GU/Prabhupada 0410 - અમારા મિત્રો, તેમણે પહેલેથી જ અનુવાદ કરવાનું ચાલુ કરી દીધું છે
Cornerstone Laying -- Bombay, January 23, 1975
કુરુક્ષેત્ર હજી પણ ધર્મ ક્ષેત્ર છે. વેદોમાં તે કહ્યું છે, કુરુક્ષેત્રે ધર્માન આચરેત: "વ્યક્તિએ કુરુક્ષેત્ર જવું જોઈએ અને ધાર્મિક વિધિઓ કરવી જોઈએ." તેથી તેને અનંત કાળથી ધર્મ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. અને શા માટે આપણે અર્થઘટન કરીએ કે "આ કુરુક્ષેત્ર મતલબ આ શરીર, ધર્મક્ષેત્ર, આ શરીર"? શા માટે? શા માટે લોકોને પદભ્રષ્ટ કરવા? આ પદભ્રષ્ટ કરવાનું બંધ કરો. અને કુરુક્ષેત્ર હજુ પણ છે. કુરુક્ષેત્ર સ્ટેશન, રેલ્વે સ્ટેશન, હજુ પણ છે. તો ભગવદ ગીતાને તેના મૂળ રૂપે સમજવાનો પ્રયત્ન કરો, તમારું જીવન સફળ બનાવો, અને આ સંદેશને આખી દુનિયામાં ફેલાવો. તમે સુખી રહેશો; આખું જગત સુખી રહેશે. અવશ્ય, હું હવે બહુ વૃદ્ધ માણસ છું. હું એશી વર્ષનો છું. મારૂ જીવન સમાપ્ત થઈ ગયું છે. પણ મારે અમુક જવાબદાર ભારતીય જોઈએ છે બીજા દેશોની સાથે... બીજા દેશો, તેઓ સારો સહકાર આપી રહ્યા છે. નહિતો, તે આટલા ટૂંકા સમયમાં મારે માટે તેને ફેલાવવું શક્ય ન હોત, ફક્ત સાત થી આઠ વર્ષોમાં, આ સંપ્રદાયને આખી દુનિયામાં ફેલાવવું. તો મને ભારતીયોના સહકારની જરૂર છે, વિશેષ કરીને યુવકો, શિક્ષિત માણસો. આગળ આવો. અમારી સાથે રહો. ભગવદ ગીતાનો અભ્યાસ કરો. આપણે કશું નિર્માણ કરવાનું નથી. કશું નિર્માણ કરવાનું નથી. અને આપણે શું નિર્માણ કરી શકીએ? આપણે બધા અપૂર્ણ છીએ. જે કઈ પણ છે, ચાલો તેનો અભ્યાસ કરીએ અને જીવનમાં વ્યાવહારિક રીતે પાલન કરીએ, અને સંદેશને આખી દુનિયામાં ફેલાવીએ. તે અમારું મિશન છે.
તો આજે બહુ શુભ દિવસ છે. ઘણી મુશ્કેલીઓ સાથે હવે અમને અનુમતિ મળી છે. હવે કૃપા કરીને આ પ્રયાસ સાથે સહકાર આપો, જેટલું શક્ય હોય તેટલું તમારા પ્રાણૈર અર્થૈર ધિયા વાચા (શ્રી.ભા. ૧૦.૨૨.૩૫), ચાર વસ્તુઓ સાથે: તમારા જીવનથી, તમારા શબ્દોથી, તમારા ધનથી... પ્રાણૈર અર્થૈર ધિયા વાચા શ્રેય આચરણમ સદા (શ્રી.ભા. ૧૦.૨૨.૩૫). આ મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે. તમારી પાસે જે કઈ પણ હોય... એવું નથી કે "કારણકે હું ગરીબ માણસ છું, હું આ આંદોલનને મદદ ના કરી શકું." ના. જે કઈ પણ તમારી પાસે છે... તમારી પાસે તમારું જીવન છે. તો જો તમે તમારું જીવન સમર્પિત કરો, તે સર્વ-સિદ્ધ છે. જો તમે તમારું જીવન સમર્પિત ના કરી શકો, તમારું ધન સમર્પિત કરો. પણ જો તમે કરી શકો..., ગરીબ માણસ, તમે ધન ના આપી શકો, તો તમે થોડી બુદ્ધિ આપો. અને જો તમે મૂર્ખ છો, તો તમારા શબ્દો આપો. તો કોઈ પણ રીતે, જો તમે આ આંદોલનને મદદ કરશો, અને જો તમે સમાજ કલ્યાણના કાર્ય કરશો, ભારત