GU/Prabhupada 0366 - તમે બધા - ગુરુ બનો, પણ અર્થહીન વાતો ના કરો



Lecture on SB 6.1.21 -- Honolulu, May 21, 1976

તો, ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સૌથી અંતિમ માન્યતા, કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). યારે દેખ તારે કહ કૃષ્ણ ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). ચૈતન્ય મહાપ્રભુનો, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર, આ શું પ્રચાર છે? તેઓ કહે છે કે "તમે દરેક વ્યક્તિ ગુરુ બનો." તેમને ધૂર્ત નકલી ગુરુ નથી જોઈતા, પણ સાચા ગુરુ જોઈએ છે. તેમને તેની જરૂર છે. કારણકે લોકો અંધકારમાં છે, તેથી આપણને લાખો ગુરુઓની જરૂર છે તેમને જાગૃત કરવા માટે. તેથી ચૈતન્ય મહાપ્રભુનું લક્ષ્ય છે, તેમણે કહ્યું કે, "તમે દરેક વ્યક્તિ ગુરુ બનો." આમાર આજ્ઞાય ગુરુ હય તાર એઇ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તમારે વિદેશમાં જવાની જરૂર નથી. તમે જ્યાં પણ છો, તમે શીખવાડો; ગુરુ બનો. તેનો કોઈ ફરક નથી પડતો. એઇ દેશ, તેઓ કહે છે, એઇ દેશ. જો તમારી પાસે શક્તિ છે, તમે બીજા કોઈ દેશમાં જઈ શકો છો, પણ તેની જરૂર નથી. તમે જે પણ ગામ, જે પણ દેશ કે નગરમાં તમે છો, તમે ગુરુ બની જાઓ. આ ચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ્ય છે. આમાર આજ્ઞાય ગુરુ હય તાર એઇ દેશ. "આ દેશ, આ જગ્યા." તો, "પણ મારી કોઈ પણ યોગ્યતા નથી. હું કેવી રીતે ગુરુ બની શકું?" કોઈ યોગ્યતાની જરૂર નથી. "છતાં હું ગુરુ બની શકું?" હા. "કેવી રીતે?" યારે દેખ તારે કહ કૃષ્ણ ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮) "તમે જેને પણ મળો, તમે બસ ઉપદેશ આપો જે કૃષ્ણે કહ્યું છે. બસ. તમે ગુરુ બની જશો." દરેક વ્યક્તિ ખૂબજ આતુર છે ગુરુ બનવા માટે, પણ ધૂર્ત જાણતો નથી કે કેવી રીતે ગુરુ બનવું, એક સરળ વસ્તુ. કેટલા બધા ગુરુઓ ભારતથી આવ્યા છે, આ દેશમાં, બધા ધૂર્તો, પણ તે લોકો તે વાત નહીં કહે જે કૃષ્ણે ઉપદેશ આપ્યો છે. હોઈ શકે કે પેહલી વાર આ કૃષ્ણ ભાવનામૃતમાં શરુ થયું છે. નહિતો, બધ્ધા ધૂર્તો, તેમણે બીજો કઈ ઉપદેશ આપ્યો છે, કોઈ ધ્યાન ધરવું, આ, તે, બધી છેતરપિંડી.

સાચો ગુરુ તે છે જે ઉપદેશ આપે છે જે કૃષ્ણે કહ્યું છે. એવું નથી કે તમે તમારી પોતાની શિક્ષા બનાવો. ના. તે ચૈતન્ય મહાપ્રભુ છે. બનાવવાની કોઈ પણ જરૂર નથી. ઉપદેશ પેહલાથી જ છે. તમારે માત્ર કહેવું પડે છે, "આ આ છે." બસ. શું તે ખૂબજ મુશ્કેલ કાર્ય છે? પિતાએ કહ્યું કે, "આ માઈક્રોફોન છે." એક બાળક કહી શકે છે કે "પિતાએ કહ્યું કે આ માઈક્રોફોન છે." તે ગુરુ બની જાય છે. ક્યાં મુશ્કેલી છે? અધિકારીએ, પિતાએ, કહ્યું, "આ માઈક્રોફોન છે." એક બાળક એટલું જ કહી શકે છે કે, "આ માઈક્રોફોન છે." તો તેવી જ રીતે કૃષ્ણ કહે છે કે "હું સર્વોચ્ચ છું." તો જો હું કહીશ, "કૃષ્ણ સર્વોચ્ચ છે," તેમાં મારી મુશ્કેલી ક્યાં છે, સિવાય કે હું બીજાને છેતરું એ કહીને કે હું કૃષ્ણ કે સર્વોચ્ચ છું? તે છેતરપિંડી છે. પણ જો હું સરળ સત્યને કહું, કે "કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ બધાના સ્વામી છે. તેમની પૂજા કરવી જોઈએ," તો મારી મુશ્કેલી ક્યાં છે?

તો તે આપણો ઉદ્દેશ્ય છે. તમે બધા જે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં આવ્યા છો, તેમને અમારી વિનંતી છે, કે તમે, તમે બધા, ગુરુ બનો પણ અર્થહીન વાતો ના કરો. તે વિનંતી છે. તમે માત્ર તે જ કહો જે કૃષ્ણે કહ્યું છે. પછી તમે બ્રાહ્મણ બનશો. તમે ગુરુ બનશો, અને બધું જ.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.