GU/Prabhupada 0347 - સૌ પ્રથમ તમે ત્યાં જન્મ લો જ્યાં કૃષ્ણ અત્યારે ઉપસ્થિત છે



Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975

હ્રદયાનંદ: શું પોતાને શુદ્ધ કરવાથી આપણે પરમ ભગવાન સાથે આપણા સંબંધનો અનુભવ કરીએ છીએ?

પ્રભુપાદ: હા, તે શુદ્ધિકરણનું કેન્દ્ર છે.

હ્રદયાનંદ: (સ્પેનિશ)

હનુમાન: પ્રભુપાદ, મારે જાણવું છે કે, જો આધ્યાત્મિક જગતમાં કોઈ જન્મ નથી, કેવી રીતે આપણે આધ્યાત્મિક જગતમાં ફરીથી પ્રવેશ કરીશું?

પ્રભુપાદ: હમ્મ? જન્મ એટલે કે, સૌથી પેહલા તમે ત્યાં જન્મ લેશો જ્યાં કૃષ્ણ અત્યારે વિદ્યમાન છે. કૃષ્ણ એક બ્રહ્માંડમાં છે. અસંખ્ય બ્રહ્માંડો છે. તો તમે હવે જન્મ લેશો આવતા બ્રહ્માંડમાં, અથવા જ્યાં કૃષ્ણ અત્યારે વ્યક્તિગત રીતે ઉપસ્થિત છે. ત્યાં તમે પ્રશિક્ષિત થાઓ છો. અને જ્યારે તમે પ્રશિક્ષિત થઇ જાઓ છો, ત્યારે તમે વ્યક્તિગત રીતે વૈકુંઠ જાઓ છો. કોઈ જન્મ નહીં. હમ્મ, તે શું છે?

હ્રદયાનંદ: વધારે પ્રશ્નો અને ઉત્તરો?

પ્રભુપાદ: જો તમને ગમે, તો હું જવાબ આપી શકું છું.

હ્રદયાનંદ: શું ભગવાન પાસે જવાનો બીજો કોઈ માર્ગ છે? જો કોઈ બીજો માર્ગ છે...

પ્રભુપાદ: ના (હાસ્ય). કારણકે તે ભગવદ ગીતામાં કહેલું છે,

ભક્ત્યા મામ અભિજાનાતિ
યાવાન યશ ચાસ્મી તત્ત્વતઃ
તતો મામ તત્ત્વતો જ્ઞાત્વા
વિશતે તદ અનંતરમ
(ભ.ગી. ૧૮.૫૫)

આ શોધો, ભક્ત્યા મામ અભિજાનાતિ.

હ્રદયાનંદ:

ભક્ત્યા મામ અભિજાનાતિ
યાવાન યશ ચાસ્મી તત્ત્વતઃ
તતો મામ તત્ત્વતો જ્ઞાત્વા
વિશતે તદ અનંતરમ
(ભ.ગી. ૧૮.૫૫)

પ્રભુપાદ: કોઈ પણ ભગવાનના ધામમાં પ્રવેશ ના કરી શકે જ્યા સુધી તે ભક્ત નથી બનતો. (તોડ) અને કોઈ મુશ્કેલી નથી ભક્ત બનવા માટે કારણકે... ભક્ત બનવું એટલે કે ચાર સિદ્ધાંત છે. પહેલી વસ્તુ છે હંમેશા કૃષ્ણ વિશે વિચારવું. મનમના ભવ મદભક્ત: તે ભક્ત છે. માત્ર કૃષ્ણ વિશે વિચાર કરવાથી. તે હરે કૃષ્ણ છે. જ્યારે તમે હરે કૃષ્ણનો જપ કરો છો, તમે કૃષ્ણનો વિચાર કરો છો. તમે તરત જ ભક્ત બની જાઓ છો. ત્યારે મનમના ભવ, મદ્યાજી: "તમે મારી ઉપાસના કરો," મામ નમસ્કુરુ, "અને મને પ્રણામ અર્પણ કરો." તે ખૂબજ સરળ વાત છે. જો તમે કૃષ્ણ વિશે વિચાર કરો અને જો તમે તેમને પ્રણામ કરો અને જો તમે તેમની પૂજા કરો, આ ત્રણ વસ્તુઓ તમને ભક્ત બનાવશે અને તમે પાછા ભગવદ ધામ જશો. આપણે આ વસ્તુઓ શીખવાડી રહ્યા છીએ: હરે કૃષ્ણનો જપ કરો, વિગ્રહને નમસ્કાર અર્પણ કરો અને પૂજા કરો. કાર્ય સમાપ્ત.

હ્રદયાનંદ: (સ્પેનિશ)

પ્રભુપાદ: તો તે લોકોએ જ્ઞાન પાઠમાં કેમ જવું જોઈએ? તેમાં કેટલું બધું જ્ઞાન અને વ્યાકરણની જરૂર છે, કેટલું બધું નાક બંધ કરવું, અને કેટલી બધી વસ્તુઓ. તમે આ બધા વસ્તુઓ છોડી દો. તમે માત્ર આ ત્રણ વસ્તુઓ કરો અને તમે ભક્ત બની જાઓ છો. કેમ તમે આ સૌથી સરળ માર્ગને અપનાવીને ભક્ત નથી બનતા અને પાછા ઘેર, પાછા ભગવદ ધામ નથી જતા? આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.