GU/Prabhupada 0346 - પ્રચાર વગર, તત્વજ્ઞાન સમજ્યા વગર, તમે શક્તિ જાળવી ના શકો



Morning Walk -- December 12, 1973, Los Angeles

ઉમાપતિ: મને લાગે છે કે આપણે ભક્તોને ઓફિસમાં રાખવાની રાજનૈતિક શક્યતાઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા, અને અમને એવી આશ્ચર્યજનક ભાળ મળી છે કે અમે લગભગ બધી જ તે વસ્તુઓ જે પાશ્ચાત સંસ્કૃતિની બિલુકલ વિરોધમાં છે, તેને પ્રસ્તુત કરીએ છીએ. અમે તપસ્યાને પ્રસ્તુત કરીએ છીએ. અમે ભગવદ ભાવનામૃતને પ્રસ્તુત કરીએ છીએ. અમે યૌન સંબંધની સ્વતંત્રતા અને નશાની રોક ને પ્રસ્તુત કરીએ છીએ. આ બધા ચાર નિયમો પાશ્ચાત્ય ઈચ્છાઓની બિલકુલ વિરોધમાં છે.

પ્રભુપાદ: તેનો અર્થ છે કે પાશ્ચાત દેશના બધા લોકો અસુરો છે.

ઉમાપતિ: તો સમસ્યા છે કેવી રીતે ઓફિસમાં જવું તેવી પરિસ્થિતિઓમાં, તે જણાવવા માટે કે "અમે આના માટે છીએ" અને કોઈને તમારા માટે મત અપાવવા માટે.

પ્રભુપાદ: કોઈ પણ મત ના પણ આપે તો પણ આપણે પ્રચાર કરતા રહેવું જોઈએ. તે મેં પેહલા પણ સમજાવ્યું છે, અમુક યુનિવર્સિટીઓમાં. આખો દેશ અભણ છે. શું તેનો અર્થ છે કે યુનિવર્સિટીઓ બંધ કરી દેવી જોઈએ? યુનિવર્સિટી હોવી જ જોઈએ. જે ભાગ્યશાળી છે તે આવશે અને શિક્ષણ પ્રાપ્ત કરશે. તે કોઈ દલીલ નથી કે "લોકો અભણ છે. તેઓ આના માટે પરવાહ નથી કરતા. તેથી યુનિવર્સિટીને બંધ થવા દો." આ કોઈ દલીલ નથી.

યશોમતિનંદન: ધીમે ધીમે તેઓ આકર્ષણ વિકસિત કરશે.

પ્રભુપાદ: હા, આપણે કાર્ય કરવું જ પડે. તે પ્રચાર છે. તમે એમ ના વિચારો કે પ્રચાર કરવું એટલું સરળ છે. ખાવું, ઊંઘવું, અને ક્યારેક "હરિબોલ" બોલવું, બસ. તે પ્રચાર નથી. આપણે તૈયાર હોવા જોઈએ કૃષ્ણ ભાવનામૃત યુક્તિઓને આખી દુનિયામાં સ્થાપિત કરવા માટે.

ઉમાપતિ: તે કદાચ એક રાતમાં તો નહીં થાય, મુશ્કેલ છે.

