GU/Prabhupada 0423 - હું તમારા માટે આટલી બધી મહેનત કરું છું, પણ તમે લાભ નથી લેતાLecture on SB 2.9.14 -- Melbourne, April 13, 1972

તો તે એટલી સરસ વસ્તુ છે. અહી તક છે. આપણને તક છે, લક્ષ્મી. કેવી રીતે કૃષ્ણની સેવા થાય છે. લક્ષ્મી સહસ્ર શત સંભ્રમ સેવ્યમાનમ (બ્ર.સં. ૫.૨૯). જો એક જીવનમાં પ્રયાસ કરીને, મને કૃષ્ણના રાજ્યમાં પ્રવેશ કરવાની તક મળે છે, શાશ્વત, આનંદમય જીવન મેળવવાની, જો હું અસ્વીકાર કરું, હું કેટલો દુર્ભાગ્યશાળી છું. જો હું પતિત પણ થાઉં. પણ એક તક છે તરત જ પરિવર્તિત થવાનો. પણ જો કોઈ તક ના પણ હોય, જો તે પૂર્ણ રીતે સમાપ્ત ના પણ થાય, જો નિષ્ફળતા પણ મળે, છતાં તે કહ્યું છે "તે શુભ છે," કારણકે આગલું જીવન મનુષ્ય જીવન નક્કી છે. અને સાધારણ કર્મીઓ માટે, આગલું જીવન શું છે? કોઈ માહિતી નથી. યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). તે એક વૃક્ષ બની શકે છે, તે એક બિલાડી બની શકે છે, તે એક દેવતા બની શકે છે. એક દેવતા કરતાં વધુ નહીં. બસ તેટલું જ. અને દેવતા શું છે? તેમને કોઈ તક મળે છે ઉચ્ચ ગ્રહ પર અને ફરીથી નીચે આવે છે. ક્ષીણે પુણ્યે પુનર મર્ત્ય લોકમ વિશન્તિ (ભ.ગી. ૯.૨૧). બેન્ક બેલેન્સ, પુણ્ય, પછી, પુણ્ય કર્મોનું પરિણામ સમાપ્ત થઈ જાય છે, પછી ફરીથી નીચે આવે છે. આબ્રહ્મ ભુવનાલ લોકાન પુનર આવર્તિનો અર્જુન (ભ.ગી. ૮.૧૬): "ભલે તમે બ્રહ્મલોક પર જાઓ કે જ્યાં બ્રહ્માજી રહે છે, જેમના એક દિવસની ગણતરી આપણે ના કરી શકીએ; જો તમે ત્યાં જાઓ, તો પણ તમે પાછા આવો છો." મદ ધામ ગત્વા પુનર જન્મ ન વિદ્યતે. "પણ જો તમે મારી પાસે આવો, તો પછી ફરીથી અહી નીચે આવવાનું રહેતું નથી." આ કૃષ્ણ ભાવનામૃતની તક છે.

ત્યક્ત્વા સ્વ-ધર્મમ ચરણામ્બુજમ હરેર
ભજન્ન અપક્વો અથ પતેત તતો યદી
યત્ર ક્વ વાભદ્રમ અભૂદ અમૂષ્ય કીમ
કો વાર્થ આપ્તો અભજતામ સ્વ-ધર્મત:
(શ્રી.ભા. ૧.૫.૧૭)
તસ્યૈવ હેતો: પ્રયતેત કોવિદો
ન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધ:
તલ લભ્યતે દુખવદ અન્યત: સુખમ
કાલેન સર્વત્ર ગભીર રંહસા
(શ્રી.ભા. ૧.૫.૧૮)

તમારે આ બધુ વાંચવું જોઈએ. તમે વાંચતાં નથી. ભાગવતમાં પ્રથમ સ્કંધમાં આ વસ્તુઓ સમજાવેલી છે. પણ મને લાગતું નથી કે તમે આ બધી વસ્તુઓ વાંચો છો. શું તમે વાંચો છો? તો જો તમે વાંચતાં નથી, તો તમે બેચેની અનુભવશો: "ઓહ, મને જાપાનથી ભારત જવા દો, મને ભારતથી જાપાન જવા દો." તમે બચેન છો કારણકે તમે વાંચતાં નથી. હું તમારા માટે આટલી મહેનત કરું છું, પણ તમે લાભ લેતા નથી. ખાવા અને ઊંઘવાનો લાભ ના લો. આ પુસ્તકોનો લાભ લો. પછી તમારું જીવન સફળ થશે. મારૂ કર્તવ્ય - મે તમને આટલી મૂલ્યવાન વસ્તુઓ આપી છે, દિવસ અને રાત તમને આશ્વસ્ત કરવાનો પ્રયત્ન કરું છું, એક એક શબ્દ. અન જો તમે આનો લાભ નહીં લો, તો શું તમારે માટે શું કરી શકું? ઠીક છે.