GU/Prabhupada 0337 - આ કહેવાતા સુખ અને દુખની ચિંતા કરવામાં તમારો સમય નષ્ટ ના કરો



Lecture on CC Madhya-lila 20.103 -- Washington, D.C., July 8, 1976

કેટલી બધી વસ્તુઓ છે જેનાથી આપણે લડવું પડે છે. આને કહેવાય છે અસ્તિત્વ માટેનો સંઘર્ષ.આધુનિક વૈજ્ઞાનિકો પણ, તેઓ કહે છે.... તે બહુ શાંત પરિસ્થિતિ નથી. તે જ પ્રશ્ન સનાતન ગોસ્વામી દ્વારા પૂછવામાં આવ્યો હતો, કે કેમ અસ્તિત્વ માટે સંઘર્ષ હોય છે? કેમ સરળ, શાંત જીવન નહીં? કેમ અમુક બાહરી તત્ત્વો, તેઓ આપણો વિરોધ કરે છે? મારે સુખી બનવું છે, પણ વિરોધ છે. તે અસ્તિત્વનો સંઘર્ષ છે. આ પ્રશ્ન હોવો જોઈએ: કેમ? એક માખી સાથે પણ મારે લડવું પડે છે. હું અહીં બેસું છું, માખીને કોઈ કષ્ટ પોંહચાડયા વગર, પણ તે મારા ઉપર હુમલો કરે છે, ત્રાસ આપે છે. કેટલા બધા છે. જો તમે કોઈ અપરાધ વગર પણ બેસી જશો... જેમ કે તમે શેરીમાંથી જાઓ છો, કોઈ પણ અપરાધ નથી, પણ એક ઘરથી બધા કુતરાઓ ભસવા માંડે છે: "તું અહીં કેમ આવ્યો છું? તું અહીં કેમ આવ્યો છું?" ભસવાનું કોઈ કારણ ન હતું, પણ કારણકે તે કુતરો છે, તેનું કાર્ય છે "તું કેમ આવ્યો છું, તું કેમ આવ્યો છું?" તેવી જ રીતે, વર્તમાન સમયે આપણી પાસે કોઈ પણ સ્વતંત્રતા નથી એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે. ઇમિગ્રેશન વિભાગ છે: "કેમ તું આવે છે? કેમ તું આવે છે?" કેટલી બધી જગ્યાએ અમને પ્રવેશ માટે મનાઈ કરવામાં આવેલી છે. અમને હવાઈ જહાજથી મનાઈ કરવામાં આવેલી છે. "ના, તમે પ્રવેશ ના કરી શકો, પાછા જાઓ." તો મારે પાછા જવું પડ્યું હતું. તો, કેટલા બધા ગેરલાભો છે. પદમ પદમ યત વિપદામ ન તેષામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). આ ભૌતિક જગતમાં, તમે બહુ શાંતિથી નથી રહી શકતા. બહુ નહીં, જરા પણ શાંતિથી નહીં. કેટલા બધા વિઘ્નો છે. શાસ્ત્ર કહે છે: પદમ પદમ યત વિપદામ: દરેક કદમ ઉપર સંકટ છે. આ નીચી જાતિના પશુઓથી જ નહીં, પણ માનવ સમાજથી, પ્રકૃતિથી, જેના ઉપર આપણને કોઈ પણ નિયંત્રણ નથી. તો આ રીતે, આ ભૌતિક જગતમાં આપણું જીવન બહુ સુખી નથી. અને આપણે તે જિજ્ઞાસા કરવા માટે પ્રગતિ કરવી જોઈએ કે કેમ એટલા બધા વિઘ્નો છે. આ માનવ જીવન છે. આ માનવ જીવન છે.

