GU/Prabhupada 0365 - તેને (ઈસ્કોનને) એક મળ સમાજ ના બનાવતા, તેને એક મધનો સમાજ બનાવજો



Lecture on SB 1.5.9-11 -- New Vrindaban, June 6, 1969

તો અહિયા નારદ મુનિ સલાહ આપે છે કે "તમે સમજાવ્યું છે..." ધર્માદયશ ચ અર્થ. "બીજા સાહિત્યમાં તમે આખા વેદોને સમજી શકાય તેવી ભાષામાં, પુરાણોમાં, વિભાજીત કર્યા છે." પુરાણ એટલે કે વેદોનું પૂરક, વૈદિક જ્ઞાનને ગુણને અનુસાર સમજાવવું. દરેક મનુષ્ય ભૌતિક પ્રકૃતિના કોઈને કોઈ ગુણને આધીન છે. તેમાંથી કોઈ અંધકાર, તમોગુણમાં છે. તેમાંથી કોઈ રજો-ગુણમાં છે. અને તેમાંથી કોઈ મિશ્રિત તમો ગુણ અને રજો ગુણમાં છે. અને તેમાંથી કોઈ પ્રકાશમાં, સત્વ-ગુણમાં છે. બધા એક જ સ્તર ઉપર નથી. વિવિધ પ્રકારના માણસો છે. જેમ કે આપણા હયગ્રીવના ગ્રંથાલયમાં તમને કેટલા બધા તત્વજ્ઞાનના પુસ્તકો મળશે. પણ જો તમે કોઈ સામાન્ય માણસ પાસે જશો, તમને વ્યર્થનું સાહિત્ય, કલ્પિત સાહિત્ય, અને મૈથુન મનોવિજ્ઞાન, આ, તે, મળશે. રુચિ અનુસાર. રુચિ અનુસાર, અલગ રુચિ. કારણકે વિવિધ પ્રકારના માણસો હશે. તે આવતા શ્લોકમાં સમજાવવામાં આવશે. તે કહે છે, નારદ મુનિ,

ન યદ વચસ ચિત્ર પદમ હરેર યશો
જગત પવિત્રમ પ્રઘ્રુણીત કરહીચિત
તદ્ વાયસમ તીર્થમ ઉશન્તિ માનસા

ન યંત્ર હંસા નિરમન્તિ ઉષીક ક્ષયાઃ

(શ્રી.ભા. ૧.૫.૧૦)

તો તેઓ વ્યાસદેવ દ્વારા લખેલા બધા ગ્રંથોની સરખામણી કરી રહ્યા છે, વેદાંત તત્વજ્ઞાન સહિત. તેઓ કહે છે કે આ વાયસમ તીર્થમ છે. વાયસમ તીર્થમ. વાયસમ એટલે કે કાગડાઓ. અને કાગડાઓ, તેમના આનંદનું સ્થળ. તમે કાગડાઓને જોયા છે? ભારતમાં અમારી પાસે કેટલા બધા કાગડાઓ છે. તમારા દેશમાં કાગડાઓ બહુ નથી... પણ ભારતમાં, કાગડાઓ, તેઓ ગંદી વસ્તુઓમાં આનંદ લે છે. કાગડાઓ. તમે જોશો કે તેઓ એવી જગ્યામાં આનંદ લે છે જ્યાં બધી ગંદી વસ્તુઓ છે, કચરામાં. તેઓ શોધી કાઢશે ક્યાં કચરો છે, ક્યાં સડો છે, ક્યાં પરુ છે. ક્યાં... જો... જેમ કે માખીઓ. તે મળ ઉપર બેસી જાય છે. માક્ષીકામ ભ્રમરા ઇચ્છન્તિ. અને મધમાખીયો, તે મધ લેવાનો પ્રયાસ કરશે. પશુઓમાં પણ તમે જોશો. મધ... મધમાખીયો ક્યારે પણ મળ પાસે નહીં આવે. અને સામાન્ય માખીઓ, તે ક્યારે પણ મધનો સંગ્રહ કરવા નહીં જાય. તેવી જ રીતે, પક્ષીઓમાં વિભાજન છે, પશુઓમાં વિભાજન છે, માનવ સમાજમાં પણ વિભાજન છે. તો તમે અપેક્ષા ના કરી શકો કે કોઈ સામાન્ય વ્યક્તિ આ કૃષ્ણ ભાવનામૃતમાં આવશે. તમે જોયું? કારણકે તેમને મળ ચાખવાનું પ્રશિક્ષણ મળ્યું છે, તે માખીઓ બની ગયા છે. તમે જોયું? આધુનિક શિક્ષણ લોકોને માખીઓ બનવા માટે શિખવાડે છે, માત્ર મળ. અહીં નહીં, કૃષ્ણ ભાવનામૃતમાં. પણ તમે તેને એક મધગૃહ બનાવો. જે લોકો મધની પાછળ છે, તેમને અહીં મળશે "અહીં કોઈ વસ્તુ છે." તમે જોયું? તેને એક મળનો સમાજ ના બનાવતા. તમે જોયું? તેને એક મધનો સમાજ બનાવો. ઓછામાં ઓછું, તક આપો, જે લોકો મધની પાછળ છે. લોકોને છેતરશો નહીં. તો તેઓ આવશે.

