GU/Prabhupada 0341 - જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ વિધિનો સ્વીકાર કરશે



Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974

પ્રભુપાદ: હમ્મ?

મધુદ્વિષઃ તેમણે પૂછ્યું કે કૃષ્ણે અર્જુનને ભગવદ ગીતામાં શું જ્ઞાન આપ્યું હતું?

પ્રભુપાદ: હા. કૃષ્ણે કહ્યું કે "અરે ધૂર્ત, તું મને શરણાગત થઇ જા." તમે બધા ધૂર્તો છો, તમે કૃષ્ણને શરણાગત થઇ જાઓ. ત્યારે તમારું જીવન સફળ છે. કૃષ્ણના ઉપદેશનો આ સારાંશ છે.

સર્વ ધર્માન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
(ભ.ગી. ૧૮.૬૬)

કૃષ્ણ અર્જુનને જ નથી કહેતા. તેઓ આપણને બધાને, બધા ધૂર્તોને કહે છે, કે, "તમે કેટલી બધી વસ્તુઓનું નિર્માણ કરો છો, સુખી બનવા માટે. તમે ક્યારેય પણ સુખી નહીં થાઓ, આશ્વસ્ત રહો. પણ મને શરણાગત થાઓ, અને હું તમને સુખી કરીશ." આ કૃષ્ણ ભાવનામૃત છે, બસ. એક વાક્ય. તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ પદ્ધતિને અપનાવશે, કે, "મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે સુખી બનવા માટે, પણ બધું નિષ્ફળ છે. હવે હું કૃષ્ણને શરણાગત થઈ જઈશ." બસ.