GU/Prabhupada 0286 - શુદ્ધ પ્રેમનું પ્રતિબિંબ જે તમારી અને કૃષ્ણ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે



Lecture -- Seattle, September 30, 1968

તો કોઈ મુશ્કેલી નથી. હકીકત છે કે આપણે શીખવું જોઈએ કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો. તો માર્ગદર્શન આપેલું છે અને પદ્ધતિ પણ છે, અને અમે તમારી સેવા જેટલી થઈ શકે તેટલો પ્રયાસ કરીએ છીએ. અમે અમારા છોકરાઓને શેરીએ શેરીએ મોકલીએ છીએ તમને આમંત્રિત કરવા માટે. અને જો તમે કૃપા કરીને આ અવસરને લેશો, તો તમારું જીવન સફળ બનશે. પ્રેમા પુમ-અર્થો મહાન. કારણકે આ મનુષ્ય જીવન ભગવત-પ્રેમને વિકસિત કરવા માટે છે. કારણકે બીજા બધા જીવનોમાં,આપણે પ્રેમ કર્યો છે, આપણે પ્રેમ કર્યો છે. આપણે આપણા છોકરાઓને પ્રેમ કર્યો છે, આપણે આપણા પત્નીને પ્રેમ કર્યો છે, પક્ષીના જીવનમાં આપણે આપણા ઘોસલાને પ્રેમ કર્યો છે, પશુના જીવનમાં. પ્રેમ છે. કોઈ પશુને કે પક્ષીને શીખવાડવાની કોઈ જરૂર નથી કેવી રીતે બાળકોને પ્રેમ કરવો. કોઈ જરૂર નથી, કારણકે તે સ્વાભાવિક છે. તમારા ઘરને પ્રેમ કરવો, તમારા દેશને પ્રેમ કરવો, તમારા પતિને પ્રેમ કરવો, તમારા બાળકોને પ્રેમ કરવો, તમારા પત્નીને પ્રેમ કરવો, અને તે રીતે, આ બધો પ્રેમ, ઓછું વત્તુ તે પશુઓના રાજ્યમાં પણ છે. પણ તે પ્રકારનો પ્રેમ તમને સુખ નહીં આપે. તમે નિરાશ થઈ જશો કારણકે આ શરીર જ અશાશ્વત છે. તેથી આ બધા પ્રેમ-વ્યવહારો પણ અસ્થાયી છે અને શુદ્ધ નથી. તે માત્ર એક વિકૃત પ્રતિબિંબ છે તે શુદ્ધ પ્રેમનો જે તમારા અને કૃષ્ણની વચ્ચે છે. તો જો તમને ખરેખર શાંતિ જોઈએ છે, જો તમને ખરેખર સંતુષ્ટિ જોઈએ છે, જો તમારે ભ્રમિત નથી થવું, તો કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયાસ કરો. આ સ્પષ્ટ કાર્યક્રમ છે. પછી તમારું જીવન સફળ થાશે.

આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન કોઈ એવું નિર્માણ નથી લોકોને પથભ્રમિત કરીને છેતરવા માટે. તે સૌથી અધિકૃત આંદોલન છે. વૈદિક સાહિત્ય, ભગવદ ગીતા, શ્રીમદ ભાગવતમ, વેદાંત સૂત્ર, પુરાણો, અને કેટલા બધા સાધુ પુરુષોએ આ પદ્ધતિને અપનાવી છે. અને સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે ભગવાન શ્રી ચૈતન્ય. તમે તેમનું ચિત્ર જુઓ, તે નૃત્ય કરવાના ભાવમાં છે. તો તમારે આ કલા શીખવી જોઈએ, અને ત્યારે તમારું જીવન સફળ બનશે. તમે કોઈ કૃત્રિમ વસ્તુનો અભ્યાસ નથી કરવાનો અને તર્ક વિતર્ક કરીને તમારા મગજને કષ્ટ નથી આપવાનો... તમારી પાસે તે ગુણ છે બીજાને પ્રેમ કરવો. તે સ્વાભાવિક છે, પ્રાકૃતિક છે. માત્ર આપણે તે પ્રેમને ખોટી જગ્યાએ સમર્પિત કરીએ છીએ અને તેથી આપણે નિરાશ થઈએ છીએ. નિરાશ. ભ્રમિત. તો જો તમારે ભ્રમિત નથી થવું, જો તમારે નિરાશ નથી થવું, તો કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયાસ કરો, અને તમને પોતાને લાગશે, તમે કેવી રીતે શાંતિથી, સુખથી આગળ વધો છો. તમને જે પણ જોઈએ છે, તે બધામાં.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.