GU/Prabhupada 0289 - જે કોઈ ભગવાનના સામ્રાજ્યમાથી આવે છે, તે એક સમાન છે
Lecture -- Seattle, September 30, 1968
પ્રભુપાદ: હા?
સ્ત્રી: શું રામનો અર્થ અને જીસસનો અર્થ એક જ છે?
ભક્ત: "શું રામનો અર્થ, જીસસનો પર્યાય છે."
પ્રભુપાદ: પર્યાય... પૂરી રીતે પર્યાય નથી, પણ એક જેવા છે. પર્યાય ના કહી શકાય, પણ એક જેવા છે.
સ્ત્રી: ઓહ, એક જેવા છે.
પ્રભુપાદ: હા. નિરપેક્ષ સ્તર ઉપર બધા એક જેવા છે. આ સાપેક્ષ જગતમાં પણ. જેમ કે તમે કઈ પણ લો, તે ભૌતિક છે. તો ભૌતિક પહેચાન. તેવી જ રીતે, આધ્યાત્મિક જગતમાં બધું જ આધ્યાત્મિક છે. તો આધ્યાત્મિક જગતમાં, ભગવાન અને ભગવાનનો પુત્ર કે ભગવાનનો મિત્ર કે ભગવાનનો પ્રેમી, કોઈ પણ, તે.. તે બધા એક જ સ્તર ઉપર છે, આધ્યાત્મિક. તેથી તેઓ એક જેવા છે.
સ્ત્રી: પણ શું રામ તે વ્યક્તિને નથી દર્શાવતા જે ભારતમાં કે..., મને ખબર નથી...અને ખ્રિસ્તે યુરોપમાં જન્મ લીધો? બે જુદા વ્યક્તિ પણ છતાં એક જ, એક જ...
પ્રભુપાદ: હા. સૂર્ય રોજ ભારતમાં પણ જન્મ લે છે, યુરોપમાં પણ જન્મ લે છે, અમેરિકામાં પણ જન્મ લે છે. શું તેનો અર્થ છે કે તે ભારતીય છે કે અમેરિકી છે કે ચીની છે?
સ્ત્રી: ના, મારા કહેવાનો અર્થ તે નથી.
પ્રભુપાદ: તો? તેથી તેમ કહેવાયું છે. જ્યારે... તે આપણું સીમિત જ્ઞાન છે. આપણને તે રીતે શીખવાડવામાં આવેલું છે, કે ભગવાન મહાન છે. જેમ કે સૂર્ય મહાન છે; તેથી સૂર્ય ભારતમાં કે અમેરિકામાં કે ચીનમાં, બધી જગ્યાએ દેખાય છે, દુનિયાના કોઈ પણ ભાગમાં, જગતના કોઈ પણ ભાગમાં, સૂર્ય એક જ છે. કોઈ પણ તેમ નથી કહી શકતું, "ઓહ, તે અમેરિકી સૂર્ય છે" કે "તે ભારતીય સૂર્ય છે." તો જીસસ ખ્રિસ્ત કે રામ કે કૃષ્ણ, જે પણ ભગવાનના ધામથી આવે છે, તે એક જ છે. કોઈ અંતર નથી. પણ અંતર છે, જેમ કે તમારા દેશમાં સૂર્યનું તાપમાન ઓછું છે, અને એક ઉષ્ણકટિબંધવાળા દેશમાં સૂર્યનું તાપમાન ખૂબ જ વધારે છે. શું તેનો અર્થ છે કે સૂર્યનું તાપમાન બદલાઈ ગયું છે? તે સ્વીકૃતિની શક્તિના પ્રમાણે છે. આ દેશનું વાતાવરણ એટલું ભારી છે કે તમને સૂર્ય-કિરણો પણ ઠીક રીતે પ્રાપ્ત નથી થતાં, પણ સૂર્ય કિરણો તેમના કિરણો બધી જગ્યાએ વિતરિત કરે છે. તેવી જ રીતે, દેશ, કાળ, ગ્રહના અનુસાર, ભગવાન વિવિધ રીતે પ્રકટ થાય છે, પણ તેઓ જુદા નથી. તમે તમારા શરીરને શિયાળાના કપડાં સાથે ઢાંકો છો. તે જ સમયે, ભારતમાં ટેલિગ્રાફ કરો, ઓહ તેઓ પંખો ચલાવે છે. કેમ તાપમાન અલગ છે? તેથી જે પણ ભગવાન ઈશુ ખ્રિસ્ત કહે છે, કે જે પણ કૃષ્ણ કહે છે, અથવા જે પણ રામ કહે છે, તે દેશ, કાળ, પાત્ર, વાતાવરણના હિસાબે છે. અંતર છે. જે વાત હું છોકરાને સમજાવવા માટે કહું છું, તે જ વાત હું પિતાને નથી કહી શકતો. અથવા એક બાળક મૈથુન જીવન વિશે સમજી નથી શકતો, પણ એક યુવાન માણસ સમજી શકે છે. તે જ બાળક જ્યારે તે મોટો થાય છે, તે જાણશે. તો તમે ન વિચારતા કે બધા લોકો બધું સમજી શકશે. તો બાઇબલ અમુક પરિસ્થિતિમાં કહેવામા આવ્યું હતું, ભગવદ ગીતા અમુક પરિસ્થિતિમાં કહેવામા આવી હતી. તે પરિસ્થિતિઓનું અંતર છે. નહિતો, સિદ્ધાંત એક જ છે. બાઇબલમાં પણ કહેવાય છે, "ભગવાનને પ્રેમ કરો," અને ભગવદ ગીતા પણ કહે છે, "ભગવાનને પ્રેમ કરો." કોઈ અંતર નથી.