બધા ભૂત-ગ્રસ્ત છે, પાગલ છે. તો આપણે તેમનો આ દિવ્ય ધ્વનિ, હરે કૃષ્ણ, દ્વારા ઉપચાર કરવો પડે. તે જ ઉપચારની વિધિ છે. માત્ર તેમને સાંભળવા દો અને ધીમે ધીમે તેઓ ઠીક થઈ જશે. જેમ કે કોઈ માણસ જે ખૂબ ગાઢ નિદ્રામાં છે, અને તમે તેના કાનની બાજુમાં જોરથી રડો ત્યારે તે જાગી જાશે. તો આ મંત્ર છે આ ઊંઘતા માનવ સમાજને જગાડવા માટે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરણ નિબોધત. વેદો કહે છે, "ઓ માનવ સમાજ, કૃપા કરીને ઉઠી જાવો. હવે વધારે ઊંઘો નહીં. તમારી પાસે આ મનુષ્ય જીવનની તક છે. તેનો ઉપયોગ કરો. આ માયાના વશથી બહાર આવો." આ વેદોની ઘોષણા છે. તો તમે તે કાર્ય કરો છો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણનો જાપ કરો અને તેઓ...
ભક્તો: હરે કૃષ્ણ!
પ્રભુપાદ: હા?
જય-ગોપાલ: શું ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ભૌતિક દ્રષ્ટિમાં તે સત્યનું વિકૃત પ્રતિબિંબ છે....
પ્રભુપાદ: હા, ભૂતકાળ, વર્તમાન કાળ, અને ભવિષ્ય કાળ વિવિધ પ્રકારની સાપેક્ષતાના કારણે છે. તે એક વૈજ્ઞાનિક સાબિતી છે. પ્રોફેસર આઈન્સ્ટાઈને તે સાબિત કર્યું છે. જેમ કે તમારો ભૂતકાળ બ્રહ્માનો ભૂતકાળ નથી. તમારો વર્તમાન કાળ કીડીનો વર્તમાન નથી. તો ભૂત, વર્તમાન, ભવિષ્ય - કાળ શાશ્વત છે. તે શરીરના વિવિધ પ્રકારની સાપેક્ષ લંબાઈના અનુસાર છે. કાળ શાશ્વત છે. જેમ કે એક નાનકડી કીડી. ચોવીસ કલાકમાં, ચોવીસ વાર તેને ભૂતકાળ, વર્તમાનકાળ, અને ભવિષ્ય કાળ છે. સ્પુટનિકમાં, રશિયન સ્પુટનિકમાં, આ પૃથ્વીના ગોળાની એક કલાક અને પચીસ મિનટમાં, કે તેટલા સમયમાં પ્રદક્ષિણા કરી. તેઓ, મારા કહેવાનો અર્થ છે કે, પૃથ્વીની ગોળ ગોળ પચીસ વાર ગયા હતા. તેનો અર્થ છે કે એક કલાક અને પચીસ મિનટમાં, સ્પુટનિક વ્યક્તિએ પચીસ વાર દિવસ અને રાત જોયા હતા. તો ઊંચા વાતાવરણમાં ભૂતકાળ અને વર્તમાનકાળમાં અંતર છે. તો આ ભૂત, વર્તમાન અને ભવિષ્ય તમારા શરીરની સાપેક્ષમાં છે, પરિસ્થિતિઓને અનુસાર. વાસ્તવમાં કોઈ ભૂત, વર્તમાન અને ભવિષ્ય નથી. બધું શાશ્વત છે. તમે શાશ્વત છો, નિત્યો શાશ્વતો અયમ ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). તમે મરતા નથી. તેથી.... લોકોને ખબર નથી કે તેઓ શાશ્વત છે. મારું શાશ્વત કાર્ય શું છે? મારું શાશ્વત જીવન શું છે? તેઓ માત્ર તે ક્ષણના જીવન દ્વારા આકૃષ્ટ છે: "હું અમેરિકી છું," "હું ભારતીય છું," "હું આ છું," "હું તે છું." બસ. તે અજ્ઞાન છે. તો વ્યક્તિએ તેની કૃષ્ણ સાથેની શાશ્વત પ્રવૃત્તિને શોધવી જોઈએ. ત્યારે તે સુખી થશે. આપનો ધન્યવાદ.