GU/Prabhupada 0308 - આત્માનું કાર્ય છે કૃષ્ણ ભાવનામૃત



Lecture -- Seattle, October 2, 1968

જુવાન માણસ (૨): વ્યક્તિ કેવી રીતે મનને પ્રશિક્ષણ આપે છે?

પ્રભુપાદ: આ પ્રશિક્ષણ છે. તમે બસ મનને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરો. તે વ્યવહારિક છે. જેમ કે જપ, દસ વર્ષનો બાળક, તે પણ પ્રવૃત છે. તેનું મન હરે કૃષ્ણ ધ્વનિ ઉપર કેન્દ્રિત છે. તેની બીજી ઇન્દ્રિયો, પગ અને હાથ, તે કાર્ય કરે છે, નૃત્ય કરે છે. તો આ રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ હંમેશા મનને, ઇન્દ્રિયોને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન રાખવા માટે. તે તમને પૂર્ણ બનાવશે. અને તે કોઈના માટે પણ શક્ય છે. તમારે એક જગ્યાએ બેસવાની જરૂર નથી કૃત્રિમ રીતે કોઈ ધ્યાન કરવા માટે. જેવુ તમે હરે કૃષ્ણ જપ કરો છો, તરત જ તમારું મન બદલાઈ જાય છે, તરત જ તમે કૃષ્ણને યાદ કરો છો, કૃષ્ણના ઉપદેશને, કૃષ્ણ માટે કાર્ય કરો છો, બધું. તેને અભ્યાસની જરૂર છે.

જુવાન માણસ (૨): કારણકે તમે સૂર્યના કિરણ છો, કેહવા માટે...

પ્રભુપાદ: હા.

જુવાન માણસ (૨): શું તમે તમારા વિશે વિચારી શકો?

પ્રભુપાદ: કેમ નહીં? હું એક વ્યક્તિ છું.

જુવાન માણસ (૨): અને જ્યારે તમે વિચારો છો, શું તમે કૃષ્ણ વિશે વિચારો છો?

