GU/Prabhupada 0295 - એક જીવ બીજા બધાજ જીવોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે



Lecture -- Seattle, October 4, 1968

આ જીવન, મનુષ્ય જીવન.. આપણી પાસે છે... બીજા જીવનોમાં આપણે પૂરી હદ સુધી ઇન્દ્રિય તૃપ્તિ કરી છે. આ માનવ જીવનમાં આપણે શું આનંદ કરી શકીએ છીએ? બીજા જીવનોમાં... અવશ્ય, ડાર્વિનના સિદ્ધાંતના અનુસાર, આ મનુષ્ય જીવન પહેલા વાંદરાનું જીવન હતું. તો વાંદરો... તમને કોઈ અનુભવ નથી. ભારતમાં અમને અનુભવ છે. દરેક વાંદરાની પાસે ઓછામાં ઓછી સો વાંદરીઓ હોય છે. સો, એકસો. તો આપણે શું આનંદ કરી શકીએ? દરેકની પાસે પોતપોતાનું દળ હોય છે, અને દરેક દળમાં, એક વાંદરાને પચાસ, સાઠ, પચીસ કરતા ઓછી નહીં. તો એક ભૂંડનું જીવન, તેની પાસે પણ ડઝનો... અને તેમને કોઈ ભેદભાવ નથી, "કોણ મારી માતા છે, કોણ મારી બહેન છે, કોણ મારૂ સગું છે." તમે જોયું? તો તેઓ ભોગ કરે છે. તો શું તમે કેહવા માગો છો કે માનવ જીવન તે માટે છે - વાંદરા અને ભૂંડ અને બિલાડીઓ અને કુતરાઓની જેમ? શું તે જીવનની સિદ્ધિ છે, ઇન્દ્રિય તૃપ્તિને સંતુષ્ટ કરવું? ના. તે આપણે વિવિધ રૂપોમાં ભોગ કર્યો જ છે. હવે? વેદાંત કહે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ જીવન બ્રહ્મ વિષે જિજ્ઞાસા કરીને જાણવા માટે છે. તે બ્રહ્મ શું છે? ઈશ્વર: પરમ: બ્રહ્મ અથવા પરમ, ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). અને કૃષ્ણ પર-બ્રહ્મ છે. બ્રહ્મ, આપણે બધા બ્રહ્મ છીએ, પણ તેઓ પર બ્રહ્મ છે, પરમ બ્રહ્મ. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). જેમ કે તમે બધા અમેરિકનો છો, પણ તમારા રાષ્ટ્રપતિ જોહન્સન સર્વોચ્ચ અમેરિકન છે. તે સ્વાભાવિક છે. વેદ કહે છે કે બધાના સર્વોચ્ચ ભગવાન છે. નિત્યો નિત્યનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). ભગવાન કોણ છે? તે સૌથી પૂર્ણ નિત્ય છે, તે સૌથી પૂર્ણ જીવ શક્તિ છે. તે ભગવાન છે. એકો બહુનામ યો વિદધાતિ કામાન.

એકો બહુનામ વિદધાતિ કામાન. તેનો અર્થ છે કે એક જીવ શક્તિ બીજા બધા જીવોની જરૂરીયાતો પૂર્ણ કરે છે. જેમ કે પરિવારમાં, પિતા પત્ની, બાળકો, સેવકની જરૂરિયાતો પૂર્ણ કરે છે - એક નાનકડું પરિવાર. તેવી જ રીતે, તમે વિસ્તાર કરો: સરકાર કે રાજા બધા નાગરિકોની જરૂરીયાતો પૂરી કરે છે. પણ બધુ અપૂર્ણ છે. બધુ અપૂર્ણ છે. તમે તમારા પરિવારને આપી શકો છો, તમે તમારા સમાજને આપી શકો છો, તમે તમારા દેશને આપી શકો છો, પણ તમે બધાને નથી આપી શકતા. પણ લાખો અને અરબો જીવ છે. કોણ તેમને ભોજન આપે છે? તમારા ઓરડામાં રહેલી લાખો અને હજારો કીડીઓને પોષણ કોણ પૂરું પાડે છે? કોણ ખોરાક આપે છે? જ્યારે તમે ગ્રીન સરોવરમાં જશો, ત્યાં હજારો બતકો છે. કોણ તેમનું ધ્યાન રાખે છે? પણ તેઓ જીવી રહ્યા છે. લાખો ચકલીઓ, પક્ષીઓ, પશુઓ, હાથીઓ છે. એક સમયે તે સો પાઉન્ડ ખાય છે. કોણ તેમને ખોરાક આપે છે? અહીં જ નહીં, પણ કેટલા લાખો અને અબજો બ્રહ્માંડો બધી જગ્યાએ છે. તે ભગવાન છે. નિત્યો નિત્યાનામ એકો બહુનામ યો વિદધાતી કામાન. બધા તેમના ઉપર આધારિત છે, અને તેઓ જ બધી જરૂરીયાતોને પૂર્ણ કરે છે. બધું પૂર્ણ છે. જેમ કે આ ગ્રહ ઉપર, બધું પૂર્ણ છે.

પુર્ણમ ઇદમ પૂર્ણમ અદ:
પૂર્ણતઃ પૂર્ણમ ઉદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમ આદાય
પૂર્ણમ એવાવશિષ્યતે
(ઇશો આહવાન)

દરેક ગ્રહ તેવી રીતે બનેલું છે, કે તે પોતાનામાં પૂર્ણ છે. ત્યાં જળ, સમુદ્ર અને સાગરમાં છે. તે જળ સૂર્યકિરણો દ્વારા લઇ લેવામાં આવે છે. અહીં જ નહીં, પણ બીજા ગ્રહોમાં પણ, તે જ પદ્ધતિ ચાલી રહી છે. તે વાદળમાં બદલાય છે, પછી સંપૂર્ણ જમીન ઉપર વિતરિત થાય છે, અને ત્યાં વનસ્પતિ, ફળ અને છોડ, બધું ઉગે છે. તો બધી પૂર્ણ વ્યવસ્થા છે. તે આપણે સમજવું પડે, કે કોણે આ સંપૂર્ણ વ્યવસ્થા બધી જગ્યાએ બનાવી છે. સૂર્ય તેના નિર્ધારિત સમય અનુસાર ઉદિત થાય છે, ચંદ્ર તેના નિર્ધારિત સમય અનુસાર ઉદિત થાય છે, ઋતુઓ તેમના નિર્ધારિત સમય અનુસાર બદલાય છે. તો તમે કેવી રીતે કહી શકો છો? વેદોમાં પ્રમાણ છે કે ભગવાન છે.