GU/Prabhupada 0415 - છ મહિનામાં તમે ભગવાન બની જશો - બહુ જ મૂર્ખ નિષ્કર્ષ



Lecture & Initiation -- Seattle, October 20, 1968

તો આ યુગમાં જીવનકાળ બહુ જ અચોક્કસ છે. કોઈ પણ ક્ષણે આપણે મરી શકીએ છીએ. પણ આ જીવન, આ મનુષ્ય જીવન, ઉત્કૃષ્ટ લાભ માટે છે. તે શું છે? આપણા જીવનની દુખમય સ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે. આમાં... જ્યાં સુધી આપણે આ ભૌતિક રૂપમાં, આ શરીરમાં, છીએ, આપણે એક શરીરથી બીજું, એક શરીરથી બીજું બદલવું પડશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯). વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ. આત્મા અમર છે, શાશ્વત, પણ બદલાઈ રહ્યું છે, જેમ કે તમે વસ્ત્ર બદલો છો. તો આ સમસ્યાને તેઓ ધ્યાનમાં નથી લેતા, પણ આ એક સમસ્યા છે. મનુષ્ય જીવન આ સમસ્યાના ઉકેલ માટે છે, પણ નથી તેમની પાસે કોઈ જ્ઞાન, કે નથી તેઓ આ સમસ્યાઓને ઉકેલવા માટે એટલા બધા ગંભીર. તો અવધિ, જો તમને જીવનની એક લાંબી અવધિ મળે, તો અવસર છે કે તમે કોઈને મળો, તમે કોઈ સારો સંગ કરો કે જેથી તમે તમારા જીવનનો ઉકેલ લાવી શકો. પણ તે પણ અત્યારે અશક્ય છે કારણકે જીવનની અવધિ બહુ જ ટૂંકી છે. પ્રાયેણ અલ્પાયુષ સભ્ય કલાવ અસ્મિન યુગે જના: મંદા: (શ્રી.ભા. ૧.૧.૧૦). અને આપણી પાસે જે કઈ પણ જીવન અવધિ છે, આપણે યોગ્ય રીતે ઉપયોગ નથી કરી રહ્યા. આપણે આ જીવનનો ફક્ત પ્રાણી તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ, ફક્ત ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ. બસ તેટલું જ. આ યુગમાં, જો કોઈ વ્યક્તિ ભરપેટ ખાઈ શકે, તે વિચારે છે, "ઓહ, મારા દિવસનું કાર્ય પૂરું થઈ ગયું છે." જો કોઈ વ્યક્તિને એક પત્ની અને બે અથવા ત્રણ બાળકો હોય, તેને એક બહુ મોટો માણસ ગણવામાં આવે છે. તે પરિવાર પૂરો પાડી રહ્યો છે. કારણકે મોટેભાગે તે લોકો પરિવારવિહોણા હોય છે, કોઈ પણ જવાબદારી વગર. આ યુગના આ લક્ષણો છે.

તો જો આપણી પાસે ટૂંકું જીવન પણ હોય, આપણે બહુ ગંભીર નથી. મંદા:, બહુ જ ધીમા. જેમ કે અહિયાં, આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરી રહ્યા છીએ. આ આંદોલન શું છે તેના વિશે શીખવા અથવા સમજવા કોઈ ગંભીર નથી. અને જો કોઈ વ્યક્તિ રુચિ લે છે, તેમને છેતરવામાં આવે છે. તેમને કોઈ સસ્તી વસ્તુ લેવી છે અથવા કોઈ સસ્તી વસ્તુ જોઈએ છે આત્મ-સાક્ષાત્કાર માટે. તેમની પાસે ધન છે, તેમને કોઈને મહેનતાણું ચૂકવવું છે, અને જો તે કહે છે કે "હું તમને કોઈ મંત્ર આપીશ અને તમે, પંદર મિનિટના ધ્યાનથી, છ મહિનામાં તમે ભગવાન બની જશો," આ વસ્તુઓ તેમને જોઈએ છે. મંદા: મંદ મતયો. મંદ મતયો મતલબ બહુ જ મૂર્ખ નિષ્કર્ષ. તેઓ વિચારતા નથી કે "જીવનની સમસ્યાઓનો ઉકેલ, શું પાત્રીસ ડોલર ખર્ચીને ખરીદી શકાય?" તેઓ એટલા મૂર્ખ બની ગયા છે. કારણકે જો અમે કહીએ કે તમારી જીવનની સમસ્યાઓના ઉકેલ માટે તમારે આ સિદ્ધાંતોનું પાલન કરવું પડશે, "ઓહ, આ બહુ મુશ્કેલ છે. મને પાત્રીસ ડોલર ચૂકવવા દો અને ઉકેલ કરવા દો." તમે જોયું? તો તેમને છેતરાવું છે. તેમને મંદ મતયો કહેવાય છે. અને ઠગો આવે છે અને તેમને છેતરે છે. મંદા: સુમંદ મતયો મંદ ભાગ્યા (શ્રી.ભા. ૧.૧.૧૦). મંદ ભાગ્યા મતલબ તેઓ દુર્ભાગ્યશાળી પણ છે. ભગવાન પોતે પણ આવે અને તેમનો પ્રચાર કરે, "કૃપા કરીને અહી આવો," ઓહ, તેઓ તેની દરકાર નથી કરતાં. તમે જોયું? તેથી દુર્ભાગ્યશાળી. જો કોઈ વ્યક્તિ આવે છે અને તમને દસ લાખ ડોલર આપે છે, જો તમે કહો, "મને ગમતું નથી," તો તમે શું દુર્ભાગ્યશાળી નથી? તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે

હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

"આત્મ-સાક્ષાત્કાર માટે તમે ફક્ત હરે કૃષ્ણનો જપ કરો અને પરિણામ જુઓ." ના. તેઓ સ્વીકારશે નહીં. તેથી દુર્ભાગ્યશાળી. જો તમે શ્રેષ્ઠ વસ્તુ માટે પ્રચાર કરી રહ્યા છો, સૌથી સરળ પદ્ધતિ, પણ તેઓ સ્વીકારશે નહીં, તેમને છેતરાવું છે... તમે જોયું? મંદા: સુમંદ મતયો મંદ ભાગ્યા હી ઉપદ્રતા: (શ્રી.ભા. ૧.૧.૧૦). અને ઘણી બધી વસ્તુઓ દ્વારા હેરાન થાય છે - આ ડ્રાફ્ટ બોર્ડ, આ બોર્ડ, તે બોર્ડ, આ, તે, ઘણી બધી વસ્તુઓ. આ તેમની સ્થિતિ છે. ટૂંકું જીવન, ઘણું ધીમું, કોઈ સમજણ નહીં, અને જો તેમને સમજવું છે, તેમને છેતરાવું છે, તેઓ દુર્ભાગ્યશાળી છે, અને પરેશાન છે. વર્તમાન દિવસોમાં આ સ્થિતિ છે. તેનો ફરક નથી પડતો કે તમે અમેરીકામાં જન્મ લીધો છે કે ભારતમાં, આ આખી સ્થિતિ છે.