GU/Prabhupada 0424 - તમે આ વેદિક સંસ્કૃતિનો પૂરેપૂરો લાભ લોLecture on SB 1.1.1 -- New York, July 6, 1972

સંસ્કૃત ભાષા બહુ જ મહત્વની છે, આખી દુનિયામાં આદર આપવામાં આવે છે. વિશેષ કરીને જર્મનીમાં, તેઓ આ સંસ્કૃતના બહુ જ શોખીન છે. ઘણા બધા જર્મન વિદ્વાનો છે જે લોકો કલાકો માટે સંસ્કૃત ભાષા બોલી શકે છે. તેઓ સંસ્કૃતના ગંભીર વિદ્યાર્થીઓ છે. મારા એક ગુરુભાઈ, તે અત્યારે સ્વીડનમાં છે, તે કહેતા હતા કે "જ્યારે લંડનમાથી એક ભારતીય વિદ્યાર્થી અમારા દેશમાં આવ્યો હતો" અંગ્રેજોના દિવસોમાં, ભારતીય લંડન જતાં, અને તે ત્યાં ઉપાધિ લેતો, અને તે મોટો માણસ બની જતો. તે પદ્ધતિ હતી. તો ઘરે પાછા આવતા, સ્વાભાવિક રીતે તેઓ બીજા યુરોપીયન દેશોની મુલાકાતે જતાં. તો જર્મનીમાં તે લોકો ભારતીય વિદ્યાર્થીની પરીક્ષા કરતાં, કેટલું તે તેની પોતાની સંસ્કૃતિ વિશે જાણે છે. તો આ, મારા ગુરુભાઈ, તેમનું નામ હતું એર્ન્સ્ટ સ્કૂલ્ઝ, હવે તે છે સદાનંદ સ્વામી, તો તેમણે કહ્યું કે જેવુ અમે જોતાં, કે વિદ્યાર્થીને તેની ભારતીય સંસ્કૃતિ વિશે કશું જ્ઞાન નથી, તરત જ તેનો અસ્વીકાર કરતાં, "તે બેકાર છે."

તો જો, જે લોકો ભારતીય છે, ખાસ કરીને આજની સભામાં હાજર, કે જો તમારે તમારા દેશનો મહિમા વધારવો હોય, તો તમારે આ વેદિક સાહિત્યને પ્રસ્તુત કરવું જોઈએ. તમે પાશ્ચાત્ય દેશોમાં કહેવાતા તકનીકી જ્ઞાનથી ચડિયાતા ના બની શકો. તે શક્ય નથી. તેઓ ઘણા આગળ છે. એક સો વર્ષ આગળ. જે પણ યંત્ર તમે શોધશો, તે યંત્ર પાશ્ચાત્ય દેશમાં એક સો વર્ષ પહેલા શોધાઈ ગયેલું હશે. તો તમે ના કરી શકો. કશું પણ. તો જો તમારે જોઈએ છે, ભારતીયો, તમારા દેશનો મહિમા વધારવો છે, તો આ વેદિક સંસ્કૃતિના હ્રદય અને આત્માને પ્રસ્તુત કરો, જેમ કે હું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો કેવી રીતે લોકો તેને સ્વીકારી રહ્યા છે? તે નોંધપાત્ર છે. મારી પહેલા ઘણા બધા સ્વામીઓ આ દેશમાં આવ્યા, તેઓ સાચી વસ્તુ પ્રસ્તુત ના કરી શક્યા. તેમને થોડું ધન જોઈતું હતું અને જતાં રહ્યા. બસ તેટલું જ. આપણું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તેવું નથી. અમે પાશ્ચાત્ય દેશોને કશું આપવા માંગીએ છે. તે અમારો ઉદેશ્ય છે. એવું નહીં કે અમે ભીખ માંગવા આવ્યા છીએ, અમારે એમને કશું આપવું જ પડે. તે મારૂ મિશન છે. તે લોકો (બીજા સ્વામીઓ) અહી ભિક્ષા માંગવા આવ્યા હતા, "મને ભાત આપો, મને દાળ આપો, મને ઘઉં આપો, મને ધન આપો," પણ હું અહિયાં ભારતીય સંસ્કૃતિનું કઈક આપવા આવ્યો છું. તે ફરક છે.

તો તમે યુરોપીયન, અમેરિકન વિદ્યાર્થીઓ, તમે આ વેદિક સંસ્કૃતિનો પૂરેપૂરો લાભ લો. હું તેથી આટલી બધી મહેનત કરું છું કે આપણે, મારા શરીર આ છોડયા પહેલા, હું તમને થોડી પુસ્તકો આપું જે તમે મારા મૃત્યુ પછી વાંચી શકો. તો તેનો ઉપયોગ કરો. ઉપયોગ કરો. દરેક શ્લોક સરસ રીતે વાંચો, અર્થ સમજવાનો પ્રયત્ન કરો, તમારી વચ્ચે ચર્ચા કરો. નિત્યમ ભાગવત સેવયા. તે આપણું મિશન છે. નષ્ટ પ્રાયેશુ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). અભદ્ર, આપણને આપણા હ્રદયની અંદર ઘણી બધી ગંદી વસ્તુઓ છે. તો આ ગંદી વસ્તુઓ સહેલાઇથી સ્વચ્છ થઈ શકે છે માત્ર કૃષ્ણ ભાવનામૃતથી. બીજી કોઈ વિધિ નથી.

શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ
પુણ્ય શ્રવણ કીર્તન:
હ્રદી અંત: સ્થો હી અભદ્રાણી
વિધુનોતી સુહ્રત સતામ
(શ્રી.ભા. ૧.૨.૧૭)
નષ્ટ પ્રાયેશુ અભદ્રેશુ
નિત્યમ ભાગવત સેવયા
ભગવતી ઉત્તમ શ્લોકે
ભક્તિર ભવતિ નૈષ્ઠિકી
(શ્રી.ભા. ૧.૨.૧૮)

આ વિધિ છે. શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ, કૃષ્ણ તમારા હ્રદયમાં છે. કૃષ્ણ તમને અંદરથી અને બહારથી મદદ કરવાનો પ્રયત્ન કરે છે. બહારથી, તે આ મંદિરમાં તેમના રૂપમાં ઉપસ્થિત છે. તમે તેમની સેવા કરીને લાભ લઈ શકો. તે તેમના પ્રતિનિધિને મોકલે છે, ગુરુ, તમને સીધું કૃષ્ણ વિશે કહેવા માટે, અને તેઓ અંદરથી પરમાત્મા રૂપમાં તમને મદદ કરવા તૈયાર છે. કૃષ્ણ એટલા દયાળુ છે. તેઓ ઈચ્છે છે... કે તમે બધા આ ભૌતિક અસ્તિત્વમાં પીડાઈ રહ્યા છો, કૃષ્ણ આવે છે તેમના મૂળ રૂપે, અને તેઓ પ્રચાર કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તો ભાગવત સેવયા, નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). હ્રદયને સ્વચ્છ કરવું, ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). આ વિધિ છે. આપણે ભગવાન, કૃષ્ણ, ના અંશ છીએ. તો આપણે શુદ્ધ છીએ. આપણે ભૌતિક દૂષણને કારણે અશુદ્ધ બન્યા છીએ. તો આપણે પોતાને શુદ્ધ કરવા પડે અને વિધિ છે કૃષ્ણ વિશે સાંભળવું. બસ તેટલું જ.