GU/Prabhupada 0339 - ભગવાન અધ્યક્ષ છે - આપણે આધીન છીએ



Lecture on SB 5.5.2 -- Hyderabad, April 11, 1975

તો જ્યા સુધી આપણે આ ભૌતિક સ્તર ઉપર, જીવનના શારીરિક ખ્યાલ પર, છીએ ત્યાં સુધી ભેદભાવ હશે: "હું ભારતીય છું," "તમે અમેરિકન છો," "તમે અંગ્રેજ છો," "તમે આ છો, તે છો," કેટલી બધી વસ્તુઓ, કેટલી બધી ઉપાધીઓ. તેથી, જો તમારે આધ્યાત્મિક સાક્ષાત્કારના સ્તર સુધી ઉપર ઉઠવું છે, તો તેનું સૂત્ર છે સર્વોપાધિ-વિનિર્મુક્તમ. સર્વોપાધિ-વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તે શરૂઆત છે. તે એટલે કે શરૂઆત છે બ્રહ્મ-ભૂત સ્તર. બ્રહ્મ-ભૂત... (શ્રી.ભા. ૪.૩૦.૨૦). તે જ વસ્તુ. તે, નારદ પંચરાત્રમાં, સર્વોપાધિ વિનિર્મુક્તમ અને બ્રહ્મ-ભૂત પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪), ભગવદ ગીતામાં, એક જ વસ્તુ છે. જ્યાં પણ તમને વૈદિક સાહિત્ય મળશે, તે જ વસ્તુ. તેથી તે અધિકૃત છે. તેમાં કોઈ વિરોધાભાસ નથી. ભૌતિક સ્તર ઉપર તમે એક પુસ્તક લખો, હું એક પુસ્તક લખું, તો હું તમારી સાથે મતભેદ કરું, અને તમે મારી સાથે મતભેદ કરો. તે ભૌતિક સ્તર છે. પણ આધ્યાત્મિક સ્તર ઉપર, આત્મ-સાક્ષાત્કારનું સ્તર છે. ત્યાં કોઈ ભૂલ નથી, કોઈ ભ્રમ નથી, કોઈ અપૂર્ણ ઇન્દ્રિયો નથી, અને કોઈ છેતરપિંડી નથી. તે આધ્યાત્મિક સ્તર છે. તો ભગવદ ગીતા કહે છે, બ્રહ્મ-ભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ (ભ.ગી. ૧૮.૫૪). તે જ વાતની નારદ પંચરાત્રમાં પુષ્ટિ થઇ છે:

સર્વોપાધિ વિનિરમૂકતમ
તત પરત્વેન નિર્મલમ
ઋષિકેણ ઋષિકેશ
સેવનમ ભક્તિર ઉચ્યતે
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦)

તે સ્તર ઉપર આપણે પહોંચવું જોઈએ, આધ્યાત્મિક સ્તર ઉપર, જ્યાં ઋષિકેણ...

ઋષિક એટલે કે ઇન્દ્રિયો, ભૌતિક ઇન્દ્રિયો અને આધ્યાત્મિક ઇન્દ્રિયો. તો આધ્યાત્મિક ઇન્દ્રિયો શું છે? આધ્યાત્મિક ઇન્દ્રિય ઇન્દ્રિય-વિહિન બનવું નથી. ના. શુદ્ધ ઇન્દ્રિયો. અશુદ્ધ ઇન્દ્રિયોમાં હું વિચારું છું કે, "આ શરીર ભારતીય છે, તેથી તે ભારતની સેવા કરવા માટે છે," "આ શરીર અમેરિકન છે, તેથી હું અમેરિકાની સેવા કરવા માટે છું." તે ઉપાધિ છે. પણ આધ્યાત્મિક ઇન્દ્રિય એટલે કે સર્વોપાધિ વિનિર્મુક્તમ - "હું હવે ભારતીય નથી, અમેરિકન નથી, બ્રાહ્મણ નથી, શૂદ્ર નથી." તો હું શું છું? જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે, કૃષ્ણે પણ કહ્યું, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ.. (ભ.ગી. ૧૮.૬૬). તે આધ્યાત્મિક સ્તર છે, કે "હું હવે આ ધર્મ કે તે ધર્મથી સંબંધ નથી રાખતો. હું માત્ર કૃષ્ણને શરણાગત આત્મા છું." આ છે સર્વોપાધિ-વિનિર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). જો વ્યક્તિ આધ્યાત્મિક સમજના આ સ્તર સુધી આવી શકે છે, કે "હું આધ્યાત્મિક આત્મા છું. અહમ બ્રહ્માસ્મિ. હું ભગવાનનો અંશ છું..." મમૈવાંશો જીવ ભૂત: (ભ.ગી. ૧૫.૭). કૃષ્ણ કહે છે, "આ બધા જીવો, તેઓ મારા અંશ છે." મન: શષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિ-સ્થાની કર્ષતી: (ભ.ગી. ૧૫.૭) "તે અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે, મન અને ઇન્દ્રિયો દ્વારા આચ્છાદિત." આ પરિસ્થિતિ છે.

તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને શિક્ષિત કરી રહ્યું છે કે: "તમે આ શરીર નથી. તમે આ મન નથી. તમે બુદ્ધિ પણ નથી. તમે આ બધાની પરે છો. તમે આત્મા છો." તો કૃષ્ણ તેની પુષ્ટિ કરે છે કે મમૈવાંશો. તો જો કૃષ્ણ આત્મા, પરમ આત્મા છે, તો તમે પણ પરમ આત્મા છો. પણ એક માત્ર અંતર છે કે તેઓ પરમ છે; આપણે બધા આધીન છીએ. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો યો બહુનામ વિદધાતી... (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે વૈદિક આદેશ છે. તેઓ પણ આત્મા છે, આપણે પણ આત્મા છીએ, પણ તેઓ પરમ છે અને આપણે બધા આધીન છીએ. તે અંતર છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. તે આપણી પરિસ્થિતિ છે. તે આત્મ-સાક્ષાત્કાર છે. જયારે તમે આ સમજી જશો, કે "કૃષ્ણ, અથવા પરમેશ્વર, અથવા ભગવાન, તમે જે પણ કહો, તે સંપૂર્ણ આધ્યાત્મિક આત્મા છે, અને આપણે તે આત્માના અંશ છીએ, અને તેઓ પાલનકર્તા છે, અને આપણે પાલિત છીએ. તેઓ અધ્યક્ષ છે; આપણે આધીન છીએ." તો આ પહેલું સાક્ષાત્કાર છે. તેને કહેવાય છે બ્રહ્મ-ભૂત. અને જો તમે આ બ્રહ્મ-ભૂત સ્તરમાં વધારે ઉન્નતિ કરશો, ત્યારે હોઈ શકે કે ઘણા ઘણા જન્મો પછી તમે સમજી શકો કે કૃષ્ણ શું છે. તે છે... બહુનામ જન્મનામ અંતે (ભ.ગી.૭.૧૯). કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્યારે વ્યક્તિ પૂર્ણ રીતે જ્ઞાનવાન છે, બુદ્ધિશાળી, ત્યારે તેનું કાર્ય છે વાસુદેવ: સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ: (ભ.ગી.૭.૧૯). ત્યારે તે સમજી શકે છે કે વાસુદેવ, વસુદેવના પુત્ર, તે જ બધું છે. તે સાક્ષાત્કારની જરૂર છે. તે કૃષ્ણ ભાવનામૃતની સિદ્ધિ છે.