માટે અને ભારતની બહાર. તો તે મારી વિનંતી છે. હું તમને આમંત્રણ આપું છું. અવશ્ય, આજે એકાદશી છે. આપણે, મોટે ભાગે ઉપવાસ કરતાં હોઈએ છે. થોડો પ્રસાદમ આપવામાં આવશે. તો તે પ્રસાદમનો પ્રશ્ન નથી; તે પ્રશ્ન છે મહત્વપૂર્ણ કાર્યનો જે આપણે હાથ ઉપર લઈ રહ્યા છીએ, કેવી રીતે ભગવદ ભાવનામૃત આંદોલનને ફેલાવવું. નહિતો, તમે ક્યારેય સુખી નહીં રહો. ફક્ત ભૌતિક ચેતના, ગૃહ ક્ષેત્ર... અતો ગૃહ ક્ષેત્ર સુતાપ્ત વિત્તૈર જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). આ ભૌતિક સમાજ મતલબ મૈથુન ઈચ્છા. સ્ત્રી પુરુષ પાછળ છે; પુરુષ સ્ત્રી પાછળ છે. પુંસા સ્ત્રીયા મિથુની ભાવમ એતમ તયોર મિથ: (શ્રી.ભા. ૫.૫.૮). અને જેવુ તેઓ ભેગા થાય છે, તેમને ગૃહની જરૂર પડે છે, એપાર્ટમેંટ; ગૃહ ક્ષેત્ર, જમીન; ગૃહ ક્ષેત્ર સુત, બાળકો, મિત્રો, ધન; અને મોહો, ભ્રમ, અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮), "તે છે હું, તે મારૂ છે." આ ભૌતિક સમાજ છે. પણ મનુષ્ય જીવન તેના માટે નથી. નાયમ દેહો દેહ ભાજમ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિદભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). તો તમે અભ્યાસ કરો. આપણી પાસે હવે પર્યાપ્ત પુસ્તકો છે. અમારી પુસ્તકોનો અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી નથી. અમે અંગ્રેજી અનુવાદ આપેલો છે. દરેક વ્યક્તિ, કોઈ પણ સજ્જન, અંગ્રેજી જાણે છે. અને અમે હિન્દીમાં, ગુજરાતીમાં, બીજી બધી ભાષાઓમાં આપવા જઈ રહ્યા છે. અમારા મિત્રો, તેમણે પહેલેથી જ અનુવાદ કરવાનું શરૂ કરી દીધું છે. તો જ્ઞાનની કોઈ અછત નહીં રહે. કૃપા કરીને અહી આવો, ઓછામાં ઓછું અઠવાડીયામાં એક વાર અહી બેસો, આ બધી પુસ્તકો વાંચો, જીવનનો સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરો, અને આખી દુનિયામાં ફેલાવો. તે ભારતવર્ષનું મિશન છે.
- ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઈલ યાર
- જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
- (ચૈ.ચ. આદિ ૯.૪૧)
આ પરોપકાર આંદોલન છે, બીજાનું કલ્યાણ કરવું, બિલાડીઓ અને કુતરાઓની જેમ નહીં, ફક્ત ધન લાવવું અને ઇન્દ્રિય તૃપ્તિ કરવી. આ મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન પરોપકાર માટે છે. લોકો અજ્ઞાનતામાં છે, ભગવાનના કોઈ પણ જ્ઞાન વગર, જીવનના કોઈ આદર્શ વગર. તેઓ ફક્ત બિલાડીઓ અને કુતરાઓ અને ભૂંડોની જેમ રહી રહ્યા છે. તો તેમને શિક્ષણ આપવું જોઈએ. મનુષ્ય જીવન આવું શિક્ષણ મેળવવા માટેની તક છે. તો આ કેન્દ્ર માનવ સમાજને શિક્ષણ આપવા માટે છે, વાસ્તવમાં મનુષ્ય બનવા માટે, અને તેનું જીવન સફળ બનાવવા માટે.
આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.