GU/Prabhupada 0348 - જો કોઈ પચાસ વર્ષ ફક્ત હરે કૃષ્ણનો જપ કરશે, તે ચોક્કસ પૂર્ણ બનશે



Lecture on BG 7.14 -- Hamburg, September 8, 1969

અંગ્રેજી છોકરો: શું તે શક્ય છે વ્યક્તિ માટે આ જીવનમાં કરવું?આ જીવનમાં? શું તે શક્ય છે કે વ્યક્તિનું પતન થાય?

પ્રભુપાદ: તે એક સેકન્ડમાં શક્ય છે, જો તમે ગંભીર છો તો. તે બહુ મુશ્કેલ નથી. કૃષ્ણ ભક્તિ... બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે: (ભ.ગી. ૭.૧૯) "કેટલા કેટલા બધા જન્મો બાદ, જ્યારે વ્યક્તિ બુદ્ધિશાળી બને છે, જ્ઞાની, પૂર્ણ રીતે વિકસિત, બુદ્ધિશાળી, તે મને શરણાગત થાય છે," કૃષ્ણ કહે છે. તો જો હું બુદ્ધિશાળી છું, તો હું જોઇશ કે "જો તે જીવનનું લક્ષ્ય છે, કે કેટલા બધા જન્મો પછી વ્યક્તિએ કૃષ્ણને શરણાગત થવું પડે, કેમ હું તરત જ શરણાગત ના થાઉ?" તે બુદ્ધિ છે. જો તે હકીકત છે, કે વ્યક્તિને આ બિંદુ સુધી આવવું પડે, કેટલા બધા જન્મો સુધી જ્ઞાન વિકસિત કર્યા પશ્ચાત, તો પછી કેમ તરત જ સ્વીકાર ના કરી લેવો? કેમ હું આટલા બધા જન્મો સુધી પ્રતીક્ષા કરું જો તે હકીકત છે તો? તો તેના માટે થોડી બુદ્ધિની જરૂર છે. તેના માટે કેટલા બધા જન્મોની જરૂર નથી.

તેના માટે થોડી બુદ્ધિની જરૂર છે. આ કૃષ્ણ ભાવનામૃતને તમે ગંભીરતાથી લો; તમારી સમસ્યાઓનું સમાધાન થઇ જશે. હવે, જો તમે તેને નથી માનતા, ત્યારે તમે દલીલ ઉપર આવો, તત્વજ્ઞાન ઉપર આવો, કારણ ઉપર આવો. દલીલ કરતા જાઓ. કેટલા બધા ગ્રંથો છે. આશ્વસ્ત થઈ જાઓ. તમે તેને શીખી શકો છો. દરેક ઉત્તર ભગવદ ગીતામાં છે. તમે તેને તમારી બુદ્ધિથી, તમારી દલીલોથી સમજી શકો છો. તે ખુલ્લું છે. (તોડ) જેમ કે અર્જુન. અર્જુનને પણ ભગવદ ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો, કેટલો સમય? વધારે થી વધારે, અડધો કલાક. કારણકે તે ખૂબજ બુદ્ધિશાળી હતો. આ ભગવદ ગીતા, દુનિયાના લોકો વાંચે છે. ખૂબ, ખૂબ, પંડિત વિદ્વાન, જ્ઞાની વ્યક્તિઓ, તેઓ વાંચી રહ્યા છે. તેઓ સમજવાનો પ્રયત્ન કરે છે, વિવિધ અર્થઘટન આપે છે. હજારો સંપાદન છે, ટીકાઓ. પણ અર્જુન બુદ્ધિશાળી હતો, તે તેને અડધા કલાકમાં સમજી ગયો.

તો તેના માટે સાપેક્ષ બુદ્ધિની જરૂર છે. બધુ જ, આ જગત સાપેક્ષ છે. સાપેક્ષતાનો નિયમ. તે વૈજ્ઞાનિક છે. પ્રોફેસર આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત? સાપેક્ષતાનો નિયમ? તો તે સાપેક્ષ છે. વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બની શકે છે એક સેકંડમાં, અને કેટલા કેટલા બધા જન્મો પછી પણ કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકે. તે સાપેક્ષ છે. પણ જો તમને થોડી બુદ્ધિ છે, તમે તેનો તરત જ સ્વીકાર કરી શકો છો. જો થોડી ઓછી બુદ્ધિ છે, તો સમય લાગશે. તમે એમ ના કહી શકો કે "તે આટલા વર્ષો પછી શક્ય થશે." તે કહી ના શકાય. તે સાપેક્ષ છે. બધું સાપેક્ષ છે. એક મનુષ્ય માટે, અહીથી ત્યાં, એક કદમ; પણ એક નાના જંતુ માટે, અહીં થી ત્યાં, દસ માઈલ છે, દસ માઈલ છે. તો બધું સાપેક્ષ છે. આ દુનિયા સાપેક્ષ છે. એવું કોઈ પણ સૂત્ર નથી કે "વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બની શકે છે આટલા વર્ષો પછી." ના. તેવું કોઈ સૂત્ર નથી. વ્યક્તિ લાખો, કરોડો જન્મો પછી પણ કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકે, અને તે એક સેકંડમાં પણ કૃષ્ણ ભાવનાભાવિત બની શકે. પણ બીજા બાજુએ, આ જીવનમાં આપણે કૃષ્ણ ભાવનામૃતમાં સિદ્ધ બની શકીએ જો આપણે તેને ગંભીરતાથી લઈએ. વિશેષ કરીને તમે બધા જુવાન છોકરાઓ છો. અમે ધારીએ છીએ કે તમે ઓછામાં ઓછા હજી પચાસ વર્ષો રહેશો. ઓહ, તે પૂરતો સમય છે. પ્રયાપ્ત. પર્યાપ્ત કરતાં પણ વધુ. પર્યાપ્ત કરતાં પણ વધુ. જો પચાસ વર્ષો સુધી વ્યક્તિ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, જપ કરે, તો તેનું સિદ્ધ બનવું નિશ્ચિત છે. તેમાં કોઈ પણ સંશય નથી. માત્ર જો તે હરે કૃષ્ણ મંત્રનો જપ કરે, હરે કૃષ્ણ, ઓહ, તેમાં કોઈ પણ સંશય નથી.