GU/Prabhupada 0287 - તમારી યાદશક્તિને, કૃષ્ણપ્રેમને પુનર્જીવિત કરોLecture -- Seattle, September 30, 1968

પ્રભુપાદ: કોઈ પ્રશ્ન?

મધુદ્વિષઃ: પ્રભુપાદ? શું તે ઠીક છે જો અમે શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતાના પછી વાંચીએ જ્યારે તે (ભગવદ ગીતા) બહાર પડે? કે પછી અમે અમારો સંપૂર્ણ સમય શ્રીમદ ભગવદ ગીતા તેના મૂળ રૂપેને વાંચવામાં વીંટાડી દીયે, અને પછી અમે..., અને પછી ત્યાંથી પ્રગતિ કરીએ, કે પછી અમે શ્રીમદ ભાગવતમના અધ્યયનને જારી રાખીએ?

પ્રભુપાદ: ના. તમારે ભગવદ ગીતા તેના મૂળ રૂપે વાંચવી જોઈએ. આ માત્ર પ્રાથમિક વિભાજન છે. આધ્યાત્મિક સ્તર ઉપર, બધું પૂર્ણ છે. જો તમે ભગવદ ગીતા વાંચશો, તમને તે જ સંદેશ મળશે જે તમને શ્રીમદ ભાગવતમમાં મળશે. તેવું નથી કે કારણકે તમે શ્રીમદ ભાગવતમ વાંચો છો તેથી તમારે ભગવદ ગીતાને વાંચવાની જરૂર નથી. તે તેવું નથી. તમે આ બધા સાહિત્યોને વાંચો અને હરે કૃષ્ણનો જપ કરો, નિયમોનું પાલન કરીને સુખી રહો. આપણો કાર્યક્રમ ખૂબજ સુખદ કાર્યક્રમ છે. આપણે જપ કરીએ છીએ, આપણે નાચીએ છીએ, આપણે કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, આપણે કૃષ્ણના સુંદર ચિત્રો દોરીએ છીએ અને તેમને સારી રીતે સજાવીએ છીએ, અને આપણે તત્વજ્ઞાનને વાંચીએ છીએ. તો તમારે વધારે શું જોઈએ છીએ? (હાસ્ય)

જાહનવા: કેમ અને કેવી રીતે અમે કૃષ્ણ વિષે અમારી મૂળ પ્રેમની ચેતનાને ભૂલી ગયા છીએ?

પ્રભુપાદ: હમ?

તમાલ કૃષ્ણ: કેમ અને કેવી રીતે... કેમ અને કેવી રીતે અમે કૃષ્ણના પ્રેમને શરૂઆતમાં ભૂલી ગયા છીએ? જાહનવા: ના, પ્રેમ નહીં. માત્ર તે પ્રેમની જાગૃતિ, કૃષ્ણ પ્રતિ આપણો સાચો પ્રેમ.

