Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0352 - આ સાહિત્ય આખી દુનિયામાં ક્રાંતિ લાવશે

From Vanipedia


આ સાહિત્ય આખી દુનિયામાં ક્રાંતિ લાવશે
- Prabhupāda 0352


Lecture on SB 1.8.20 -- Mayapura, September 30, 1974

તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવ: જે પણ રચના કે જેમાં, કોઈક જગ્યાએ કે ક્યારેક પરમ ભગવાનના ગુણગાન છે, કોઈ પણ સાહિત્ય. તદ વાગ વિસર્ગ..., જનતાઘ વિપ્લવ: તેવા પ્રકારનું સાહિત્ય ક્રાંતિકારી છે. ક્રાંતિકારી. વિપ્લવ: વિપ્લવ એટલે કે ક્રાંતિ. કેવા પ્રકારનું વિપ્લવ? જેમ કે, ક્રાંતિમાં, એક પ્રકારનું રાજનૈતિક દળ વિજય પ્રાપ્ત કરે છે બીજા રાજનૈતિક ઉપર, કે એક પ્રકારનો... આપણે સમજીએ છીએ કે ક્રાંતિ એટલે કે રાજનૈતિક ક્રાંતિ. એક પ્રકારના રાજનૈતિક વિચારો બીજા પ્રકારના રાજનૈતિક વિચારો દ્વારા પરાજિત થાય છે. તેને કહેવાય છે ક્રાંતિ. તો અંગ્રેજી શબ્દ છે રિવોલ્યૂશન, અને સંસ્કૃત શબ્દ છે વિપ્લવ. તો તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવ: જો તેવા સાહિત્યો પ્રસ્તુત થાય છે... જેમ કે અમે પ્રસ્તુત કરીએ છીએ. અમે કોઈ મોટા વિદ્વાન નથી. અમે... અમારી પાસે કોઈ મોટી યોગ્યતા નથી કે અમે ખૂબ સારા સાહિત્યની રચના કરી શકીએ. કેટલી બધી ખામીઓ હોઈ શકે છે... જે પણ હોય. પણ તે ક્રાંતિકારી છે. તે હકીકત છે. તે ક્રાંતિકારી છે. નહિતો, કેમ મોટા, મોટા વિદ્વાનો, પ્રોફેસરો, યુનિવર્સિટીના અધિકારીઓ, ગ્રંથાલય અધ્યક્ષો, તેઓ લઈ રહ્યા છે? તેઓ એમ વિચારે છે કે આ સાહિત્ય આખી દુનિયામાં ક્રાંતિ લાવશે. કારણકે તે છે, પાશ્ચાત્ય જગતમાં, આવો કોઈ પણ વિચાર નથી. તેઓ સહમત છે. તો કેમ તે ક્રાંતિકારી છે? કારણકે ત્યાં એક પ્રયત્ન છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન કરવાનો. કઈ પણ વધારે નથી. કોઈ પણ સાહિત્યનો વ્યવસાય નથી.

તો આ સ્વીકૃત છે. તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવો યસ્મિન પ્રતિ શ્લોકમ અબદ્ધ... શ્લોક (શ્રી.ભા. ૧.૫.૧૧). સંસ્કૃત શ્લોક લખવા માટે, વિદ્વાન પાંડિત્યની જરૂર છે. કેટલા બધા નીતિ અને નિયમો છે. એવું નથી કે તમે કઈ પણ રચના કરો અને તમે કવિ બની જાઓ. ના. કેટલા બધા નીતિ અને નિયમો છે, વ્યક્તિએ પાલન કરવું પડે. ત્યારે વ્યક્તિ રચના કરી શકે છે. જેમ કે તમે જુઓ છો, ત્યાં છંદ છે:

તથા પરમહંસાનામ
મુનિનામ અમલાત્મનામ
ભક્તિયોગ વિધાનાર્થમ
કથમ પશ્યેમ હી સ્ત્રિયઃ
(શ્રી.ભા. ૧.૮.૨૦)

તે છંદ છે. દરેક શ્લોકને, છંદ છે. તો, ભલે તે આદર્શ છંદ નથી,અને ક્યારેક તે ભાંગી તૂટી ભાષામાં છે, પણ છતાં, કારણકે ત્યાં પરમ ભગવાનના ગુણગાન છે... નામાનિ અનંતસ્ય. પરમ ભગવાન અનંત છે, અસીમિત. તેમના નામ છે. તેથી મારા ગુરુ મહારાજે સ્વીકાર કર્યું હતું. તો અનંતસ્ય, પરમ અનંતના નામ છે - "કૃષ્ણ," "નારાયણ," "ચૈતન્ય," તેવી રીતે - તો શ્રુણવન્તિ ગાયન્તિ ગ્રણન્તિ સાધવઃ. સાધવઃ એટલે કે જે સાધુ પુરુષ છે. તેવા પ્રકારનું સાહિત્ય, ભલે તે ભાંગી તૂટી ભાષામાં લખેલું હોય, તેઓ સાંભળે છે. સાંભળે છે. કારણકે ભગવાનના ગુણગાન છે.

તો આ પદ્ધતિ છે. કોઈ ન કોઈ રીતે આપણે કૃષ્ણથી આસક્ત થવું જોઈએ. મયી આસક્ત મનાઃ પાર્થ (ભ.ગી. ૭.૧) તે આપણું એક માત્ર કર્તવ્ય છે, કેવી રીતે આપણે... તેનો કોઈ વાંધો નથી, ભાંગી તૂટી ભાષામાં. ક્યારેક... કેટલા બધા સંસ્કૃત... મારા કહેવાનો અર્થ છે, ઠીકથી ઉચ્ચારણ ન થયેલા. જેમ કે આપણે કરીએ છીએ. આપણે બહુ નિષ્ણાત નથી. કેટલા બધા નિષ્ણાત સંસ્કૃત ઉચ્ચારણકર્તા છે, વેદ મંત્ર. અને આપણે એટલા નિષ્ણાત નથી. પણ આપણે પ્રયાસ કરીએ છીએ. આપણે પ્રયાસ કરીએ છીએ. પણ કૃષ્ણનું નામ છે. તેથી તે પર્યાપ્ત છે. તેથી તે પર્યાપ્ત છે.