GU/Prabhupada 0409 - ભગવદ ગીતામાં અર્થઘટનનો કોઈ પ્રશ્ન જ નથીCornerstone Laying -- Bombay, January 23, 1975

તો મિશન ખૂબ જ, ખૂબ જ અધિકૃત છે, અને તે કાર્યોના એક બહુ જ મોટા અધિકારક્ષેત્રનો સમાવેશ કરે છે. તેથી મારી વિનંતી છે કે બોમ્બેના રહેવાસીઓ, વિશેષ કરીને જે લોકો અમારા સભ્યો છે, તેઓ કૃપા કરીને સક્રિય ભાગ લો, કેવી રીતે આ સંસ્થાને બોમ્બેમાં બહુ જ સફળ બનાવવી. તો ઘણા નારીઓ અને સજજનો અહિયાં ઉપસ્થિત છે. અમે, અમે જે કઈ પણ કરીએ છીએ તે તરંગી અથવા માનસિક તર્ક પરથી નથી. તે અધિકૃત છે, અને ફક્ત ભગવદ ગીતાના ધોરણ પ્રમાણે. અમારું વર્તમાન આંદોલન છે ભગવદ ગીતા પર આધારિત છે - ભગવદ ગીતા તેના મૂળ રૂપે. અમે અર્થઘટન નથી કરતાં. અમે મૂર્ખતાપૂર્વક અર્થઘટન નથી કરતાં, કારણકે... હું જાણીજોઈને આ શબ્દ "મૂર્ખતાપૂર્વક," કહું છું, કે શા માટે આપણે કૃષ્ણના શબ્દોનું અર્થઘટન કરવું જોઈએ? શું હું કૃષ્ણ કરતાં વધુ છે? અથવા શું કૃષ્ણે અમુક ભાગ મારા અર્થઘટનથી સમજાવવા માટે બાકી રાખ્યો છે? તો પછી કૃષ્ણનું મહત્વ શું છે? જો હું મારૂ પોતાનું અર્થઘટન કરું, પોતાને કૃષ્ણ કરતાં વધુ ગણીને, આ ધર્મનિંદા છે. હું કેવી રીતે કૃષ્ણ કરતાં વધુ બની શકું? જો વાસ્તવમાં આપણે આ ભગવદ ગીતાનો લાભ લેવો છે, તો આપણે ભગવદ ગીતાને તેના મૂળ રૂપે લેવી પડે. જેમ કે અર્જુને લીધી. અર્જુન, ભગવદ ગીતા સાંભળ્યા પછી, તેણે કહ્યું, સર્વમ એતમ ઋતમ મન્યે (ભ.ગી. ૧૦.૧૪): "હું તમારા બધા શબ્દો સ્વીકારું છું, મારા પ્રિય કેશવ, તમે જે કઈ પણ કહ્યું છે. હું તેમને સંપૂર્ણરીતે સ્વીકારું છું, કોઈ પણ બદલાવ વગર." આ ભગવદ ગીતાની સમજણ છે, એવું નહીં કે હું ભગવદ ગીતાનો ફાયદો ઉઠાવું અને હું મારી પોતાની રીતે મૂર્ખતાપૂર્વક અર્થઘટન કરું જેથી લોકો મારા સિદ્ધાંતને સ્વીકારે. આ ભગવદ ગીતા નથી. ભગવદ ગીતાના અર્થઘટનનો કોઈ પ્રશ્ન જ નથી. અર્થઘટનની અનુમતિ છે જ્યારે તમે સમજી ના શકો. જ્યારે વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાતી હોય... જો હું કહું, "આ માઇક્રોફોન છે," દરેક વ્યક્તિ સમજે છે કે આ માઇક્રોફોન છે. અર્થઘટનની જરૂર ક્યાં છે? કોઈ જરૂર નથી. આ મૂર્ખતા, ગેરમાર્ગે દોરે છે. ભગવદ ગીતામાં કોઈ અર્થઘટન ના હોઈ શકે. તે છે... દરેક વસ્તુ એકદમ સ્પષ્ટ છે. જેમ કે ભગવાન કૃષ્ણ કહે છે... કૃષ્ણ કહેતા નથી કે "તમે સન્યાસી બની જાઓ અને તમારું વ્યાવસાયિક કર્તવ્ય છોડી દો." ના. કૃષ્ણ કહે છે, સ્વ-કર્મણા તમ અભ્યર્ચ્ય સંસિદ્ધિ લભતે નર: (ભ.ગી. ૧૮.૪૬). તમે તમારા કાર્યમાં રહો. તમે તમારા વ્યવસાયમાં રહો. બદલવાની કોઈ જરૂર નથી. પણ છતાં, તમે કૃષ્ણ ભાવનાભાવિત બની શકો છો અને તમારું જીવન સફળ બનાવી શકો છો. તે ભગવદ ગીતાનો સંદેશ છે. ભગવદ ગીતા સામાજિક ક્રમ અથવા આધ્યાત્મિક ક્રમની કોઈ ઊલટ સૂલટ નથી કરવાનું. ના. તે અધિકારી પ્રમાણે પ્રમાણભૂત થવું જોઈએ. અને શ્રેષ્ઠ અધિકારી છે કૃષ્ણ.

