GU/Prabhupada 0296 - જો કે પ્રભુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા હતા, તેમણે તેમનો મત ક્યારેય ન હતો બદલ્યો



Lecture -- Seattle, October 4, 1968

વેદોમાં પ્રમાણ છે કે ભગવાન છે. દરેક શાસ્ત્રમાં, દરેક મહાન વ્યક્તિ, ભક્ત, ભગવાનના પ્રતિનિધિ... જેમ કે ભગવાન ઈશુ ખ્રિસ્ત, તેમણે ભગવાન વિશે જાણકારી આપી હતી. ભલે તેમને ક્રોસથી જડીને મારી નાખવામાં આવ્યા, તેમણે ક્યારેય પણ તેમનો મત બદલ્યો નહીં. તો આપણી પાસે પ્રમાણ છે, શાસ્ત્રોથી, વેદોથી, મહાન વ્યક્તિઓથી, છતાં, જો હું કહું કે, "ભગવાન મરી ગયા છે. કોઈ ભગવાન નથી," ત્યારે હું કેવા પ્રકારનો માણસ છું? આને કહેવાય છે અસુર. તેઓ ક્યારેય પણ વિશ્વાસ નહીં કરે. તેઓ ક્યારેય પણ વિશ્વાસ નહીં કરે. અસુરનું બિલકુલ વિરોધી છે બુધા. બુધા એટલે કે ખૂબજ બુદ્ધિશાળી, જ્ઞાની વ્યક્તિ. ચૈતન્ય ચરિતામૃતમાં તેથી કહેવાયુ છે કે, કૃષ્ણ યે ભજે સે બડા ચતુર. જે પણ કૃષ્ણ દ્વારા આકર્ષિત થાય છે અને તેમને પ્રેમ કરે છે.... ઉપાસના કરવી એટલે કે પ્રેમ કરવો. પેહલા તે ઉપાસના કરવી છે, પણ અંતમાં તે પ્રેમ છે. ઉપાસના કરવી.

તો ઈતિ મત્વા ભજન્તે મામ બુધા. જે પણ વ્યક્તિ બુદ્ધિશાળી છે, જ્ઞાની છે, જે જાણે છે કે કૃષ્ણ સર્વ કારણોના કારણ છે...

ઈશ્વર: પરમ: કૃષ્ણ:
સચ્ચિદાનંદ વિગ્રહ
અનાદિર આદીર ગોવિંદ
સર્વ કારણ કારણમ
(બ્ર.સં. ૫.૧)

સર્વ-કારણ: દરેક વસ્તુને તેનો હેતુ છે, તેનો હેતુ અને તેનું પરિણામ. તો તમે શોધતા જાઓ કે તેનું કારણ શું છે, આનું કારણ શું છે, આનું કારણ શું છે, ત્યારે તમને કૃષ્ણ મળશે. સર્વ-કારણ-કારણમ. અને વેદાંત કહે છે, જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧). તમે ના કહી શકો કે કોઈ વસ્તુ આપમેળે ફૂટી નીકળી છે. તે મૂર્ખતા છે. બધાની ઉત્પત્તિનો એક સ્ત્રોત છે. બધાનો. તે બુદ્ધિ છે. તેમ ન કહો... જેમ કે આધુનિક વિજ્ઞાન કહે છે, કે "એક ગઠ્ઠો હતો અને સૃષ્ટિની રચના થઈ - કદાચ." તે પણ "કદાચ," તમે જુઓ. તો આ પ્રકારનું જ્ઞાન વ્યર્થ છે. તમે સૌથી પેહલા શોધ કરો. જો હું વૈજ્ઞાનિકને પૂછું કે, "તે ગઠ્ઠાનું કારણ શું છે?" તેઓ જવાબ નથી આપી શકતા. તો તમે કારણ શોધો, અને તમને મળશે કે... જો હું શોધી ના શકું, તો મારે અનુસરણ કરવું જોઈએ... મહાજનો યેન ગતઃ સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આપણે અધિકૃત આચાર્યોનું અનુસરણ કરવું જોઈએ. જો તમે ખ્રિસ્ત છો, તમે બસ ઈશુ ખ્રિસ્તનું અનુસરણ કરો. તેઓ કહે છે, "ભગવાન છે." ત્યારે તમે સ્વીકાર કરો કે ભગવાન છે. તેઓ કહે છે કે "ભગવાને આ સૃષ્ટિની રચના કરી." તેમણે કહ્યું કે 'સૃષ્ટિ થવા દો,' અને સૃષ્ટિની રચના થઈ. તો અમે સ્વીકાર કરીએ છીએ, "હા. ભગવાને સૃષ્ટિની રચના કરી છે." અહીં પણ ભગવદ ગીતામાં ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, અહમ સર્વસ્ય પ્રભવો (ભ.ગી. ૧૦.૮), "હું સ્ત્રોત છું." તો ભગવાન સૃષ્ટિના સ્ત્રોત છે. સર્વ-કારણ-કારણમ (બ્ર.સં. ૫.૧). તેઓ સર્વ કારણોના કારણ છે.

તો આપણે મહાન વ્યક્તિઓના ઉદાહરણને ગ્રહણ કરવું જોઈએ, આપણે અધિકૃત વેદો અને ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, અને આપણે તેમના ઉદાહરણનું અનુસરણ કરવું જોઈએ. પછી કૃષ્ણ ભાવનામૃત કે ભાગવત-સાક્ષાત્કાર કે ભગવદ ભાવનામૃત મુશ્કેલ નથી. તે ખૂબજ સરળ છે. કોઈ પણ, મારા કહેવાનો અર્થ છે, કોઈ વિઘ્ન નથી તમારા ભગવાનને સમજવાના પથ પર. બધું છે. ભગવદ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે. તમે સ્વીકાર કરો, બાઇબલ છે, કુરાન છે, બધી જગ્યાએ. ભગવાન વગર, કોઈ પણ ગ્રંથ કે શાસ્ત્ર ના હોઈ શકે. હા, આજકાલ, તેઓ કેટલી બધી વસ્તુઓ બનાવી રહ્યા છે. પણ કોઈ પણ માનવ સમાજમાં ભગવાનની ધારણા તો છે જ - સમયના અનુસાર, લોકોના અનુસાર, પણ તે ધારણા તો છે જ. પણ તમારે સમજવું પડશે, જિજ્ઞાસા. તેથી વેદાંત સૂત્ર કહે છે, કે તમે ભગવાનને જિજ્ઞાસા દ્વારા સમજવાનો પ્રયાસ કરો. આ જિજ્ઞાસા ખૂબજ મહત્વપૂર્ણ છે.