તો અહીં નારદ મુનિએ કહ્યું કે "તમે કેટલા બધા ગ્રંથોની રચના કરી છે, તે ઠીક છે. શું ખ્યાલ છે? ખ્યાલ છે ધર્માદયઃ તમે ધાર્મિક સિદ્ધાંતને શીખવાડો છો." વીસ, વિંશતી, ધર્મ-શાસ્ત્રા: આ મનુ-સંહિતા, પરાશર મુનિનો નિયમ, અને સામાજિક રીત, આ અને તે. તો કેટલા બધા છે. મૂળ રૂપે આ વિવિધ ઋષિઓ દ્વારા છે, પણ વ્યાસદેવે તેને તૈયાર કર્યા છે, એકત્રિત કર્યું છે બરાબર ઉપયોગ માટે. લોકો તેને સમજી શકે. તો વગર કોઈ સંદેહના, તેમણે આ બધો ગ્રંથોને સમજાવ્યા છે માનવ સમાજના કલ્યાણ માટે. કેવી રીતે ધાર્મિક બનવું, કેવી રીતે આર્થિક પરિસ્થિતિનો વિકાસ કરવો, કેવી રીતે સમજવું કે મુક્તિ એટલે શું. કેવી રીતે નિયમિત રીતે ઇંદ્રિયોની તૃપ્તિ કરવી. જેમ કે પુસ્તકોમાં, વ્યાસદેવના પુસ્તકોમાં, તમને આ વિવિધ પ્રકારના... જેમ કે જે લોકો માંસ ખાય છે. તેનું પણ નિર્દેશન વ્યાસદેવ દ્વારા આપવામાં આવેલું છે, તામસિક-પુરાણમાં, પુરાણ એવા લોકો માટે કે જે અજ્ઞાનમાં છે.

તો તે કોઈને પણ ના નથી પાડતું. તેમણે ગ્રંથોને એવી રીતે રચના કરી છે કે કોઈ પણ વ્યક્તિ તેને વાંચશે... જેમ કે પાઠશાળામાં વિવિધ વર્ગો છે અને વિવિધ વર્ગો માટે વિવિધ ગ્રંથો ભલામણ થયેલા છે. તેવી જ રીતે, વ્યાસદેવે આખું વૈદિક સાહિત્ય એટલી સરસ રીતે પુરાણોના રૂપે આપ્યું છે કે કોઈ પણ માણસ સૌથી શ્રેષ્ઠ સ્તર સુધી ઉન્નત થઇ શકે છે, ગ્રંથોને આ રીતે વાંચીને. ઉદાહરણ માટે જે વ્યક્તિ નશો, માંસાહાર, અને મૈથુન જીવનથી આસક્ત છે - કારણકે આ સ્વાભાવિક લક્ષણો છે. લોકે વ્યવાયામીશ મદ્ય સેવા નિત્યા જન્તોર ન હી તત્ર ચોદના (શ્રી.ભા. ૧૧.૫.૧૧) કોઈને જરૂર નથી શિક્ષા આપવાની. કોઈને શીખવાડવાની જરૂર નથી કેવી રીતે મૈથુન કાર્ય કરવું. કોઈને પણ, મારા કહેવાનું મતલબ છે, શિક્ષણ આપવાની જરૂર નથી કેવી રીતે નશો કરી શકાય. શું તમે જોતા નથી કે નશાકારક દ્રવ્યો, જે લોકો નશામાં આવી ગયા છે, તે આપમેળે બની ગયા છે? એવું કોઈ વિશ્વવિદ્યાલય નથી. એવી કોઈ શૈક્ષણિક પદ્ધતિ નથી કે "તમે બનો... એલ.એસ.ડી. ને આ રીતે લો." ના. તે એક સ્વાભાવિક વૃત્તિ છે. નશામાં રેહવું, દારૂ પીવું, એલ.એસ.ડી., ગાંજા, પાન, ઓહ, તમે ખૂબ સરળતાથી શીખી શકો. મૈથુન જીવનનો ઉપયોગ કરવો...

લોકે વ્યવાય. આ સ્વાભાવિક વૃત્તિઓ છે. તે... આપમેળે તે થશે. તેમાં કોઈ પ્રશ્ન નથી કે... તો ગ્રંથનો શું ઉપયોગ? ગ્રંથ નિયમિત કરવા માટે છે. લોકો તે નથી જાણતા. જ્યારે વ્યાસદેવ ભલામણ કરે છે કે તમારે લગ્નના રૂપે મૈથુન જીવન હોવું જોઈએ, તેનો અર્થ છે નિયમિત કરવું. તેનો અર્થ છે નિયમિત કરવું. તમે અહીં અને ત્યાં મૈથુન જીવન અનિયમિત રીતે ના કરી શકો. તમારી પાસે એક પત્ની છે અથવા એક પતિ છે, અને તે પણ નિયમિત છે: માત્ર સંતાન ઉત્પત્તિ માટે તમે મૈથુન જીવન કરી શકો છો. કેટલી બધી વસ્તુઓ. સંપૂર્ણ ખ્યાલ છે નિયમત કરવું. એવું નથી કે,"હવે મારી પાસે પત્ની છે તો તે મૈથુન જીવન માટે એક યંત્ર છે." ના, ના. એક લગ્ન, તેનો અર્થ તેમ નથી. લગ્નનો તે અર્થ નથી. તેનો અર્થ છે નિયમિત કરવું. આખી વૈદિક સભ્યતા લોકોને દિવ્ય સ્તર સુધી લાવવા માટે છે, ધીમે ધીમે તેમની બધી વ્યર્થ આદતોને શૂન્ય કરીને. પણ એક સાથે નહીં. ધીમે ધીમે તેના ગુણ અનુસાર. તેવી જ રીતે જે લોકો માંસાહારથી આસક્ત છે: "ઠીક છે." વૈદિક સાહિત્ય કહે છે, "ઠીક છે. તમે માસ ખાઈ શકો છો. પણ વિગ્રહની સમક્ષ એક પશુની બલિ ચડાવો, દેવી કાલીની સમક્ષ, અને તમે ખાઈ શકો છો." જેનાથી જે વ્યક્તિ માસ ખાય છે, તે વિદ્રોહ નહીં કરે.