GU/Prabhupada 0297 - જે નિરપેક્ષ જ્ઞાનને સમજવા માટે આતુર છે - તેને અધ્યાત્મિક ગુરુની આવશ્યકતા છે



Lecture -- Seattle, October 4, 1968

આપણી પદ્ધતિમાં, આદૌ ગુર્વાશ્રયમ સદ ધર્મ પૃચ્છત. વ્યક્તિએ કોઈ પ્રામાણિક ગુરુ પાસે જવું જોઈએ અને તેમની પાસેથી જિજ્ઞાસા કરવી જોઈએ, સદ ધર્મ પૃચ્છત. તેવી જ રીતે, શ્રીમદ ભાગવતમમાં પણ કહેવાયેલું છે જિજ્ઞાસુ શ્રેય: ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). "જે વ્યક્તિને પરમ સત્ય જાણવાની જિજ્ઞાસા છે, તેને ગુરુની જરૂર છે." તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય: ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જિજ્ઞાસુ એટલે કે પ્રશ્ન પૂછનાર, જે જિજ્ઞાસા કરે છે.જિજ્ઞાસા સ્વાભાવિક છે. જેમ કે એક બાળક: તેના જીવનના વિકાસની સાથે તે માતા-પિતાને પૂછે છે, "પિતાજી, તે શું છે? માતા, તે શું છે? તે શું છે? તે શું છે?" તે સારું છે. એક બાળક, છોકરો, જે જિજ્ઞાસા કરે છે, તેનો અર્થ છે કે તે ખૂબજ બુદ્ધિશાળી છોકરો છે. તો આપણે બુદ્ધિશાળી હોવું જોઈએ અને પ્રશ્ન પૂછવા જોઈએ, જિજ્ઞાસા કરવી જોઈએ. બ્રહ્મ-જિજ્ઞાસા. આ જીવન બ્રહ્મ-જિજ્ઞાસા માટે છે, સમજવા માટે, ભગવાનના સંબંધમાં પ્રશ્નો પૂછવા માટે. ત્યારે જીવન સફળ છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અને જિજ્ઞાસા કરતા કરતા, જિજ્ઞાસા કરતા, સમજતા, સમજતા, ત્યારે અંતિમ સ્તર શું છે? તે ભગવદ્ ગીતામાં વ્યક્ત છે: બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે (ભ.ગી. ૭.૧૯). જિજ્ઞાસા કરતા કરતા કેટલા બધા જન્મો પછી, જ્યારે વ્યક્તિ વાસ્તવમાં બુદ્ધિશાળી બને છે, જ્ઞાનવાન વ્યક્તિ, ત્યારે શું થાય છે? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે: "તે મને શરણાગત થાય છે," કૃષ્ણ કહે છે. કેમ? વાસુદેવ: સર્વમ ઈતિ. તે સમજી જાય છે કે વાસુદેવ, કૃષ્ણ, સર્વ કારણોના કારણ છે. સ મહાત્મા સુ-દુર્લભ. પણ તે પ્રકારનો મહાન આત્મા ખૂબજ દુર્લભ છે, તેને સમજવા માટે. તેથી ચૈતન્ય-ચરિતામૃત કહે છે, સેઈ બડો ચતુર. તે ખૂબજ બુદ્ધિશાળી છે.

તો આ એક બુદ્ધિશાળી વ્યક્તિની પરિભાષા છે. તો જો આપણે બુદ્ધિશાળી બનવું છે, તો આપણે તે બુદ્ધિશાળી બનવાની વિધિને અપનાવી શકીએ છીએ. પણ જો બીજા બાજુ, જો આપણે વાસ્તવમાં બુદ્ધિશાળી છીએ, તો કેમ આ કૃષ્ણ ભાવનામૃતને તરત જ સ્વીકારીને બુદ્ધિશાળી ના બની જઈએ? વગર, કોઈ પદ્ધતિને લીધા વગર, તમે ગ્રહણ કરો... તે તમને સૌથી દયાળુ અવતાર, ભગવાન ચૈતન્ય, દ્વારા અર્પિત છે. તેઓ તમને આપે છે, કૃષ્ણ-પ્રેમ-પ્રદાયતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૩). તેઓ તમને કૃષ્ણનો પ્રેમ આપે છે. રૂપ ગોસ્વામી ભગવાન ચૈતન્યને પ્રણામ અર્પણ કરે છે, નમો મહા વદાન્યાય કૃષ્ણ-પ્રેમ પ્રદાયતે: "ઓ મારા પ્રિય ભગવાન ચૈતન્ય, તમે સૌથી દાનવીર છો, બધા અવતારોમાં ઉદાર છો. કેમ?" કારણકે તમે લોકોને સીધો કૃષ્ણ પ્રેમ પ્રદાન કરો છો. આ કૃષ્ણ-પ્રેમ જે વ્યક્તિને કેટલા બધા જન્મો પછી પણ પ્રાપ્ત ના થઈ શકે તે તમે સસ્તામાં આપી રહ્યા છો, 'તરત જ તેને ગ્રહણ કરો.' નમો મહા-વદાન્યાય કૃષ્ણ-પ્રેમ-પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ-ચૈતન્ય. તેઓ સમજી શક્યા હતા કે "તમે કૃષ્ણ છો"; નહિતો, તે કોઈના દ્વારા પણ સંભવ ન હતું કે કૃષ્ણ-પ્રેમ, કૃષ્ણનો પ્રેમ, આટલા સસ્તામાં આપી શકે. "તમે કૃષ્ણ છો. તમારી પાસે આ શક્તિ છે." અને વાસ્તવમાં એ તેમ જ છે. કૃષ્ણ જ્યારે સ્વયમ આવ્યા અને ભગવદ્ ગીતા શીખવાડી, ત્યારે તેઓ આ કૃષ્ણ પ્રેમને, કૃષ્ણ પ્રતિ પ્રેમને આપવામાં અસમર્થ થયા હતા. તેમણે માત્ર કહ્યું કે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). પણ લોકોએ તેની ગેરસમજ કરી હતી. તેથી કૃષ્ણ એક ભક્તના રૂપે આવ્યા અને કૃષ્ણ-પ્રેમ સામાન્ય લોકોને આપ્યો. તો અમારું તમને નિવેદન છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને અપનાવો, અને તમને લાગશે કે "મને હવે કઈ પણ વધારે નથી જોઈતું, કઈ પણ નહીં. હું સંતુષ્ટ છું. પૂર્ણ રીતે સંતુષ્ટ."

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.