પ્રભુપાદ: અર્ચાવિગ્રહ સેવા આપણને સુરક્ષિત રાખવા માટે છે. જો આપણે આર્ચવિગ્રહની સેવાનો અનાદર કરીશું, આપણે પણ પતિત થઈશું. પણ તે રીતે આપણું આખું કર્તવ્ય પૂરું નથી થતું. અર્ચાયામ એવ હરયે પૂજામ યઃ શ્રદ્ધયેહતે (શ્રી.ભા. ૧૧.૨.૪૭). અર્ચા એટલે કે વિગ્રહ અથવા મૂર્તિ. જો કોઈ વ્યક્તિ વિગ્રહની ખૂબ સરસ રીતે પૂજા કરે છે, પણ ન તદ ભકતેષુ ચાન્યેષુ (શ્રી.ભા. ૧૧.૨.૪૭), પણ તે તેના કરતા વધારે કઈ પણ નથી જાણતો, કોણ ભક્ત છે, કોણ અભક્ત છે, આ દુનિયા પ્રતિ શું કર્તવ્ય છે, સ ભક્તઃ પ્રાકૃતઃ સ્મૃતઃ (શ્રી.ભા. ૧૧.૨.૪૭), તે ભૌતિક ભક્ત છે. તે ભૌતિક ભક્ત છે. તો આપણે જવાબદારી લેવી જોઈએ સમજવા માટે કે વાસ્તવમાં કોણ શુદ્ધ ભક્ત છે અને સામાન્ય રીતે લોકો પ્રતિ આપણું શું કર્તવ્ય છે, અને પછી આપણે પ્રગતિ કરીશું. ત્યારે તમે મધ્યમ-અધિકારી બની જશો. મધ્યમ અધિકારી, ઉન્નત ભક્ત. જેમ કે આ લોકો, ભારતમાં કે અહીં, તેઓ માત્ર ચર્ચમાં રહે છે, વગર કોઈ સમજના ચર્ચ જાય છે. તેથી તેઓ નિષ્ફળ થાય છે. તે હવે... ચર્ચો બંધ થઈ રહ્યા છે. તેવી જ રીતે, જો તમે પોતાને પ્રચાર કરવા માટે યોગ્ય નહીં રાખો, તો તમારા બધા મંદિરો સમય આવતા બંધ થઈ જશે. પ્રચાર વગર, તમને મંદિર પૂજાને ચાલુ રાખવામાં ઉત્સાહ નહીં થાય. અને મંદિર પૂજા વગર, તમે પોતાને શુદ્ધ અને સ્વચ્છ ન રાખી શકો. આ બે વસ્તુઓ, એક સાથે ચાલવી જોઈએ. ત્યારે ત્યાં સફળતા છે. આધુનિક સમયમાં, હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી, કારણકે આ પ્રદેશોમાં તત્વજ્ઞાનનું કોઈ પ્રશિક્ષણ નથી આપવામાં આવતું, તેથી તે બંધ થાય છે, મસ્જિદ કે મંદિર કે ચર્ચ. તે બધા બંધ થઈ જશે.

પ્રજાપતિ: તે તેમના કાર્યો માટે કોઈ પણ સારું પરિણામ નથી દેખાડી શકતા.

પ્રભુપાદ: હા. તે પ્રચાર છે. તેથી આપણે કેટલી બધા પુસ્તકો લખીએ છીએ. જ્યા સુધી આપણે પુસ્તકોનો ખ્યાલ નહીં રાખીએ અને પ્રચાર નહીં કરીએ અને પોતે વાંચીશું નહીં, તત્વજ્ઞાનને સમજશું નહીં, આ હરે કૃષ્ણ થોડા જ વર્ષોમાં સમાપ્ત થઈ જશે. કારણકે કોઈ જીવન નહીં રહે. ક્યાં સુધી વ્યક્તિ કૃત્રિમ રીતે જશે, "હરે કૃષ્ણ! હરિબોલ!" તે કૃત્રિમ હશે, નિર્જિવ.

યશોમતિનંદન: તે સાચું છે પ્રભુપાદ. અમે એટલા બધા મૂર્ખ છીએ, કે અમે કઈ પણ સાક્ષાત્કાર નથી કરી શકતા જ્યા સુધી તમે અમને એવું કઈ કહો નહીં. પ્રચાર વગર...

પ્રભુપાદ: પ્રચાર વગર, તત્વજ્ઞાનને સમજ્યા વગર, તમે તમારી શક્તિ ન જાળવી શકો. દરેક વ્યક્તિ પૂર્ણ રીતે જાણકાર હોવો જ જોઈએ જે તત્વજ્ઞાન આપણે પ્રસ્તુત કરી રહ્યા છે. તેનો અર્થ છે કે તમારે રોજ પૂર્ણ રીતે વાંચવું જ જોઈએ. આપણી પાસે કેટલી બધી પુસ્તકો છે. અને ભાગવત એટલું પૂર્ણ છે કે જે પણ શ્લોક તમે વાંચશો, તમને એક નવો પ્રકાશ મળશે. તે એટલું સરસ છે. ભગવદ ગીતા અથવા ભાગવત. પણ તે સાધારણ લેખ નથી.

