GU/Prabhupada 0396 - 'કુલશેખર રાજાની પ્રાર્થનાઓ' પર તાત્પર્ય



Purport to Prayers of King Kulasekhara, CD 14

આ શ્લોક, પ્રાર્થના, મુકુંદ માલા સ્તોત્ર નામની એક પુસ્તકમાથી લેવામાં આવી છે. આ પ્રાર્થના કુલશેખર નામના એક રાજા દ્વારા કરવામાં આવી હતી. તે એક મહાન રાજા હતો, અને એક ભક્ત પણ હતો. વેદિક સાહિત્યના ઇતિહાસમાં ઘણા કિસ્સાઓ છે કે રાજાઓ મહાન ભક્તો હતા, અને તેમને રાજર્ષિ કહેવામા આવતા. રાજર્ષિ મતલબ, તેઓ રાજાની ગાદીએ હોવા છતાં, તેઓ બધા સાધુ વ્યક્તિઓ હતા. તો આ કુલશેખર, રાજા કુલશેખર, કૃષ્ણને પ્રાર્થના કરે છે કે "મારા પ્રિય કૃષ્ણ, મારા મનનો હંસ હવે તમારા ચરણ કમળની દાંડીમાં ફસાય તો સારું. કારણકે, મૃત્યુ સમયે, શારીરિક કાર્યોના ત્રણ તત્ત્વો, કફ, પિત્ત અને વાયુ, તે એકબીજામાં મિશ્રિત થશે, અને અવાજ રૂંધાશે, તો હું મૃત્યુ સમયે તમારું મીઠું પવિત્ર નામ નહીં ઉચ્ચારી શકું. સરખામણી આ રીતે આપવામાં આવી છે,કે સફેદ હંસ, જ્યારે પણ તે કમળના ફૂલને જુએ છે, તે ત્યાં જ્યાં છે અને પાણીમાં કૂદકો લગાવે છે, અને પોતાને કમળના ફૂલની દાંડીમાં ફસાવે છે. તો રાજા કુલશેખર ઈચ્છે છે કે તેના મન અને શરીરની સ્વસ્થ અવસ્થામાં, તે ભગવાનના ચરણ કમળની દાંડીમાં તરત જ ફસાઈ જાય, અને તરત જ મરી જાય. ખ્યાલ છે કે વ્યક્તિએ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ, જ્યારે તેનું મન અને શરીર સારી અવસ્થામાં હોય. તમારા જીવનના અંતિમ સમય સુધી પ્રતિક્ષા ના કરો. બસ કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરતાં જાઓ જ્યારે તમારું શરીર અને મન એક સ્વસ્થ સ્થિતિમાં છે, અને પછી મૃત્યુ સમયે તમે કૃષ્ણ અને તેમની લીલાઓ યાદ રાખી શકશો અને તરત જ આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશી શકશો.