GU/Prabhupada 0418 - દિક્ષા મતલબ કાર્યોની શરૂઆત



Lecture & Initiation -- Seattle, October 20, 1968

તો આ દિક્ષા... જેમ ઘણા અમારા વિદ્યાર્થીઓ દિક્ષિત છે, તો અમુક અમારા વિદ્યાર્થીઓ આજે દિક્ષા લેવાના છે. દિક્ષા મતલબ આ આંદોલનમાં જોડાવાનું ત્રીજું સ્તર. પ્રથમ સ્તર છે શ્રદ્ધા, થોડીક શ્રદ્ધા. જેમ કે અમારા વિદ્યાર્થીઓ બજારમાં જાય છે, તેઓ કીર્તન કરે છે, અને ઘણા લોકો થોડું ધન આપે છે, કોઈ વ્યક્તિ બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન) ખરીદે છે. આ શ્રદ્ધાની શરૂઆત છે: "ઓહ, અહી એક સારું આંદોલન છે. મને સહકાર આપવા દો." આદૌ શ્રદ્ધા. પછી, જો તે થોડી વધુ રુચિ લે છે, તો તે આવે છે, વર્ગમાં. "ઠીક છે, મને જોવા દો આ લોકો શું શીખવાડે છે, આ કૃષ્ણ ભાવનામૃત." તો તેઓ આવે છે. તો તે બીજું સ્તર છે. પ્રથમ સ્તર છે આ આંદોલન માટે આપમેળે સહાનુભૂતિ થવી. બીજું સ્તર છે જોડાવું અથવા સંગ કરવો, કાર્યોમાં. જેમ કે તમે કૃપા કરીને અહી આવ્યા છો. તમે મને સાંભળી રહ્યા છો. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ વધુ રુચિ લે છે અથવા તેની શ્રદ્ધા હજુ વધુ વિકસિત થાય છે, તો તે આવે છે, તે છે બીજું સ્તર. અને ત્રીજું સ્તર છે... આદૌ શ્રદ્ધા તત: સાધુ સંગ અથ ભજન ક્રિયા (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). હવે, દિક્ષા મતલબ કાર્યોની શરૂઆત. કાર્યોની શરૂઆત. કેવી રીતે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતને પૂર્ણ સ્તર સુધી વિકસિત કરી શકે છે, તેને દિક્ષા કહેવાય છે. એવું નથી કે દિક્ષા મતલબ સમાપ્ત. તે ત્રીજું સ્તર છે. પછી ચોથું સ્તર હશે, જે વ્યક્તિ દિક્ષિત છે, જો તે નીતિ અને નિયમોનું પાલન કરે છે, અને જો તે હરે કૃષ્ણ જપ કરે છે એક સ્થિર ગણતરી કરીને, તો ધીમે ધીમે તેની બધી શંકાઓ દૂર થઈ જશે. શંકાઓ શું છે? અમે અમારા વિદ્યાર્થીઓને અવૈધ મૈથુન, માંસાહાર, અને નશો અને જુગારમાથી રોકીએ છીએ. આ ચાર વસ્તુઓ. તો સામાન્ય રીતે આ ચાર વસ્તુઓ સમાજમાં બહુ જ પ્રધાન છે, વિશેષ કરીને પાશ્ચાત્ય દેશોમાં. પણ આ વિદ્યાર્થીઓ જેમને દિક્ષા લીધી છે અને જપ કરે છે, તેઓ કોઈ પણ મુશ્કેલી વગર બહુ સરળતાથી આ ચાર વસ્તુઓ છોડી દે છે. તેને કહેવાય છે અનર્થ નિવૃત્તિ. તે ચોથું સ્તર છે. પાંચમું સ્તર છે કે પછી તે સ્થિર બને છે: "હા." જેમ કે એક વિદ્યાર્થી, શ્રીમાન એન્ડરસન, મે તેને જોયો નથી, પણ ફક્ત અમારા વિદ્યાર્થીઓ સાથે સંગ કરીને, તેણે લખ્યું છે કે "હું મારા સર્વસ્વને આ કૃષ્ણ ભાવનામૃતમાં સમર્પિત કરવા ઈચ્છું છું." આને નિષ્ઠા કહેવાય છે, સ્થિરતા. તતો નિષ્ઠા તતો રુચિ. રુચિ મતલબ પછી તેઓ સ્વાદ મેળવે છે. શા માટે આ છોકરાઓ બહાર જઈ રહ્યા છે? આ કીર્તન, તેમને એક સ્વાદ મળે છે. તેમણે એક સ્વાદ વિકસિત કર્યો છે. નહિતો બેકારમાં તેઓ સમય બરબાદ ના કરે. તેઓ શિક્ષિત છે, તેઓ પુખ્ત છે. તો સ્વાદ. સ્થિર, પછી સ્વાદ, તથાસક્તિસ. પછી સ્વાદ છે, પછી આસક્તિ. તે છોડી ના શકે. હું ઘણા બધા પત્રો મેળવું છે. અમુક વિદ્યાર્થીઓ, તેઓ તેમના ગુરુભાઈઓનો સામનો નથી કરી શકતા, તેઓ જતાં રહે છે, પણ તેઓ લખશે કે "હું જઈ નથી શકતો. હું જઈ નથી શકતો." હું બંધાયેલો છું. તમે જોયું? ઉમાપતિએ તે પત્ર લખ્યો છે, કે તે મુશ્કેલીમાં છે, તે રહી નથી શકતો, તે રહી પણ નથી શકતો અને છોડી પણ નથી શકતો. તે ડેલ્લાસમાં છે. તમે જોયું? તે ટુકડીને છોડી નથી શકતો, અથવા કોઈ ગેરસમજણ, તે તેના ગુરુભાઈઓ સાથે રહી નથી શકતો. પણ તે કામચલાઉ છે. તો તેને આસક્તિ: કહેવાય છે. તથાસક્તિસ તતો ભાવ. પછી ધીમે ધીમે વધે છે, કોઈ પરમાનંદ સ્થિતિ, હમેશા કૃષ્ણ વિશે વિચારતા. અને તે પૂર્ણ સ્તર છે, તે કૃષ્ણને સો ટકા પ્રેમ કરે છે. તો આ વિધિ છે.