GU/Prabhupada 0416 - ફક્ત કીર્તન કરવું, નૃત્ય કરવું, સરસ મીઠાઇ, કચોરી ખાવી
Lecture & Initiation -- Seattle, October 20, 1968
તો આ આંદોલનની એક મહાન જરૂર છે, અને આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફેલાવી રહ્યા છીએ, અને આ વ્યાવહારિક છે, બહુ જ સરળ, અને આ યુગ માટે બિલકુલ યોગ્ય. તેનો ફરક નથી પડતો તમે કેટલા યોગ્ય છો. તેનો ફરક નથી પડતો. તમારું પાછલું જીવન જે કઈ પણ હોય, તમે ફક્ત અહી આવો, તમારી જીભથી હરે કૃષ્ણ જપ કરો - ભગવાને તમને જીભ આપી છે - અને કૃષ્ણ પ્રસાદનું આસ્વાદન કરો, પ્રીતિભોજન, અને તમારું જીવન સફળ બનાવો. બહુ જ સરસ વિધિ. તો આ આપણો કાર્યક્રમ છે. તો દરેક વ્યક્તિને આ આંદોલનમાં જોડાવા નિમંત્રણ આપો, અને તમને લાભ થશે. અને તમે વ્યાવહારિક રીતે જોશો. તે છે પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ (ભ.ગી. ૯.૨). ભગવદ ગીતામાં તે કહ્યું છે કે આત્મ-સાક્ષાત્કારની આ વિધિ પ્રત્યક્ષ અનુભવી શકાય છે. પ્રત્યક્ષ અનુભવ. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ. જેમ કે જ્યારે તમે ખાઓ છો, તમે સમજી શકો કે તમે ખાઈ રહ્યા છો, તમે સમજી શકો કે તમારી ભૂખ સંતુષ્ટ થઈ રહી છે, તમે સમજી શકો કે તમને શક્તિ મળી રહી છે. તો તમારે કોઈ પ્રમાણપત્ર લેવાનું નથી. તમે પોતે જ સમજી શકો કે તે એટલી સરસ વસ્તુ છે. પ્રત્યક્ષાવગમમ. પ્રત્યક્ષ મતલબ સીધું, અવગમમ. તમે સીધું સમજી શકો છો. જો તમે ધ્યાન કરો, કહેવાતું ધ્યાન, તમે જાણતા નથી કે તમે કેટલે સુધી પ્રગતિ કરી રહ્યા છો. તમે જુઓ. તમે વિસ્મૃતિમાં છો. તમે જાણતા નથી. પણ અહિયાં, જો તમે હરે કૃષ્ણ જપ કરો, તમે પ્રત્યક્ષ અનુભવશો, સીધો અનુભવ.
મને ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા કાગળો (લખે છે), કેવી રીતે તેઓ સીધું અનુભવ કરી રહ્યા છે. તે એટલું સરસ છે. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુ-સુખમ કર્તુમ અવ્યયમ (ભ.ગી. ૯.૨). અને બહુ જ સરસ સ્તર છે. કીર્તન કરો અને નૃત્ય કરો અને ખાઓ. વધુ તમને શું જોઈએ છે? (હાસ્ય) ફક્ત કીર્તન કરવું, નૃત્ય કરવું અને સરસ મીઠાઈ, કચોરી ખાવી. તો સુ-સુખમ અને કર્તુમ અવ્યયમ. આ પદ્ધતિનો અભ્યાસ કરતાં, તે બહુ જ આનંદમય છે, અને અવ્યયમ. અવ્યયમ મતલબ જે પણ તમે કરો, જો તમે આ આંદોલનનું એક ટકા પણ પાલન કરો, તે તમારી કાયમી મૂડી છે. કાયમી સંપત્તિ. જો તમે બે ટકા કરો, ત્રણ ટકા, ચાર ટકા... પણ આગલા જીવન સુધી પ્રતિક્ષા ના કરો. સમાપ્ત કરો, સો ટકા. તે પાલન કરવું બહુ સરળ નથી; તેથી સમાપ્ત કરો. રાહ ના જુઓ, કે "મને આ જીવનમાં એક ચોક્કસ ટકાનો આત્મ-સાક્ષાત્કાર પૂરો કરવા દો, અને આગલા જીવનમાં હું કરીશ." અને સાક્ષાત્કારની કસોટી શું છે, સો ટકા સમાપ્તિ? કસોટી છે કેટલું તમે ભગવાન, કૃષ્ણ, ને પ્રેમ કરવાનું શીખ્યા છો, બસ તેટલું જ. તમને તમારો પ્રેમ છે, તમે કોઈને પ્રેમ કરો છો, પણ જો તમે તમારા પ્રેમને વહેંચી કાઢો, કે "હું મારા દેશને પ્રેમ કરીશ અને મારા સમાજને, મારી પ્રેમિકાને અને આને અને તેને, અથવા પ્રેમીને, અને હું કૃષ્ણને પણ પ્રેમ કરવાનો પ્રયત્ન કરીશ..." ના. તે પણ સારું છે, પણ જો તમે પ્રાધાન્ય કૃષ્ણને આપો, પૂર્ણ પ્રાધાન્ય, ફક્ત કૃષ્ણને પ્રેમ કરવો, તમે આપમેળે બીજી વસ્તુઓને પ્રેમ કરશો, અને તમારું જીવન પૂર્ણ બનશે. બીજા પ્રેમમય કાર્યકલાપોની બાદબાકી નહીં થાય.
જેમ કે એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, તે ફક્ત તેના પરિવાર અને સમાજને જ પ્રેમ નથી કરતો; તે એક પ્રાણીને પણ પ્રેમ કરે છે, તે એક કીડીને પણ પ્રેમ કરે છે, તેનો પ્રેમ એટલો બધુ વિસ્તૃત છે. તે એટલું સરસ છે. કેટલો તમે પ્રેમ કરી શકો? કોઈ પણ, જેવુ થોડી ગેરસમજ છે, પ્રેમ તૂટી જાય છે. પણ કૃષ્ણનો પ્રેમ એટલો મજબૂત છે કે તે ક્યારેય તૂટતો નથી, અને તમારો પ્રેમ વૈશ્વિક રીતે વિસ્તૃત થશે. તે એટલી સરસ વસ્તુ છે. અને પ્રેમ તો તમને છે જ. તમે ફક્ત તમારા પ્રેમ કરવાના સામર્થ્યને ઘણી બધી બીજી વસ્તુઓમાં ખોટી જગ્યાએ મૂક્યો છે. તમે ફક્ત તેને કૃષ્ણ બાજુ વાળો, અને જ્યારે તમે કૃષ્ણને પૂર્ણ રીતે પ્રેમ કરશો, તમે જોશો કે તમે તમારા દેશને, તમારા સમાજને, તમારા મિત્રને, પહેલા પ્રેમ કર્યો હતો તેના કરતાં વધુ પ્રેમ કરો છો. તે એટલી સરસ વસ્તુ છે.