GU/Prabhupada 0336 - કેવી રીતે તેઓ ભગવાનની પાછળ પાગલ છે?Lecture on SB 1.2.5 -- Aligarh, October 9, 1976

હવે તમે આ દેશમાં છો, ધારો કે ભારતમાં, અને આવતા જીવનમાં, કારણકે તમારે તમારૂ શરીર બદલવું પડશે, હોઈ શકે છે કે તમને તમારો જન્મ ભારતમાં ના પણ મળે. તમારો જન્મ સ્વર્ગીય ગ્રહમાં થઈ શકે છે અથવા પશુ સમાજમાં થઈ શકે છે. કારણકે કોઈ પણ ખાતરી નથી. કૃષ્ણ કહે છે તથા-દેહાન્તર-પ્રાપ્તિર (ભ.ગી. ૨.૧૩). મૃત્યુ એટલે કે શરીરનું બદલવું. પણ કેવા પ્રકારનું શરીર તમે સ્વીકાર કરશો, તે ઉચ્ચતર વ્યવસ્થા ઉપર આધારિત છે. પણ તમે પણ તેની વ્યવસ્થા કરી શકો છો. જેમ કે જો તમે મેડિકલ પરીક્ષા પાસ કરશો, સંભાવના છે કે તમે મેડિકલ અધિકારી બનો, સરકારી મેડિકલ સેવા બોર્ડમાં સેવા મેળવવા માટે, પણ છતાં, તે એક મેડિકલ બોર્ડ દ્વારા પસંદ કરવામાં આવેલું હોવું જોઈએ, અને તેમ. કેટલી બધી શરતો છે. તેવી જ રીતે હવે પછીનું શરીર પ્રાપ્ત કરવું, તે પણ તમારી પસંદગી નથી. તે પસંદગી ઉચ્ચતર અધિકાર ઉપર આધારિત છે. કર્મણા દૈવ નેત્રેણ જંતુર દેહોપપત્તયે (શ્રી.ભા. ૩.૩૧.૧). તે આપણે જાણતા નથી, આવતું જીવન. કે ન તો આપણે પ્રયત્ન કરીએ છીએ, આવતું જીવન શું છે. આપણને એક બીજું જીવન સ્વીકાર કરવું પડે છે આ શરીરને છોડ્યા પછી.

તેથી આપણે તે હેતુ માટે તૈયાર હોવા જોઈએ. તો તૈયારી એટલે કે ભગવદ ગીતામાં વર્ણિત છે યાન્તિ દેવ વ્રતાન દેવાન (ભ.ગી. ૯.૨૫). જો તમે પોતાને તૈયાર કરશો ઉચ્ચતર ગ્રહ મંડળમાં જવા માટે, ચંદ્રલોક, સૂર્યલોક, ઇન્દ્રલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક, જનલોક, મહરલોક, તપોલોક - કેટલા બધા, સેંકડો. જો તમારે ત્યાં જવું છે, તો તમે તે રીતે તૈયારી કરો. યાન્તિ દેવ-વ્રતાન દેવાન પિતૃન યાન્તિ પિતૃ-વ્રતા: તો જો તમારે પિતૃલોક પણ જવું છે, તમે ત્યાં જઈ શકો છો. જો તમારે ઉચ્ચતર ગ્રહ મંડળમાં જવું છે, દેવલોકમાં, તમે ત્યાં જઈ શકો છો. અને જો તમારે અહીં રહેવું છે, તો તમે રહી શકો છો. અને જો તમારે તે લોકમાં જવું છે, ગોલોક, વૃંદાવન, મદ્યાજીનો અપિ યાન્તિ મામ (ભ.ગી. ૯.૨૫). તમે ત્યાં જઈ શકો છો. પાછા ભગવદ ધામ. તે શક્ય છે. કૃષ્ણ કહે છે ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી (ભ.ગી. ૪.૯). જો તમને પસંદ હોય તો તમે પાછા ભગવદ ધામમાં જઈ શકો છો. તે શક્ય છે. તો તેથી બુદ્ધિશાળી વ્યક્તીઓએ જાણવું જ જોઈએ કે "જો હું દેવલોક જઈશ, ત્યાં જવાનું પરિણામ શું છે. જો હું પિતૃલોક જઉ, શું પરિણામ છે. જો હું અહીં રહું, શું પરિણામ છે. અને જો હું પાછો ભગવાન પાસે જઉ, શું પરિણામ છે." અંતિમ પરિણામ છે કે જો તમે પાછા ભગવદ ધામ જશો, તો કૃષ્ણ કહે છે કે તેનું પરિણામ શું છે. પરિણામ છે કે ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯), કે તમને ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ નહીં મળે. તો તે સૌથી શ્રેષ્ઠ લાભ છે. પુનર જન્મ નૈતિ મામ એતી.