તો કેવી રીતે જિજ્ઞાસા કરવી? કેવી રીતે સુખી બનવું? જીવનનું લક્ષ્ય શું છે? સનાતન ગોસ્વામી... માત્ર સનાતન ગોસ્વામી જ નહીં, તેઓ આપણું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જાણતા નથી, આપણે જાણતા નથી. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી કે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સેવકોની કૃપાથી, વ્યક્તિ જાગૃત બની શકે છે..... કે જીવનનું લક્ષ્ય શું છે, અસ્તિત્વ માટેનો સંઘર્ષ કેમ થાય છે, મૃત્યુ શું છે. મારે મરવું નથી; કેમ જન્મ હોય છે? મારે માતાના ગર્ભમાં ફરીથી પ્રવેશ નથી કરવો અને એટલા બધા દિવસો માટે બંધ અવસ્થામાં નથી રેહવું. મારે વૃદ્ધ વ્યક્તિ નથી બનવું; પણ આ બધી વસ્તુઓ મારા ઉપર થોપેલી છે. તેથી આપણું કર્તવ્ય છે, સાચું કર્તવ્ય છે, કેવી રીતે આ પ્રશ્નોનો ઉકેલ મેળવવો, આર્થિક વિકાસ માટે વ્યવસ્થા કરવી નહીં. આર્થિક વિકાસ, આપણા ભાગ્યમાં જે પણ છે, તે આપણને મળી જશે. ક્યાં તો સુખ ક્યાં તો દુઃખ, આપણને મળી જશે. જેમ કે આપણને દુખની ઈચ્છા નથી પણ, તે આવે છે. તે આપણા ઉપર બળપૂર્વક થોપવામાં આવે છે. તેવી જ રીતે, જે થોડું ઘણું સુખ તમારા ભાગ્યમાં પ્રાપ્ત કરવાનું છે, તે પણ આવશે. તે શાસ્ત્રની સલાહ છે. તમે તમારો સમય બગાડો નહીં થોડું ઘણું કૃત્રિમ સુખ મેળવવા માટે. જે પણ સુખ તમને ભાગ્યથી મળવાનું છે, તે સ્વયંચાલિત રીતે તમારી પાસે આવી જશે. તે કેવી રીતે આવશે? યથા દુઃખમ અયત્નતઃ તે જ રીતે. જેમ કે તમે દુખ માટે પ્રયાસ નથી કરતા, પણ તે તમારા ઉપર આવે છે. તેવી જ રીતે, જો તમે સુખ માટે પણ પ્રયાસ નહીં કરો, તમારા ભાગ્યમાં જેટલું પણ છે, તમને મળી જશે.

તો આ કહેવાતા સુખ અને દુખની ચિંતા કરવામાં તમારો સમય નષ્ટ ના કરો. એના કરતા શ્રેષ્ઠ છે તમે તમારા કિંમતી સમયને સંલગ્ન કરો સમજવા માટે કે જીવનનું લક્ષ્ય શું છે, કેમ આટલી બધી સમસ્યાઓ છે, કેમ તમારે અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. તે તમારૂ કાર્ય છે... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, કે આપણે લોકોને પ્રેરિત કરીએ છીએ આ સમસ્યાને સમજવા માટે. તે કોઈ સાંપ્રદાયિક આંદોલન કે કહેવાતું ધાર્મિક આંદોલન નથી. તે એક શૈક્ષણિક સાંસ્કૃતિક આંદોલન છે. દરેક મનુષ્યે જીવનના લક્ષ્યને સમજવું જોઈએ. દરેક મનુષ્યે સમજવું જોઈએ કે અસ્તિત્વ માટે કેમ સંઘર્ષ થાય છે, શું કોઈ ઉપાય છે, જો કોઈ પદ્ધતિ છે જેના દ્વારા આપણે ખૂબજ શાંતિથી રહી શકીએ છીએ વગર કોઈ ખલેલના, વગર કોઈ... આ બધી વસ્તુઓ મનુષ્ય જીવનમાં શીખવાની છે, અને વ્યક્તિએ... જેમ કે સનાતન ગોસ્વામી, તેઓ મંત્રી હતા, ખૂબજ શિક્ષિત હતા, સારી જગ્યાએ હતા, પણ તેઓ ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા. તો આપણે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાસે કે તેમના પ્રતિનિધિ પાસે જવું જોઈએ, અને શરણાગત થવું જોઈએ. તદ્ વિધિ પ્રણિપાતેન (ભ.ગી. ૪.૩૪). તે પદ્ધતિ પડકારની નથી, "શું તમે મને ભગવાન બતાવી શકો છો?" આ પડકાર છે. આ રીતે નહીં. ભગવાન બધી જગ્યાએ છે, પણ સૌથી પેહલા તમે તમારી આંખોને બનાવો ભગવાનને જોવા માટે, પછી તમે પડકાર આપો, "શું તમે મને ભગવાન બતાવી શકો છો?" આ ભાવ તમને મદદ નહિ કરશે. વિનમ્રતા. તદ વિધિ પ્રણિપાતેન. તે શાસ્ત્રનો ઉપદેશ છે. જો તમારે વિજ્ઞાનને સમજવું છે, દિવ્ય વિજ્ઞાનને, તદ વિધિ - સમજવાનો પ્રયાસ કરો - પણ પ્રણિપાતેન, ખૂબજ વિનમ્ર ભાવથી. જેમ કે સનાતન ગોસ્વામી ખૂબજ નમ્રતાથી પ્રસ્તુતિ કરે છે.