GU/Prabhupada 0417 - આ જીવનમાં અને આગલા જીવનમાં સુખી



Lecture & Initiation -- Seattle, October 20, 1968

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગ્રહણ કરો અને આ જીવન અને આગલા જીવનમાં સુખી રહો. જો તમે કૃષ્ણ સાથેના પ્રેમમય કાર્યકલાપો આ જીવનમાં પૂરા કરી શકો, તો તમે સો ટકા પૂરું કર્યું છે. જો ના થાય, તો જેટલા પણ ટકા તમે આ જીવનમાં કર્યું છે, તે તમારી સાથે રહેશે. તે જતું નહીં રહે. તેની ભગવદ ગીતામાં ખાત્રી છે, કે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો સંજાયતે (ભ.ગી. ૬.૪૧). જે વ્યક્તિ આ યોગ પદ્ધતિનો સો ટકા અમલ નથી કરી શક્યો, તેને આગલું જીવન આપવામાં આવે છે એક ધનવાન પરિવારમાં, અથવા એક બહુ જ શુદ્ધ પરિવારમાં જન્મ, એક અવસર તરીકે. બે વિકલ્પો. તો ક્યાં તો તમે એક શુદ્ધ પરિવારમાં અથવા એક ધનવાન પરિવારમાં જન્મ લો છો, ઓછામાં ઓછું તમારો મનુષ્ય તરીકેના જન્મની ખાત્રી છે. પણ જો તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તમે જાણતા નથી કે તમારો આગલો જન્મ શું છે. ૮૪,૦૦,૦૦૦ વિભિન્ન જીવન યોનીઓ હોય છે, અને તમે તેમાથી કોઈ પણ એકમાં જઈ શકો છો. જો તમે એક વૃક્ષ બનો... જેમ કે મે સાન ફ્રાન્સિસ્કોમાં જોયું છે. તેઓ કહે છે કે "આ વૃક્ષ અહી સાતસો વર્ષથી ઉભેલું છે." તે પોતાના થડ પર સાતસો વર્ષથી ઉભેલા છે. છોકરાઓને ક્યારેક શાળામાં શિક્ષકો દ્વારા દંડ મળે છે, "આ ટેબલ પર ઊભા રહો." તો આ વૃક્ષોને દંડ મળ્યો છે, "ઊભા રહો," પ્રકૃતિના નિયમથી. તો એક વૃક્ષ બનવાની શક્યતા છે, એક કૂતરો, એક બિલાડી, અથવા એક ઉંદર બનવાની શક્યતા છે. તો ઘણા જીવો છે. આ મનુષ્ય જીવનની તકને ગુમાવશો નહીં. તમારો કૃષ્ણપ્રેમ સિદ્ધ કરો અને આ જીવન અને આવતા જીવનમાં સુખી રહો.