GU/Prabhupada 0422 - મહામંત્રના જપ દરમ્યાન ટાળવાના દસ અપરાધો - ૬ થી ૧૦Lecture & Initiation -- Seattle, October 20, 1968

પ્રભુપાદ: પછી?

મધુદ્વિષ: "ક્રમાંક છ: નામના બળ પર પાપ કરવું."

પ્રભુપાદ: હા. હવે આ દીક્ષા, આજના દિવસથી તમારું ખાતું, પાછલા જીવન, બધા જ પાપો, સમાપ્ત થઈ ગયા છે. હવે, કારણકે હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને તમે તમારા બધા પાપમય કાર્યોના પરિણામોને સમાપ્ત કરી શકો છો, તેનો મતલબ તે નથી કે તમે ફરીથી કરશો: "ઓહ, હું પાપ કરીશ અને હું જપ કરીશ. તે સરભર થઈ જશે. સંતુલન થઈ જશે." ના. તેવું નહીં. પાપ ના કરશો. જે થઈ ગયું છે તે થઈ ગયું છે. હવે વધુ નહીં. હવે શુદ્ધ જીવન હોવું જોઈએ. અવૈધ મૈથુન નહીં, નશો નહીં, જુગાર નહીં, અને માંસાહાર નહીં. હવે સમાપ્ત. એવું નહીં કે "ઓહ, હું હરે કૃષ્ણ જપ કરી રહ્યો છું. ચાલો હું હોટલમાં જાઉં અને માંસ ખાઉ." ના. તો તે બહુ મોટું પાપ હશે. તેવું ના કરો. પછી હરે કૃષ્ણ જપનું ફળ નહીં મળે, જો તમે અપરાધ કરશો. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક સાત: અશ્રદ્ધાળુને ભગવદ નામની શિક્ષા આપવી."

પ્રભુપાદ: હા. અશ્રદ્ધાળુ, જેમને શ્રદ્ધા નથી, કે ભગવાન અને તેમના નામ પરમ નિરપેક્ષ છે. જેમ કે અહી આ ભૌતિક જગતમાં, નામ અને વ્યક્તિ અલગ છે. ધારો કે તમારું નામ છે શ્રીમાન જોહન. તો જો હું જપ કરું "જોહન, જોહન, જોહન," તો જોહન સો માઈલ દૂર હોઈ શકે છે. પણ કોઈ પ્રત્યુત્તર નથી. પણ નામ, ભગવાનનું પવિત્ર નામ, ભગવાન દરેક જગ્યાએ વર્તમાન છે. જેમ કે ટેલિવિઝન. ટેલિવિઝન કોઈ જગ્યાએ પ્રદર્શિત થઈ રહ્યું છે. જો તમારી પાસે યંત્ર હોય, તરત જ ચિત્ર તમારા ઓરડામાં છે. જો તે છે, ભૌતિક રીતે તે શક્ય હોય, આધ્યાત્મિક રીતે, કૃષ્ણના નામમાં કેટલી શક્યતા હશે? તરત જ તમે કૃષ્ણનું નામ જપ કરો છો, તેનો મતલબ કૃષ્ણ તરત જ તમારી જીભ પર છે. તો તે શું છે?

મધુદ્વિષ: સાત? "અશ્રદ્ધાળુ ને ભગવદ નામનો પ્રચાર કરવો."

પ્રભુપાદ: તો, જે વ્યક્તિને કોઈ શ્રદ્ધા નથી કે ભગવાનનું નામ અને સ્વયમ ભગવાન એક જ છે, કોઈ ફરક નથી, તે વ્યક્તિને ભગવાનની મહિમાનો પ્રચાર ના કરવો જોઈએ. તેને સમજવાની શિક્ષા આપવી જોઈએ, પણ જો તે સમજી ના શકે, તો તેની દિક્ષા ના થવી જોઈએ, અથવા તેને સમજવા માટે થોડો સમય આપવો જોઈએ. પણ તમારે હમેશા યાદ રાખવું જોઈએ કે નામ ચિંતામણી: કૃષ્ણસ ચૈતન્ય રસ વિગ્રહ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩) કૃષ્ણ અને કૃષ્ણનું નામ અલગ નથી. જેવુ તમે હરે કૃષ્ણ જપ કરો છો, તેનો મતલબ કૃષ્ણ તમારી જીભ પર નૃત્ય કરી રહ્યા છે. તમારે તે રીતે સાવચેત રહેવું જોઈએ. જેમ કે જો કૃષ્ણ... જેમ તમે ગુરુને એટલું બધુ આદર આપો છો જેવા તેઓ હાજર છે, તો જો કૃષ્ણ તમારી જીભ પર હાજર હોય, તમારે કેટલું બધુ સાવચેત રહેવું જોઈએ. તો તમારે હમેશા જાણવું જોઈએ કે કૃષ્ણ ત્યાં છે. કૃષ્ણ હમેશા બધે જ છે. ભગવાન બધે જ છે, પણ આપણે સાક્ષાત્કાર નથી કરતાં. પણ આ વિશેષ જપ, જેવુ તમે પવિત્ર નામનો જપ કરો છો, તેનો મતલબ તમારે જાણવું જ જોઈએ. તો કૃષ્ણ સાથે સંગ કરીને તમે શુદ્ધ થાઓ છો. શ્રુણવતામ સ્વ-કથા: જેમ કે અગ્નિ સાથે સંગ કરીને તમે ગરમ બનો છો. તેવી જ રીતે, કૃષ્ણ સાથે સંગ કરીને તમે શુદ્ધ બનો છો. ધીમે ધીમે તમે આધ્યાત્મિક બનશો. પછી વધુ ભૌતિક નહીં. સમાપ્ત. આ વિધિ છે. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક આઠ: પવિત્ર નામને ભૌતિક પુણ્ય સાથે સરખાવવું."

