GU/Prabhupada 0421 - મહામંત્રના જપ દરમ્યાન ટાળવાના દસ અપરાધો - ૧ થી ૫



Lecture & Initiation -- Seattle, October 20, 1968

મધુદ્વિષ: શ્રીલ પ્રભુપાદ? શું મારે દસ અપરાધો વાંચવા જોઈએ?

પ્રભુપાદ: હા.

મધુદ્વિષ: અહિયાં આપણે તે છે.

પ્રભુપાદ: જરા જુઓ. વાંચતાં જાઓ. હા, તમે વાંચો.

મધુદ્વિષ: "દસ અપરાધો જે મહામંત્ર જપ કરતી વખતે ટાળવા જોઈએ. ક્રમાંક એક" ભગવાનના ભક્તોની નિંદા કરવી."

પ્રભુપાદ: હવે જરા સમજવાનો પ્રયત્ન કરો. ભગવાનના કોઈ પણ ભક્તની નિંદા ના કરવી જોઈએ. તેનો ફરક નથી પડતો કોઈ પણ દેશમાં. જેમ કે ઈશુ ખ્રિસ્ત, તે એક મહાન ભક્ત હતા. અને મુહમ્મદ પણ, તે પણ ભક્ત હતા. એવું નથી કે કારણકે આપણે ભક્ત છીએ, અને તેઓ ભક્ત નથી. એવું ના વિચારતા. જે કોઈ પણ ભગવાનની મહિમાનો પ્રચાર કરે છે, તે ભક્ત છે. તેની નિંદા ના થવી જોઈએ. તમારે સાવચેતી રાખવી જોઈએ. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક બે: ભગવાન અને દેવતાઓને સમાન સ્તર પર ગણવા, અથવા બીજા ઘણા ભગવાનો છે તેવું માનવું."

પ્રભુપાદ: હા. જેમ કે ઘણા બધા બકવાસ લોકો હોય છે, તેઓ કહે છે કે દેવતાઓ... અવશ્ય, તમારે દેવતાઓ સાથે કોઈ લેવા દેવા નથી. વેદિક ધર્મમાં સેંકડો અને હજારો દેવતાઓ છે. વિશેષ કરીને તે ચાલી રહ્યું છે કે તમે કૃષ્ણ અથવા શિવ અથવા કાલીની પૂજા કરો, તે એક જ વસ્તુ છે. આ બકવાસ છે. તમારે તેમને પરમ ભગવાનની સાથે એક જ સ્તર પર ના મૂકવા જોઈએ. ભગવાનથી કોઈ પણ મોટું નથી. કોઈ પણ ભગવાનની સમાન નથી. તો આ સમાનતાને ટાળવી જોઈએ. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક ત્રણ: ગુરુની આજ્ઞાનો અનાદર કરવો."

પ્રભુપાદ: હા. ગુરુની આજ્ઞા તમારા પ્રાણ અને આત્મા તરીકે હોવી જોઈએ. પછી બધુ જ સ્પષ્ટ હશે. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક ચાર: વેદોની અધિકૃતતાને ઘટાડવી."

પ્રભુપાદ: હા. કોઈ પણ વ્યક્તિએ અધિકૃત શાસ્ત્રને ઘટાડવું ના જોઈએ. આ પણ અપરાધ છે. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક પાંચ: ભગવાનના પવિત્ર નામનું અર્થઘટન કરવું."

પ્રભુપાદ: હા. હવે જેમ આપણે હરે કૃષ્ણનો જપ કરીએ છીએ, જેમ કે પેલા દિવસે એક છોકરો કહેતો હતો: "એક પ્રતિક રૂપે." તે એક પ્રતિક રૂપે નથી. કૃષ્ણ, આપણે "કૃષ્ણ" જપ કરીએ છીએ, કૃષ્ણને સંબોધીને. હરે મતલબ કૃષ્ણની શક્તિને સંબોધતા, અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે, "કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." તે છે હરે કૃષ્ણ. બીજું કોઈ અર્થઘટન નથી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. એક માત્ર પ્રાર્થના છે, "હે ભગવાનની શક્તિ, હે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." બસ તેટલું જ. બીજું કોઈ અર્થઘટન નથી.