પ્રભુપાદ: આપણી જાગૃતિ છે. તમે કોઈને પ્રેમ કરો છો. પણ તમે કૃષ્ણને પ્રેમ કરવા માટે છો, તે તમે ભૂલી ગયા છો. તો ભૂલવું તે પણ આપણો સ્વભાવ છે. ક્યારેક આપણે ભૂલી જઈએ છીએ. અને વિશેષ કરીને કારણકે આપણે ખૂબજ નાનકડા, તુચ્છ છીએ, તેથી હું કાલે રાત્રે આ જ સમયે શું કરતો હતો તે પણ સરખી રીતે યાદ નથી રાખી શકતો. તો ભૂલવું તે આપણા માટે અસ્વાભાવિક નથી. અને ફરીથી, જો કોઈ આપણી સ્મૃતિને પુન:સ્થાપિત કરે છે, તેને સ્વીકાર કરવું, તે પણ કૃત્રિમ નથી. તો આપણા પ્રેમ કરવાની વ્યક્તિ કૃષ્ણ છે. કોઈ ન કોઈ રીતે, આપણે તેમને ભૂલી ગયા છીએ. આપણે ઇતિહાસમાં શોધતા નથી કે ક્યારે આપણે ભૂલી ગયા છીએ. તે વ્યર્થનો પરિશ્રમ છે. પણ આપણે ભૂલી ગયા છીએ, તે વસ્તુ છે. હવે તેને પુન:ઉદય કરો. અહીં તમને યાદ અપાવવામાં આવે છે. તો આ તકનો લાભ લો. ઇતિહાસને જાણવાનો પ્રયાસ ન કરો, કેમ તમે ભૂલી ગયા છો, અને કયો દિવસ હતો જ્યારે તમે ભૂલી ગયા છો? જો તમે જાણી પણ લો, તો શું મતલબ છે? તમે ભૂલી ગયા છો. સ્વીકાર કરો. જેમ કે જો તમે કોઈ ડોક્ટર પાસે જાઓ, તે ક્યારેય પણ તમને પૂછશે નહીં કે કેવી રીતે તમને આ રોગ થયો છે, આ રોગનો ઇતિહાસ શું છે, કયા સમયે, કે કયા દિવસે તમને આ રોગ થયો.

ના. તે માત્ર તમારી નાડી જુએ છે અને જુએ છે કે તમને કોઈક રોગ થયો છે અને તમને દવા આપે છે: "હા. તમે લઇ લો." તેવી જ રીતે, આપણે કષ્ટ ભોગવીએ છીએ. તે હકીકત છે. કોઈ પણ તેને નકારી ના શકે. કેમ તમે કષ્ટ અનુભવ કરો છો? કૃષ્ણને ભૂલી જવાના કારણે. બસ. હવે તમે કૃષ્ણનું સ્મરણ ફરીથી ઉદય કરો, તમે સુખી બની જશો. બસ. ખૂબજ સરળ વસ્તુ. હવે તમે ઇતિહાસને શોધવા ના નીકળો કે ક્યારે તમે ભૂલી ગયા. તમે ભૂલી ગયા છો, તે વાસ્તવિકતા છે, કારણકે તમે દુઃખ અનુભવ કરો છો. હવે અહીં એક મોકો છે, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તમારૂ સ્મરણ ફરીથી જાગૃત કરો, કૃષ્ણ પ્રતિ પ્રેમને. સરળ વસ્તુ. હરે કૃષ્ણ જપ કરો, નાચો, અને કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરો. અને જો તમે શિક્ષિત નથી, અભણ છો, તો તમે શ્રવણ કરો. જેમ કે તમને એક પ્રાકૃતિક પુરસ્કાર મળ્યો છે, કાન. તમને એક પ્રાકૃતિક જીભ મળી છે. તો તમે હરે કૃષ્ણ જપ કરી શકો અને તમે ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમનું શ્રાવણ કરી શકો તે વ્યક્તિઓ પાસેથી જે જ્ઞાનમાં છે. તો કોઈ વિઘ્ન નથી. કોઈ પણ વિઘ્ન નથી. તેને કોઈ પણ પ્રાથમિક યોગ્યતાની જરૂર નથી. માત્ર તમારે જે પણ તમારી પાસે સંપત્તિ છે તેનો સદુપયોગ કરવો પડે. બસ. તમારે સમ્મત થવું જ પડે. તેની જરૂર છે. "હા, હું કૃષ્ણ ભાવનામૃતને અપનાવીશ." તે તમારા ઉપર નિર્ભર છે કારણકે તમે સ્વતંત્ર છો. જો તમે સહમત નથી, "ના. કેમ હું કૃષ્ણનો સ્વીકાર કરું?" કોઈ પણ તમને આપી ના શકે. પણ જો તમે સહમત છો, અહીં જ છે, ખૂબજ સરળ. સ્વીકાર કરો.