GU/Prabhupada 0290 - જ્યારે તમારી કામવાસના પરિપૂર્ણ નથી થતી ત્યારે તમે ક્રોધિત થાઓ છો



Lecture -- Seattle, September 30, 1968

ઉપેન્દ્ર: પ્રભુપાદ, ક્રોધનો સ્વભાવ શું છે? કેવી રીતે ક્રોધ...

પ્રભુપાદ: ક્રોધ એટલે કે કામ. જ્યારે તમે કામુક બનો છો અને તમારી કામના પૂરી નથી થતી ત્યારે ક્રોધ આવે છે. બસ. તે કામનું બીજુ સ્વરૂપ છે. કામ એષ ક્રોધ એષ રાજો ગુણ સમુદ્ભવઃ (ભ.ગી. ૩.૩૭). જ્યારે તમે રજો ગુણ દ્વારા ખૂબજ પ્રભાવિત થાઓ છો, ત્યારે તમે કામુક બનો છો. અને જ્યારે તમારી કામના પૂરી નથી થતી, ત્યારે તમે ક્રોધી બનો છો, આગળનું પગલું. અને આગળના કદમ ઉપર સંમોહઃ છે. અને આગળના કદમ ઉપર પ્રણશ્યતિ છે, પછી તમે ખોવાઈ જાઓ છો. તેથી વ્યક્તિએ આ કામ અને ક્રોધને નિયંત્રણમાં કરવા જોઈએ. તે નિયંત્રણ કરવું એટલે તમારે પોતાને સત્વ ગુણમાં રાખવા પડે, રજો અને તમો ગુણમાં નહીં. ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો છે: તમો ગુણ, રજો ગુણ અને સત્ત્વ ગુણ. તેથી જો કોઈ પણ વ્યક્તિને ભગવાનના વિજ્ઞાનને જાણવું છે, ત્યારે તેણે પોતાને સત્ત્વ ગુણમાં રાખવો જોઈએ. નહિતો તે નથી જાણી શકતો. તેથી અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષા આપીએ છીએ, "તમે આમ ન કરો, તમે આમ ન કરો, તમે આમ ન કરો, તમે આમ ન કરો," કારણકે વ્યક્તિએ પોતાને સત્ત્વ ગુણમાં રાખવો જોઈએ. નહિતો તે સમજી નહીં શકે. કૃષ્ણ ભાવનામૃત રજસ અને તમસના સ્તર ઉપર સમજી ન શકાય. આખી દુનિયા રજસ અને તમસના પ્રભાવને આધીન છે. પણ આ વિધિ એટલી સરળ છે કે તમે માત્ર ચાર નિયમોનું પાલન કરો અને હરે કૃષ્ણનો જપ કરો, તરત જ તમે ભૌતિક પ્રકૃતિના બધા ગુણોને પાર કરો છો. તો ક્રોધ રજોગુણના સ્તર ઉપર છે.