GU/Prabhupada 0364 - ભગવદ ધામ જવા માટે યોગ્ય બનવું, તે બહુ સરળ નથીLecture on SB 5.5.23 -- Vrndavana, November 10, 1976

જયારે સુધી તમે નિમ્ન ગુણો, એટલે કે રજો ગુણ અને તમો ગુણનું નિયંત્રણ નથી કરતાં, ત્યા સુધી તમે સુખી ના બની શકો. તે શક્ય નથી. તતો રજસ તમો ભાવા: (શ્રી.ભા. ૧.૨.૧૯). રજસ તમો ભાવ: મતલબ કામ અને લોભ. જ્યા સુધી મને કામવાસના છે, જ્યા સુધી મને લોભ છે વધારે અને વધારે પ્રાપ્ત કરવા માટે, ઇન્દ્રિયોનો વધારે અને વધારે ભોગ કરવા માટે... તે લોભ છે. વ્યક્તિએ સંતુષ્ટ હોવું જોઈએ, સૌથી ઓછામાં ઓછાથી.

આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એતત પશુભિર નરાણામ. આહાર મતલબ ખાવું. આહાર, નિદ્રા, ઊંઘવું અને ભય અને ઈન્દ્રિય તૃપ્તિ. આની જરૂર છે, પણ વધારવા માટે નહીં પણ ઘટાડવા માટે. જેમ કે જ્યારે વ્યક્તિ રોગી હોય છે તેણે જે ગમે તે ખાવું ન જોઈએ. કારણકે તે રોગી છે, ડોક્ટર લખી આપે છે કે, "તમે થોડું જવનું પાણી કે ગ્લુકોઝ લો, ઘન આહાર નહીં, જો તમારે સાજા થવું છે તો." તેવી જ રીતે, આ વસ્તુઓની જરૂર છે જ્યા સુધી આ શરીર છે. આહાર-નિદ્રા-ભય-મૈથુન. આ વસ્તુઓને ઘટાડવી જોઈએ, વધારવી નહીં. આ માનવ સભ્યતા છે, વધારવું નહીં. જેમ કે વૃંદાવનમાં ગોસ્વામીઓ. તેઓ અહીં આહાર-નિદ્રા-ભય અને મૈથુનને વધારવા માટે ન હતા આવ્યા. ના. તેઓ ઘટાડવા માટે આવ્યા હતા. નિદ્રાહાર વિહારકાદિ વિજિતૌ. આની જરૂર છે. આ વૃંદાવન-વાસી છે, એવું નહીં કે વૃંદાવનમાં રહીને તમે આહાર-નિદ્રા-ભય અને મૈથુનને વધારો. ના, તે વૃંદાવન-વાસ નથી. વાંદરો પણ વૃંદાવનમાં રહે છે, અને કુતરાઓ પણ, અને ભૂંડ પણ વૃંદાવનમાં રહે છે. પણ તેઓ જાણતા નથી કે કેવી રીતે આ આહાર-નિદ્રા-ભય અને મૈથુનને ઘટાડવું. તમે વાંદરાઓને જોશો. તેઓ પણ વૃંદાવનમાં છે. પણ તમે એક પુરુષ વાંદરાને ત્રણ ડઝન સ્ત્રી-વાંદરીઓ સાથે જોશો. તે વૃંદાવન-વાસ નથી. આહાર-નિદ્રા.. તેનો મતલબ છે કે તેને જરૂર છે બ્રાહ્મણ્ય સંસ્કૃતિની, દમો, શમો. તેની જરૂર છે. તે બ્રાહ્મણ્ય સંસ્કૃતિ છે.

દુર્ભાગ્યવશ, આ વર્તમાન સમાજ તે ઘટાડતા નથી. તે માત્ર વધારે છે. પાશ્ચાત સંસ્કૃતિ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિના સાધનોને વધારવું, "યંત્ર, યંત્ર, યંત્ર, યંત્ર." તો, અને બ્રાહ્મણ્ય સંસ્કૃતિ એટલે કે શમો દમો તિતિક્ષા. તિતિક્ષા એટલે કે કોઈ વસ્તુ વગર હું કષ્ટને ભોગવીશ. કષ્ટ ભોગવવું. તો વ્યક્તિને અભ્યસ્ત રહેવું જોઈએ કષ્ટ ભોગવવા માટે. કષ્ટ ભોગવવું, તે તપસ્યા છે. તપસા બ્રહ્મચર્યેણ (શ્રી.ભા. ૬.૧.૧૩). તપસ્યા એટલે કે બ્રહ્મચર્યથી પ્રારંભ. આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે મૈથુન જીવનને ભોગવવામાં અભ્યસ્ત છીએ. તપસા એટલે કે આ બધાને રોકવું. તપસા બ્રહ્મચર્યેણ (શ્રી.ભા. ૬.૧.૧૩). આ અભ્યાસ છે.

તો પાછું ભગવદ ધામ જવા માટે યોગ્ય બનવું, તે બહુ સરળ નથી. તે ખૂબજ સરળ નથી... આપણે ભૌતિક જીવન લગભગ શૂન્ય બનાવવું પડે. લગભગ શૂન્ય જ નહીં - વ્યવહારિક રીતે શૂન્ય. અન્યાભિલાષિતા શૂન્યમ (ભ.ર.સિ. ૧.૧.૧૧). તેની જરૂર છે, અભ્યાસની. તેથી, આપણું આ કૃષ્ણ ભાવનામૃત કેન્દ્ર, આ શમો દમો તિતિક્ષાના અભ્યાસ માટે છે. તેથી આપણને જોવાની ઈચ્છા છે કે વ્યક્તિ કેટલો યોગ્ય છે આ શમો દમો તિતિક્ષાનો અભ્યાસ કરવા માટે. તો જો કોઈ નવો છોકરો આવે છે, અને જો તેને કઈ પણ કાર્ય આપવામાં આવે છે, જે ઇન્દ્રિય તૃપ્તિ માટે બહુ સારું નથી હોતું, તે જતો રહે છે. તેનો અર્થ છે કે તે તૈયાર નથી. તે વધુ સારું છે કે તે જતો રહે. બંગાળમાં કહેવાય છે કે, દુષ્ટ ગોરૂતે શૂન્ય ગોઆલોવા: "જો કષ્ટ આપતી ગાયો હોય તો શ્રેષ્ઠ છે કે તમે ગૌશાળામાં કોઈ ગાયો ના રાખો. અનુમતિ ના આપો." તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વ્યક્તીઓને ઉન્નત કરવા માટે છે પશુ વર્ગના માણસોને બ્રાહ્મણ વર્ગ સુધી. તેથી આ પવિત્ર દોરા (જનોઈ)ની વિધિ બીજી દીક્ષા તરીકે આપવામાં આવે છે, કે "તેણે હવે શમો દમો તિતિક્ષા આર્જવનો અભ્યાસ કર્યો છે, અને શીખ્યો છે કે કૃષ્ણ શું છે, તે શું છે, કૃષ્ણ સાથે તેનો સંબંધ શું છે, હવે કેવી રીતે કૃષ્ણની સંતુષ્ટિ માટે કાર્ય કરવું." આ બ્રાહ્મણ્ય યોગ્યતાઓ છે. જો વ્યક્તિ આ સ્તર સુધી ઉન્નત થાય છે... આ સ્તરને કહેવાય છે સત્ત્વ-ગુણ.