GU/Prabhupada 0307 - ફક્ત કૃષ્ણ વિષે વિચારવું નહીં, પણ કૃષ્ણ માટે કામ પણ કરવું, કૃષ્ણ માટે અનુભવવું



Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: તમારા મને કહ્યું હતું, "ચાલો તે નવા ખુલેલા ઇસ્કોન સમાજમાં," તો તમારા પગ તમને અહીં લાવ્યા. તો મન... વિચારવું, અનુભવવું, નિશ્ચય કરવો તે મનના કાર્યો છે. તો મન વિચારે છે, અનુભવે છે, અને કાર્ય કરે છે. તો તમારે તમારા મનને માત્ર કૃષ્ણ વિશે વિચારવામાં જ લગાવવું જોઈએ નહીં, પણ કૃષ્ણ માટે કાર્ય પણ કરવું જોઈએ, કૃષ્ણ માટે અનુભવવું જોઈએ. તે પૂર્ણ ધ્યાન છે. તેને સમાધિ કહેવાય છે. ત્યારે તમારું મન બહાર નથી જઈ શકતું. તમે તમારા મનને એવી રીતે સંલગ્ન કરવું જોઈએ જેનાથી તમારું મન હંમેશા કૃષ્ણ વિશે વિચારશે, કૃષ્ણ માટે અનુભવે, કૃષ્ણ માટે કાર્ય કરે. તે પૂર્ણ ધ્યાન છે.

જુવાન માણસ (૨): તમે તમારી આંખો સાથે શું કરો છો? તમે તેને બંધ કરો છો?

પ્રભુપાદ: હા, આંખો ઈન્દ્રિયોમાંથી એક છે. મન મુખ્ય ઇન્દ્રિય છે, અને સેનાપતિની નીચે, વિશેષ કાર્યકર્તા કે અધિકારીઓ છે. તો આંખ, હાથ, પગ, જીભ, દસ ઇન્દ્રિયો, તે મનના નિર્દેશનના અંતર્ગત કાર્ય કરે છે. તો મન વ્યક્ત થાય છે, પ્રકટ થાય છે ઇન્દ્રિયો દ્વારા. તેથી જ્યા સુધી તમે તમારી ઇન્દ્રિયોને તે જ રીતે સંલગ્ન નહીં કરો જેમ તમારું મન વિચાર કરે છે, અનુભવે છે, અને ઈચ્છા કરે છે, કોઈ પૂર્ણતા નથી. વિચલન થશે. જો તમારું મન કૃષ્ણ વિશે વિચારે છે અને તમારી આંખો બીજું કઈક જુએ છે, ત્યારે વિચલન કે વિપરીત તત્ત્વ હશે. તેથી... સૌથી પેહલા તમારે તમારા મનને કૃષ્ણમાં લગાવવું જોઈએ, અને પછી બીજી બધા ઇન્દ્રિયો કૃષ્ણની સેવામાં લાગશે. તે ભક્તિ છે.

સર્વોપાધિ વિનિર્મુક્તમ
તત-પરત્વેન નિર્મલમ
ઋષિકેણ ઋષિકેશ
સેવનમ ભક્તિર ઉચ્યતે
(ચૈ.ચ. મધ્ય. ૧૯.૧૭૦)

ઋષિક, ઋષિક એટલે કે ઇન્દ્રિયો. જ્યારે તમે તમારી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં સંલગ્ન કરશો ત્યારે... કૃષ્ણને ઋષિકેશ કહેવાય છે, અથવા ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી, એટલે જરા સમજવાનો પ્રયાસ કરો. જેમ કે આ હાથ. આ હાથ બહુ સરસ રીતે કાર્ય કરે છે, પણ જો તે હાથ લક્વાગ્રસ્ત થઈ જાય અથવા કૃષ્ણ શક્તિને ખેંચી લે છે, ત્યારે તમારો હાથ વ્યર્થ છે. ત્યારે તમે તેને પાછો ઠીક નથી કરી શકતા. તમે તમારા હાથના માલિક નથી. તમે ખોટું વિચારો છો કે "હું મારા હાથનો માલિક છું." પણ વાસ્તવમાં, માલિક તમે નથી. માલિક તો કૃષ્ણ છે. તેથી જયારે તમારી ઇન્દ્રિયો ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં સંલગ્ન થશે, તેને ભક્તિ કહેવાય છે, ભક્તિમય સેવા. અત્યારે ઇન્દ્રિયો મારી ઉપાધિમાં સંલગ્ન છે. હું એમ વિચારું છું કે "આ શરીર મારી પત્નીની સંતુષ્ટિ માટે છે કે મારા તેના માટે કે બીજા માટે," કેટલી બધી વસ્તુઓ, "મારો દેશ, મારો સમાજ." આ ઉપાધિ છે. પણ જ્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવશો, તમે સમજશો કે, "હું તે પરમનો અંશ છું; તેથી મારા કાર્યો તે પરમને સંતુષ્ટ કરવા માટે હોવા જોઈએ." તેને ભક્તિ કહેવાય છે. સર્વોપાધિ વિનિર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય. ૧૯.૧૭૦), બધી ઉપાધીયોથી મુક્ત થઈને. જ્યારે તમારી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે, અને ઇન્દ્રિયો ઇન્દ્રિયોના સ્વામીની સેવામાં સંલગ્ન થાય છે, તેને કહેવાય છે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું. તમારો પ્રશ્ન શું છે? તો ધ્યાન, મનનું કાર્ય, આ રીતે હોવું જોઈએ. ત્યારે તે પૂર્ણ છે. નહિતો, મન એટલું અસ્થિર છે અને બદલાય છે કે જો તમે તેને એક કેન્દ્રબિંદુ પર સ્થિર ના કરો... સ્થિર કરવું એટલે કે... મનને કોઈ કાર્ય કરવાની ઈચ્છા હોય છે, કારણકે મનનું લક્ષણ છે વિચારવું, અનુભવવું અને ઈચ્છા કરવી. તો તમારે તમારા મન તે રીતે પ્રશિક્ષણ આપવું જોઈએ કે તે હંમેશા કૃષ્ણ વિશે વિચારે, તમે કૃષ્ણ માટે અનુભવો, તમે કૃષ્ણ માટે કાર્ય કરો. ત્યારે તે સમાધિ છે. તે પૂર્ણ ધ્યાન છે.