પ્રભુપાદ: હા. હવે આ કાર્ય થઈ રહ્યું છે. તેવું ના લેવું જોઈએ કે આપણે કોઈ ધાર્મિક કર્મકાંડ કરી રહ્યા છે. ના. ધાર્મિક કર્મકાંડ અલગ વસ્તુ છે. આ છે... જો કે તે ધાર્મિક વિધિ જેવુ લાગે છે, પણ તે દિવ્ય છે. તે બધા જ ધર્મોથી પરે છે. તે ઉચ્ચ સ્નાતક અભ્યાસ છે. વિધિ છે કેવી રીતે ભગવદ પ્રેમ વિકસિત કરવો. આ બધાની પરે છે... ધર્મ મતલબ, સામાન્ય રીતે, કોઈ પ્રકારની શ્રદ્ધા. પણ તે શ્રદ્ધાનો પ્રશ્ન નથી. તે વાસ્તવમાં વિકસિત કરવું છે કે, કેટલો તમે કૃષ્ણ, અથવા ભગવાન, ને પ્રેમ કરો છો. તો તે બધા ધર્મોથી ઉપર છે. તે સાધારણ ધર્મ નથી. ધર્મ મતલબ... ધારોકે તમે ખ્રિસ્તી છો, હું હિન્દુ છું. જેવુ આ શરીર સમાપ્ત થઈ જશે, મારૂ ખ્રિસ્તી હોવું અથવા ધર્મ, બધુ જ સમાપ્ત થઈ જશે. પણ આ ભગવદ પ્રેમ સમાપ્ત નહીં થાય. તે તમારી સાથે જશે. કોઈ પણ જન્મમાં તમે જાઓ, તે વિકસિત થશે. જો તમે સમાપ્ત કરી શકો, તો તમે સીધા કૃષ્ણ પાસે જાઓ છો, ભગવદ ધાર્મ, અને તમારા બધા જ ભૌતિક સંબંધો સમાપ્ત કરો છો. જો તમે ના પણ કરી શકો, તો તે તમારી સાથે જાય છે. મૂડી અથવા સંપત્તિ. તે છે... બેન્ક બેલેન્સ ઓછું નહીં થાય. તે વધશે. પછી?

મધુદ્વિષ: "ક્રમાંક નવ: પવિત્ર નામનો જપ કરતાં બેધ્યાન રહેવું."

પ્રભુપાદ: હા. જ્યારે તમે જપ કરો છો તમારે સાંભળવું પણ જોઈએ. તે ધ્યાન છે. હરે કૃષ્ણ, આ બે શબ્દો, હરે કૃષ્ણ, તમે સાંભળશો પણ. જો તમે સાંભળો, તો તમારું મન અને તમારી જીભ બંને આકર્ષિત થાય છે. તે પૂર્ણ ધ્યાન છે, પ્રથમ વર્ગનો યોગ, સાંભળવું અને જપ કરવો. પછી?

મધુદ્વિષ: પછી આખરે ક્રમાંક દસ: "જપના અભ્યાસમાં પ્રવૃત્ત રહીને સાથે સાથે ભૌતિક આસક્તિ જાળવી રાખવી."

પ્રભુપાદ: હા. આખી વિધિ છે કે આપણે આપણા પદાર્થના પ્રેમને ભગવદ પ્રેમમાં પરિવર્તિત કરીએ છીએ. તો તમારે ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે આપમેળે થશે. ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). જો તમે વાસ્તવમાં ભગવદ પ્રેમ વિકસિત કરો છો, તો સ્વાભાવિક રીતે તમે આ બધા ભૌતિક બકવાસ માટેનો પ્રેમ ભૂલી જશો. તે શૃંખલા છે. પણ તમારે પ્રયત્ન પણ કરવો જોઈએ. તમારે... આ થશે જ. જેમ કે જો આપણે ખાઈએ છીએ, તો ધીમે ધીમે તમારે ખાવા માટેની ઈચ્છા ઓછી થાય છે. જ્યારે તમે ધરાઈ જાઓ છો, પછી તમે કહો છો, "મારે હવે વધુ નથી જોઈતું. હા, હું..." તેવી જ રીતે, કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે કે કૃષ્ણ ભાવનામૃતના વિકાસ સાથે તમે કહેવાતા બકવાસ ભૌતિક આનંદ ભૂલી જશો. અને જ્યારે તમે પૂર્ણ સ્તર પર છો, ઓહ, તમે આ કોઈ પણ ભૌતિક બકવાસની દરકાર નથી કરતાં. આ કસોટી છે. તમે કહી ના શકો, "હું ધ્યાનમાં પ્રગતિ કરી રહ્યો છું, પણ મારી બધી ઇન્દ્રિય તૃપ્તિ માટેની ભૌતિક આસક્તિ હજુ તેવી જ છે." તે પ્રગતિ નથી. પ્રગતિ મતલબ કે તમે ઇન્દ્રિય તૃપ્તિ માટેની તમારી ભૌતિક આસક્તિ ઘટાડો. આ પ્રગતિ છે. હવે તમે જપ કરી શકો છો, આહ, તમારે પાસે છે... હરે કૃષ્ણ જપ કરો.