GU/Prabhupada 0349 - મે ફક્ત મારા ગુરુ મહારાજના વચન પર વિશ્વાસ કર્યો હતો
Arrival Address -- New York, July 9, 1976
તો બુદ્ધિમાન વ્યક્તિએ જાણવું જોઈએ કે વિવિધ પરિસ્થિતિઓ, વિવિધ જીવન શું છે. તેઓ જાણતા નથી. તે દિવસે આપણા ડોક્ટર સ્વરૂપ દામોદર કહી રહ્યા હતા, કે જે પણ વૈજ્ઞાનિક પ્રગતિ કે શૈક્ષણિક પ્રગતિ તે લોકોએ કરી છે, બે વસ્તુઓની જરૂર છે. તેઓ જાણતા નથી કે આકાશમાં આ વિવિધ ગ્રહો શું છે. તેઓ જાણતા નથી. તેઓ માત્ર કલ્પના કરે છે. તેઓ ચંદ્ર ગ્રહ, મંગળ ગ્રહ પર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ તે શક્ય નથી. જો તમે જાઓ પણ, એક કે બે ગ્રહ, કેટલા બધા લાખો ગ્રહો છે; તમે તેના વિશે શું જાણો છો? કોઈ પણ જ્ઞાન નથી. અને બીજું જ્ઞાન: તેઓ જાણતા નથી કે જીવનની સમસ્યાઓ શું છે. આ બે વસ્તુઓની અછત છે. અને આપણે આ બે વસ્તુઓ સાથે વ્યવહાર કરીએ છીએ. જીવનની સમસ્યા છે કે આપણે વંચિત છીએ, આપણે કૃષ્ણ ભાવનામૃતથી દૂર છીએ; તેથી આપણે કષ્ટ ભોગવી રહ્યા છીએ. જો તમે કૃષ્ણ ભાવનામૃતને અપનાવશો, તો બધી સમસ્યાઓનું સમાધાન થઇ જશે. અને જ્યા સુધી ગ્રહ મંડળનો પ્રશ્ન છે, કૃષ્ણ તમને તક આપી રહ્યા છે, કે તમને જ્યાં પણ ગમે, ત્યાં તમે જઈ શકો છો. પણ બુદ્ધિશાળી વ્યક્તિ પસંદગી કરશે, મદ્યાજીનો અપિ યાન્તિ મામ (ભ.ગી. ૯.૨૫). "જે કૃષ્ણ ભાવનાભાવિત છે, તે મારી પાસે આવશે." તો બન્નેની વચ્ચે અંતર શું છે? જો હું બ્રહ્મલોક કે મંગળ ગ્રહ કે બ્રહ્મલોક પણ જઉં, કૃષ્ણ કહે છે કે, આ-બ્રહ્મ ભુવનાલ લોક પુનર આવર્તિનો અર્જુન (ભ.ગી. ૮.૧૬). તમે બ્રહ્મલોક જઈ શકો છો, પણ ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશન્તિ (ભ.ગી. ૯.૨૧): "તમારે ફરી પાછું આવવું પડશે." અને કૃષ્ણ પણ કહે છે કે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). મદ્યાજીનો અપિ યાંતી મામ.
તો તમને આ તક છે, કૃષ્ણ ભાવનામૃત. ભગવદ ગીતામાં બધું સમજાવેલું છે, શું વસ્તુ શું છે. આ તકને ગુમાવશો નહીં. મૂર્ખ ન થતા, કહેવાતા વૈજ્ઞાનિકો કે તત્વજ્ઞાનીઓ કે રાજનેતાઓ દ્વારા ગેરમાર્ગે ના દોરવાતા. કૃષ્ણ ભાવનામૃતને અપનાવો. અને તે શક્ય થશે માત્ર ગુરુ-કૃષ્ણ-કૃપાય (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). ગુરુની કૃપાથી અને કૃષ્ણની કૃપાથી તમે બધી સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ રહસ્ય છે.
- યસ્ય દેવે પરા ભક્તિર
- યથા દેવે તથા ગુરૌ
- તસ્યૈતે કથિતા હી અર્થ:
- પ્રકાશન્તે મહાત્મનઃ
- (શ્વે.ઉ. ૬.૨૩)
તો આ ગુરુ-પૂજા જે આપણે કરીએ છીએ, તે કોઈ પોતાની ઉપાસના નથી; તે સાચું શિક્ષણ છે. તમે રોજ ગાઓ છો, તે શું છે? ગુરુ-મુખ પદ્મ-વાક્ય... આર ના કરિયા ઐક્ય. બસ, આ અનુવાદ છે. હું તમને પ્રમાણિકપણે કહું છું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જે પણ થોડી ઘણી સફળતા છે, મારા ગુરુ મહારાજ દ્વારા જે પણ કહેવામાં આવેલું હતું મેં તેના ઉપર બસ વિશ્વાસ કર્યો હતો. તમે પણ તેને જારી રાખો. પછી બધી સફળતા આવશે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.