ઉમાપતિ: મેં તમારી ભગવદ ગીતા અમુક સ્કૂલોમાં રાખવાનો પ્રયાસ કર્યો છે, અને તેઓ કહે છે, "હવે," તેમનામાંથી અમુક વ્યક્તિઓ ,જો તેમની પાસે ભગવદ ગીતા હોય, તો તેઓ કહે છે, "હવે, અમારી પાસે તો ભગવદ ગીતા છે." તો અમે, હમ, "આ ભગવદ ગીતાની એક સંપૂર્ણપણે નવી સમજણ છે," અને તેઓ કહે છે, "હવે, તે બીજા કોઈનો મત છે અને અમને એટલો બધો રસ નથી એક જ ગ્રંથ ઉપર વિવિધ મત સાંભળવા માટે."

પ્રભુપાદ: તે કોઈ મત નથી. આપણે તેને, તેના મૂળ રૂપે, પ્રસ્તુત કરી રહ્યા છીએ, મત આપ્યા વગર.

ઉમાપતિ: હવે, તે એવું કહેતા હતા. તેને પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે...

પ્રભુપાદ: તો પ્રચાર હંમેશા મુશ્કેલ છે. તે હું વારંવાર કહેતો આવ્યો છું. તમે પ્રચારને બહુ સરળતાથી ના લઇ શકો. પ્રચાર યુદ્ધ જેવુ જ હોય. શું તમે કહો છો કે લડવું બહુ સરળ વસ્તુ છે? લડવું સરળ વસ્તુ નથી. જ્યારે પણ લડાઈ છે, સંકટ છે, જવાબદારી છે. તો પ્રચાર એટલે કે... પ્રચાર શું છે? કારણકે લોકો અજ્ઞાની છે, આપણે તેમને પ્રકાશ આપવો પડે. તે પ્રચાર છે.

નર-નારાયણ: જ્યારે તમે પાશ્ચાત્ય દેશમાં આવ્યા હતા, ત્યારે મને લાગે છે કે કોઈ પણ જગ્યાએ કોઈએ પણ વિશ્વાસ ન હતો કર્યો હતો કે તે સફળ થશે. પણ વાસ્તવમાં, તે ખૂબજ સફળ બન્યું છે, પ્રચાર દ્વારા.

પ્રભુપાદ: મેં પોતે પણ વિશ્વાસ ન હતો કર્યો કે હું સફળ થઈશ, બીજાનું શું કહેવું. પણ, કારણકે મેં તેને બરાબર રીતે કર્યું, તે સફળ થયું છે.

યશોમતિનંદન: હા, કૃષ્ણ એટલા દયાળુ છે કે આપણે કઈ અપેક્ષા કરીએ છીએ અને તેઓ આપણને સો ગણું વધારે આપે છે.

પ્રભુપાદ: ઓહ, હા.

યશોમતિનંદન: તો જો અમે માત્ર તમારા ઉપદેશોનું પાલન કરીશું, ત્યારે મને ખાતરી છે છે તે ખૂબજ ભવ્ય રીતે બહાર આવશે.

નર-નારાયણ: તો જો અમે બરાબર માર્ગ ઉપર છીએ, ત્યારે શું અમારા રાજનૈતિક કાર્યો પણ સફળ થશે?

પ્રભુપાદ: ઓહ, હા. કેમ નહીં? કૃષ્ણ પણ રાજકારણમાં હતા. તો કૃષ્ણ ભાવનામૃત એટલે કે તે સર્વ-વ્યાપી છે: સામાજિક, રાજનૈતિક, સૈદ્ધાંતિક, ધાર્મિક, સાંસ્કૃતિક, બધું. તે એકતરફી નથી. તે લોકો તેને લે છે.. તેઓ જાણતા નથી. તેથી તેમને લાગે છે કે તે એક ધાર્મિક આંદોલન છે. ના, તે સર્વ-સંમિલિત છે, સર્વ-સંમિલિત, સર્વ-વ્યાપી.