GU/Prabhupada 0397 - 'રાધા કૃષ્ણ બોલ' પર તાત્પર્ય



Purport to Radha-Krsna Bol

"રાધા કૃષ્ણ" બોલો બોલો બોલો રે સોબાઈ. આ ભક્તિવિનોદ ઠાકુર દ્વારા ગવાયેલું ભજન છે. તે કહ્યું છે કે ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદ, તેઓ નદીયા નગરના રસ્તા પરથી પસાર થતાં હતા, આ શિક્ષાનો જપ કરતાં કરતાં, દરેક વ્યક્તિને સંબોધતા. તેઓ કહેતા, "તમે બધા લોકો, કૃપા કરીને રાધા કૃષ્ણ અથવા હરે કૃષ્ણનો જપ કરો." રાધા કૃષ્ણ બોલો બોલો બોલો રે સોબાઈ. "તમે દરેક, ફક્ત રાધા કૃષ્ણ અથવા હરે કૃષ્ણ જપ કરો." આ શિક્ષા છે. એઈ શિક્ષા દિયા. ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદ, બંને સાથે, રસ્તા પર ચાલતા અને નૃત્ય કરતાં, તેઓ શિક્ષા આપી રહ્યા હતા કે "તમે બધા ફક્ત રાધા કૃષ્ણ કહો." એઈ શિક્ષા દિયા, સબ નદીયા, ફિરછે નેચે ગૌર નિતાઈ. ફિરચે, ફિરચે મતલબ ચાલતા. આખા નદીયા ગામમાં તેઓ આ શિક્ષા આપતા હતા. એઈ શિક્ષા દિયા, સબ નદીયા, ફિરચે નેચે ગૌર નિતાઈ. પછી તેઓ કહે છે, કેનો માયાર બોશે, જાછો ભેસે, "શા માટે તમે આ માયા, ભૌતિક આજ્ઞાન, ના મોજામાં તણાઇ રહ્યા છો?" ખાછો હાબુડૂબું, ભાઈ. "અને આખો દિવસ અને રાત તમે ફક્ત ચિંતાઓમાં ડૂબેલા છો. જેમ કે એક માણસ, જ્યારે તેને પાણીમાં મૂકવામાં આવે, ક્યારેક ડૂબતો, ક્યારેક બહાર આવતો, પણ તે બહુ જ સખત સંઘર્ષ કરે છે. તેવી જ રીતે, માયાના મહાસાગરમાં, શા માટે તમે આટલો બધો સંઘર્ષ કરી રહ્યા છો? ક્યારેક ડૂબતાં, ક્યારે બહાર આવતા, ક્યારે સુખ અનુભવતા, ક્યારેક દુખ અનુભવતા. વાસ્તવમાં, કોઈ સુખ છે જ નહીં. પાણીમાં, જો તમને પાણીમાં મૂકવામાં આવે, અને જો તમે ક્યારેક ડૂબતાં હોવ અને ક્યારેક બહાર આવતા હોવ, તેનો મતલબ સુખ નથી. કામચલાઉ સમય માટે બહાર આવવું, તેટલા સમય પૂરતું, અને ફરીથી ડૂબવું, તે સુખ નથી." તો ચૈતન્ય મહાપ્રભુ શિક્ષા આપી રહ્યા છે કે "શા માટે તમે આટલો બધો કષ્ટ સહન કરો છો," માયાર બોશે, "માયાના સકંજામાં?" તો શું થઈ શકે? તેઓ કહે છે કે જીવ કૃષ્ણ દાસ, એ વિશ્વાસ, "ફક્ત વિશ્વાસ કરો કે તમે ભગવાનના સેવક છો, તમે કૃષ્ણના સેવક છો." જીવ કૃષ્ણ દાસ, એ વિશ્વાસ, કોરલે તો આર દુખ નાઈ: "જેવુ તમે આ બિંદુ પર આવો છો કે તમે ભગવાનના સેવક છો અથવા કૃષ્ણના સેવક છો, તરત જ તમારી બધી સમસ્યાઓનો અંત આવી જશે. કોઈ વધુ મુશ્કેલી નથી." તો આ શિક્ષા આપવામાં આવી છે ભગવાન ચૈતન્ય દ્વારા રસ્તા પર ચાલતા ચાલતા. જીવ કૃષ્ણ દાસ, એ વિશ્વાસ, કોરલે તો આર દુખ નાઈ. પછી ભક્તિવિનોદ ઠાકુર તેમનો પોતાનો અંગત અનુભવ આપે છે. તે કહે છે, જય સકલ વિપોદ, "હું બધા જ પ્રકારના સંકટોમાથી મુક્ત બનું છું." ગાઈ ભક્તિવિનોદ. ભક્તિવિનોદ ઠાકુર, તે આચાર્ય છે, તે અનુભવી છે, તે કહે છે કે "જ્યારે પણ હું રાધા કૃષ્ણ અથવા હરે કૃષ્ણ જપ કરું છું, હું બધા જ પ્રકારના સંકટોમાથી મુક્ત થાઉં છું." જય સકલ વિપોદ. જખોન આમી ઓ નામ ગાઈ, "જ્યારે પણ હું આ પવિત્ર નામ, હરે કૃષ્ણ અથવા રાધા કૃષ્ણ, નો જપ કરું છું, તરત જ મારા બધા સંકટો સમાપ્ત થઈ જાય છે." "રાધા કૃષ્ણ" બોલો, સંગે બોલો. તો ભગવાન ચૈતન્ય તેથી કહે છે, કે, "હું રસ્તા પર ચાલી રહ્યો છું અને તમારી પાસે ભીખ માંગી રહ્યો છું. તે ભીખ શું છે? કે તમે ફક્ત જપ કરો. આ મારી વિનંતી છે, ભીખ." "રાધા કૃષ્ણ" બોલો, સંગે બોલો. "અને બસ મારૂ અનુસરણ કરો." "રાધા કૃષ્ણ" બોલો, સંગે બોલો, એઈ માત્ર ભિક્ષા ચાઇ, "હું તમારી પાસે ફક્ત આ જ યોગદાન માંગી રહ્યો છું, કે તમે હરે કૃષ્ણ જપ કરો અને મારૂ અનુસરણ કરો, જેથી આ ભૌતિક મહાસાગરમાં તમારો અસ્તિત્વનો સંઘર્ષ બંધ થઈ જશે."