તો આ કેન્દ્રને સફળ બનાવો, તમે બધા નારીઓ અને સજજનો આ બોમ્બેના. આપણી પાસે બહુ જ સુંદર જગ્યા છે. આપણે બાંધી રહ્યા છીએ જેથી તમે અહી આવી શકો, ઓછામાં ઓછું શનિવાર અને રવિવારે. જો તમે રહો, જે લોકો બધા નિવૃત્ત છે અથવા વયોવૃદ્ધ સજ્જન છે, નારીઓ, તેઓ અહી આવી શકે છે અને રહી શકે છે. અમારી પાસે પર્યાપ્ત જગ્યા છે. પણ ભગવદ ગીતાના આ સિદ્ધાંતોને આખી દુનિયામાં ગોઠવવાનો પ્રયત્ન કરો. તે ભારતની ભેટ હશે. ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા હતી કે જે પણ વ્યક્તિએ ભારતમાં જન્મ લીધો છે, મનુષ્ય તરીકે, બિલાડી અન કુતરા તરીકે નહીં... બિલાડી અને કુતરા બીજાનું ભલું કરવામાં ભાગ ના લઈ શકે. તેમણે કહ્યું છે,

ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઈલ યાર
જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
(ચૈ.ચ. આદિ ૯.૪૧)

"જે પણ વ્યક્તિએ ભારતમાં મનુષ્ય તરીકે જન્મ લીધો છે, ભારત ભૂમિમાં, સૌ પ્રથમ તમારું જીવન સફળ બનાવો." કારણકે તમારી પાસે ધોરણ છે, કેવી રીતે જીવન સફળ બનાવવું. અહી ભગવદ ગીતા છે. તેને સમજવાનો પ્રયત્ન કરો, તમારું જીવન સફળ બનાવો, અને પછી આ સંદેશને આખી દુનિયામાં ફેલાવો. તે પરોપકાર છે. તો વાસ્તવમાં, ભારત અને ભારતના લોકો, તે પરોપકાર માટે છે. આપણે બીજાનું શોષણ કરવા માટે નથી. તે આપણો ઉદેશ્ય નથી. વાસ્તવમાં તે થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ભારતની બહાર જાય છે. તે બહાર જાય છે શોષણ કરવા. પણ તે પ્રથમ વાર છે કે ભારત બહારના લોકોને કઈ આપી રહ્યું છે, આ આધ્યાત્મિક જ્ઞાન. અને સાબિતી તમે જોઈ શકો છો. અમે આપી રહ્યા છીએ, અમે લઈ નથી રહ્યા. અને ભીખ માંગવા નથી જતાં, "મને ઘઉં આપો, મને ધન આપો, મને આ આપો, મને તે આપો." ના. અમે કઈક નોંધપાત્ર આપીએ છીએ, અને તેઓ કૃતજ્ઞતા અનુભવે છે. નહિતો, શા માટે આ યુવકો અને યુવતીઓ, તેઓ કૃષ્ણ ભાવનામૃત આંદોલનની પાછળ છે? તેઓ કશું અનુભવી રહ્યા છે, કે તેઓ કશું નક્કર મેળવી રહ્યા છે. તો તેમાં શક્તિ છે, બહુ જ સારી શક્તિ. તેઓ અમેરિકન અથવા કેનેડીયન અથવા ઓસ્ટ્રેલિયન તરીકે નથી અનુભવી રહ્યા. અમે પણ ભારતીય તરીકે નથી અનુભવી રહ્યા. આધ્યાત્મિક સ્તર પર આપણે એક છીએ.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમ દર્શિન:
(ભ.ગી. ૫.૧૮)

આ સાચી શિક્ષા છે. આત્મવત સર્વ ભૂતેશુ. મહાન રાજનેતા, ચાણક્ય પંડીતે પણ, કહ્યું છે, માતૃવત પર દારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટ્રવત આત્મવત સર્વ ભૂતેશુ ય: પશ્યતિ સ પંડિત: તો આ એક મહાન સંસ્કૃતિ છે, ભગવદ ગીતા તેને મૂળ રૂપે. તો જે જવાબદાર નારીઓ અને સજજનો અહી ઉપસ્થિત છે, આ કેન્દ્રને બહુ જ સફળ બનાવો અને અહી આવો, ભગવદ ગીતા તેને મૂળ રૂપેનો કોઈ મૂર્ખ અર્થઘટન વગર અભ્યાસ કરો. હું ફરીથી અને ફરીથી મૂર્ખ કહું છું કારણકે અર્થઘટનની કોઈ જરૂર જ નથી. બધુ જ સ્પષ્ટ છે, શરૂઆતથી જ.

ધર્મ ક્ષેત્રે કુરુ ક્ષેત્રે
સમવેતા યુયુત્સવ:
મામકા: પાંડવાશ ચૈવ
કીમ અકુર્વત સંજય
(ભ.ગી. ૧.૧)

તો બહુ જ સ્પષ્ટ.