GU/Prabhupada 0351 - તમે કઈ લખો; ધ્યેય હોવો જોઈએ ફક્ત પરમ ભગવાનના ગુણગાન કરવા



Lecture on SB 1.5.9-11 -- New Vrindaban, June 6, 1969

તો, જેમ કે કાગડાઓ અને હંસો વચ્ચે સ્વાભાવિક અંતર છે, તેવી જ રીતે એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ અને સાધારણ વ્યક્તિની વચ્ચે અંતર છે. સાધારણ વ્યક્તિઓની તુલના કાગડાઓ સાથે કરવામાં આવેલી છે, અને એક પૂર્ણ કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હંસ અને બતકની જેમ છે. ત્યારે તે કહે છે,

તદ-વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવો
યસ્મિન પ્રતિ શ્લોકમ અબદ્ધવતિ અપિ
નામાની અનંતસ્ય યશો અંકિતાની યત
શ્રુણવન્તિ ગાયન્તિ ગ્રણન્તિ સાધવઃ
(શ્રી.ભા. ૧.૫.૧૧)

બીજી બાજુ, આ એક પ્રકારનું સાહિત્ય છે, ખૂબ સારી રીતે લખેલું, કહેવતો સાથે, અને કવિતાઓ સાથે, બધું. પણ ભગવાનના ગુણગાન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેની સરખામણી કરવામાં આવેલી છે, તે જગ્યા સાથે, જ્યાં કાગડાઓ મજા લે છે. બીજી બાજુમાં, બીજા પ્રકારના સાહિત્ય, તે શું છે? તદ-વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવો યસ્મિન પ્રતિ શ્લોકમ અબદ્ધવતિ અપિ (શ્રી.ભા. ૧.૫.૧૧). એક સાહિત્ય જે લોકોને પ્રસ્તુત કરવામાં આવેલું છે, જનતાને વાંચવા માટે, તે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું પણ હોઈ શકે છે, પણ કારણકે ત્યાં ભગવાનના ગુણગાન છે, તે ક્રાંતિ લાવી શકે છે. તે આખા માનવ સમાજને શુદ્ધ કરી શકે છે. મારા ગુરુ મહારાજ, જ્યારે તે "ધ હાર્મોનિસ્ટ" માં છાપવા માટે લેખોને પસંદ કરી રહ્યા હતા, જો તેઓ માત્ર જુએ છે કે, લેખકે, કેટલી બધી જગ્યાએ "કૃષ્ણ," "ભગવાન ચૈતન્ય," તેમ લખ્યું છે, તે તરત જ મંજૂર કરે છે: "ઠીક છે. તે ઠીક છે (હાસ્ય) તે ઠીક છે." આટલી બધી વાર તેણે "કૃષ્ણ" અને "ચૈતન્ય," નું ઉચ્ચારણ કર્યુ છે, તેથી તે ઠીક છે.

તો તેવી જ રીતે, જો આપણે ભગવદ દર્શન કે કોઈ પણ સાહિત્યને ભાંગી તૂટી ભાષામાં પણ પ્રસ્તુત કરીએ છીએ, તો તેમાં કોઈ પણ વાંધો નથી કારણકે ત્યાં ભગવાનના ગુણગાન છે. નારદજી તેની ભલામણ કરી રહ્યા છે. તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવ: જનતા અઘ. અઘ એટલે કે પાપમય કાર્યો. જો કોઈ પણ વ્યક્તિ આ સાહિત્યની એક પંક્તિ પણ વાંચશે, ભલે તે ભાંગી તૂટી ભાષામાં લખેલું છે, પણ જો તે માત્ર કૃષ્ણને સાંભળશે, ત્યારે તેના બધા પાપમય કાર્યો તરત જ નાશ થઇ જાય છે. જનતાઘ વિપ્લવ: તદ્-વાગ વિસર્ગો જનતા-આઘ વિપ્લવો યસ્મિન પ્રતિ શ્લોકમ અભવદ અપી. નામાની અનંતસ્ય (શ્રી.ભા. ૧.૫.૧૧). અનંત એટલે કે અસીમિત. તેમનું નામ, તેમની મહિમા, તેમની કીર્તિ, તેમના ગુણો વર્ણિત છે. નામાની અનંતસ્ય યશો અંકિતાની. જો ગુણગાન છે, ભલે તે ભાંગી તૂટી ભાષામાં પ્રસ્તુત છે, તો શ્રુણવન્તિ ગાયન્તિ ગ્રણન્તિ સાધવઃ જેમ કે મારા ગુરુ મહારાજ, સાધુ, એક સંત પુરુષ, તરત જ મંજૂર કરે છે: "હા, તે ઠીક છે." તે ઠીક છે. કારણકે ત્યાં ભગવાનના ગુણગાન છે. અવશ્ય, સામાન્ય જનતા તેને સમજશે નહીં. પણ આ આદર્શ છે, આદર્શ આવૃત્તિ છે, નારદ દ્વારા કહેવામા આવેલી. તમે કઈ લખો છો, તેનું લક્ષ્ય હોવું જોઈએ માત્ર પરમના ગુણગાન કરવા માટે. ત્યારે તમારું સાહિત્ય શુદ્ધ છે, પવિત્ર. અને નહિતો તમે કેટલું પણ સરસ રીતે, ક્યાં તો કહેવત રૂપે, કે કવિતા રૂપે, તમે કોઈ એવા સાહિત્યની રચના કરો કે જેનું ભગવાન, કે કૃષ્ણ સાથે કોઈ પણ સંબંધ નથી, તે વાયસમ તીર્થમ છે. તે કાગડાઓ માટે રમણીય સ્થળ છે.

આ નારદ મુનિનો મત છે. આપણે આની નોંધ લેવી જોઈએ. વૈષ્ણવ માટે એક યોગ્યતા છે: કવિ. તમારે... દરેક વ્યક્તિએ કવિ હોવું જોઈએ. તો... પણ તે કવિતા, તે કવિતાની ભાષા, માત્ર ભગવાનના ગુણગાન માટે જ હોવી જોઈએ.