મામ ઉપેત્ય તુ કૌંતેય
દુઃખાલયમ અશાશ્વતમ
નાપ્નુવંતી મહાત્માનઃ
સંસિદ્ધિમ પરમામ ગતા:
(ભ.ગી. ૮.૧૫)

તે સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે. અને તેથી અહીં કહેવાયેલું છે કે, સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). તો જો તમારે પાછા ભગવદ ધામ જવું છે, તો યતો ભક્તિર અધોક્ષજે. તમારે આ પદ્ધતિને અપનાવવી જોઈએ, ભક્તિ. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ ચાસ્મી તત્ત્વતઃ (ભ.ગી.૧૮.૫૫). કૃષ્ણ, કે પરમ ભગવાન, કર્મ, જ્ઞાન કે યોગ દ્વારા સમજી નથી શકાતા. કોઈ પણ પદ્ધતિ કૃષ્ણને સમજવા માટે પર્યાપ્ત નથી. તેથી તમારે કૃષ્ણ દ્વારા ભલામણ કરેલી પદ્ધતિનો સ્વીકાર કરવો પડે, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ ચાસ્મી તત્ત્વતઃ (ભ.ગી.૧૮.૫૫). તેથી આપણે કૃષ્ણની લીલાઓમાં ત્યા સુધી રમતા નથી જ્યા સુધી તે ભક્તો દ્વારા કહેવાતી નથી. કોઈ વ્યવસાયિક વ્યક્તિ દ્વારા નહીં. તેની મનાઈ છે. ચૈતન્ય મહાપ્રભુ ક્યારે પણ શામિલ ન હતા થયા. કારણકે કૃષ્ણની વિષય વસ્તુ માત્ર ભક્તિ દ્વારા સમજી શકાય છે. યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). ભક્તિ વગર, તે શક્ય નથી. આ ભક્તિની પદ્ધતિનો સ્વીકાર કરવો જોઈએ, જો વાસ્તવમાં વ્યક્તિએ પાછું ભગવદ ધામ જવું છે તો. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

આપણું આંદોલન, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, લોકોને શિક્ષિત કરે છે કેવી રીતે આ ભક્તિમય સેવામાં ઉન્નત થઇ શકાય. અને કેવી રીતે પાછું ભગવદ ધામ જઈ શકાય. અને તે બહુ મુશ્કેલ કાર્ય નથી. તે ખૂબજ સરળ છે. જો તે સરળ ના હોય તો કેવી રીતે યુરોપિયનો, અમેરિકનો, હવે તેને ગંભીરતાથી લઇ રહ્યા છે? કારણકે, તે, મારા ખ્યાલથી, આ આંદોલનની શરૂઆતના દસ વર્ષો પેહલા, તેમનામાંથી મોટાભાગના, તેઓ કૃષ્ણ કોણ છે તે જાણતા ન હતા. હવે તે બધા કૃષ્ણના ભક્તો છે. ખ્રિસ્તી પાદરીઓ પણ, તેઓ આશ્ચર્યચકિત છે. બોસ્ટનમાં, ખ્રિસ્તી પાદરીએ, તેમણે માની લીધું હતું કે "આ છોકરાઓ, તેઓ આપણા છોકરાઓ છે, ખ્રિસ્તી દળ કે યહૂદી દળથી આવે છે. તો આ આંદોલનની પહેલા, તેઓ અમને જોવાની દરકાર સુદ્ધાં ન હતા કરતાં, અથવા ભગવાનના સંબંધમાં કોઈ પ્રશ્ન પૂછવા માટે કે ચર્ચ જવા માટે. તેમણે પૂર્ણ રીતે અવગણના કરી. અને હવે, કેવી રીતે તેઓ ભગવાનની પાછળ પાગલ છે?" તેઓ આશ્ચર્યચકિત હતા. "કેમ? કેવી રીતે તેઓ આવા બની ગયા છે..?" કારણકે તેમણે આ પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. પદ્ધતિ ખૂબજ મહત્વની છે. માત્ર શુષ્ક તત્વચિંતન... ભક્તિ સૈદ્ધાંતિક નથી. તે વ્યવહારિક છે. યતો ભક્તિર અધોક્ષજે. જો તમારે આ ભક્તિ પદ્ધતિનો સ્વીકાર કરવો છે, તે શુષ્ક ચિંતન નથી. તમારે પોતાની જાતને વાસ્તવમાં આ પદ્ધતિમાં સંલગ્ન કરવી જ જોઈએ. યતો ભક્તિર અધોક્ષજે. તે પદ્ધતિ છે

શ્રવણમ કીર્તનામ વિશ્નો
સ્મરણમ પાદ-સેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ
સખ્યમ આત્મ-નિવેદનમ
(શ્રી.ભા. ૭.૫.૨૩)