પ્રભુપાદ: જો કે હું નાનો છું, છતાં હું એક વ્યક્તિ છું. મારી પાસે વિચારવા માટે, અનુભવવા માટે, ઈચ્છા કરવા માટે બધી શક્તિ છે. આપણે તે કરીએ છીએ. આપણે વ્યક્તિ છીએ. તમે અહીં વ્યક્તિગત ઈચ્છા દ્વારા આવ્યા છો. કોઈ તમને બળપૂર્વક નથી લાવ્યું. જો તમને લાગે, તો તમે જઈ શકો છો. કોઈ અહીં આવે છે, કોઈ ક્યારેય પણ નથી આવતું, કોઈ રોજ આવે છે. કેમ? ભલે તમે નાના છો, તમારી પાસે વ્યક્તિત્વ છે. આ બદ્ધ અવસ્થામાં પણ, તમે મુક્ત છો, ઘણા મુક્ત. અને જ્યારે તમે મુક્ત થાઓ છો, ફક્ત શુદ્ધ આત્મા, ત્યારે તમને ખબર નથી કે તમને કેટલી સ્વતંત્રતા મળે છે. કોઈ વાંધો નહીં કે તમે નાનકડા છો, પણ તમે આત્મા છો. શું તમે જોતા નથી કે તે આત્માને કોઈ પણ ડોક્ટર, કોઈ પણ ઔષધિ વિજ્ઞાન શોધી નથી શક્યું, આત્મા ક્યાં છે, પણ આત્મા છે. તે એક હકીકત છે. જેવી આત્મા શરીરથી બહાર આવી જાય છે, તે વ્યર્થ બની જાય છે. તમે શોધ કરો શું છે તે મહત્વનો અંશ. તે શક્ય નથી, કારણકે તે એટલું સૂક્ષ્મ છે, કે તમે તમારી ભૌતિક આંખો સાથે કે માઇક્રોસ્કોપ દ્વારા કે બીજા કોઈ પણ યંત્ર દ્વારા શોધી ના શકો. તેથી તેઓ કહે છે કોઈ આત્મા નથી. પણ તેઓ સમજાવી નથી શકતા કે શું જતું રહ્યું છે. તે આધ્યાત્મિક આત્માનો નાનકડો કણ પણ એટલો શક્તિશાળી છે કે, જ્યા સુધી તે શરીરની અંદર છે, તે શરીરને સ્વચ્છ, સુંદર, સારું રાખે છે. અને જેવુ તે જતું રહે છે, તરત જ તે સડવા લાગે છે. જરા જુઓ. જેમ કે એક દવા, ઇન્જેક્શન. એક નાનકડો, એક ગોળી, તે સ્વસ્થ રાખે છે. તે તેના જેવુ છે, તે એટલું શક્તિશાળી છે. તમને ખબર નથી કે તે આત્માની શક્તિ શું છે. તે તમારે શીખવું જોઈએ. ત્યારે તે આત્મ-સાક્ષાત્કાર કહેવાય છે. આ ધ્યાન પદ્ધતિ, એક શાંત જગ્યામાં બેસીને, તેની જીવનના શારીરિક ખ્યાલની સૌથી સ્થૂળ અવસ્થામાં ભલામણ કરેલી છે. વ્યક્તિને વિચારવા દો, ધ્યાન કરવા દો, "શું હું આ શરીર છું?" પછી વિશ્લેષણ કરો. તમે જોશો, "ના, હું આ શરીર નથી. હું આ શરીરથી અલગ છું." ત્યારે આગળનું ધ્યાન, "જો હું શરીર નથી, ત્યારે આ શારીરિક કાર્યો, તે કેવી રીતે થઈ રહ્યા છે?" તે નાનકડા કણ, જે હું પોતે છું, તેના કારણે થઈ રહ્યા છે. કેવી રીતે શરીર વિકસિત થાય છે? તેની ઉપસ્થિતિના કારણે. જેમ કે આ છોકરો, આ છોકરાને નાનકડું કદ છે. હવે, આ છોકરો એક સરસ અને મજબૂત શરીર ધારણ કરશે જ્યારે તે એક જુવાન માણસ, ચોવીસ વર્ષનો થશે. હવે, આ શરીર જતું રહેશે, ફરીથી બીજુ શરીર આવશે. તે કેવી રીતે શક્ય છે? આત્માના નાનકડા કણની ઉપસ્થિતિના કારણે. પણ જો તે આત્માનો નાનકડો કણ શરીરથી જતો રહેશે, તો આ શરીર વધશે કે બદલાશે નહીં. આ બધી ધ્યાનના વિષય વસ્તુઓ છે. પણ જ્યારે તમે આ સમજૂતીને પહોંચો છો કે "હું આ શરીર નથી. હું આત્મા છું," ત્યારે આગલું સ્તર હશે "આત્માનું કાર્ય શું છે?" આત્માનું કાર્ય છે કૃષ્ણ ભાવનામૃત, અથવા કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું. તો આ વર્તમાન યુગમાં વ્યક્તિએ સીધા આત્માના કાર્યને અપનાવવું જોઈએ; ત્યારે બીજી બધી વસ્તુઓ આપમેળે આવશે. વર્તમાન સમયે, તે શક્ય નથી કે તમે કોઈ એકાકી જગ્યામાં જઈને ત્યાં શાંતિથી બેસીને ધ્યાન કરો... તે આ યુગમાં સંભવ નથી. તે અસંભવ છે. જો તમે પ્રયત્ન કરશો, ત્યારે તે નિષ્ફળ થશે. તેથી તમારે આ પદ્ધતિને અપનાવવી જોઈએ,

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

આ કલિયુગમાં આત્મ સાક્ષાત્કારની બીજી કોઈ પદ્ધતિ નથી, આ હરે કૃષ્ણ મંત્રનો જપ કાર્ય વગર. તે વ્યવહારિક છે, સાચી હકીકત છે.