GU/Prabhupada 0433 - અમે કહીએ છીએ 'તમે અવૈધ મૈથુન ના કરો'



Morning Walk -- May 13, 1975, Perth

ગણેશ: શ્રીલ પ્રભુપાદ, શ્રી ઇશોપનિષદમાં તે કહ્યું છે કે વ્યક્તિએ અજ્ઞાનની વિધિ પણ જાણવી જોઈએ, આત્મ-સાક્ષાત્કારની વિધિની સાથે સાથે.

પ્રભુપાદ: હમ્મ?

ગણેશ: ઇશોપનિષદમાં, પ્રવૃત્તિની સાથે નિવૃત્તિ પણ. તે કેવી રીતે?

પ્રભુપાદ: તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ શું છે?

અમોઘ: તે કહે છે કે ઇશોપનિષદમાં, તેવું કહ્યું છે કે તમારે આત્મ-સાક્ષાત્કારની વિધિ શીખવી જોઈએ અને સાથે સાથે અજ્ઞાનની વિધિ.

પ્રભુપાદ: અજ્ઞાન, હા. તે છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ મતલબ ઇન્દ્રિય ભોગ. અને નિવૃત્તિ મતલબ આત્મ-નિષેધ. તો જ્યારે આપણે કહીએ છીએ કે "તમે અવૈધ મૈથુન આ કરશો," અને તે ઢોળાવ છે અવૈધ મૈથુન, તો તેથી તે ક્રાંતિકારી છે. તે લોકો ભૌતિકવાદી વ્યક્તિઓ છે. તેમને શ્રેષ્ઠ ક્ષમતા સુધી મૈથુનનો આનંદ કરવો છે - સમલૈંગિક મૈથુન, આ મૈથુન, તે મૈથુન, નગ્ન નૃત્ય, બધા મૈથુન તરફ ઢળેલા, પ્રવૃત્તિ. અને આપણે કહીએ છીએ, "આ બંધ કરો," નિવૃત્તિ. તેમને તે ગમતું નથી કારણકે આસુર. પ્રવૃત્તિ જગત. તેમને ખબર નથી કે આ જરૂરી છે. તેઓ જાણતા નથી. આ જરૂરી છે. તપસા બ્રહ્મચર્યેણ (શ્રી.ભા. ૬.૧.૧૩). તપસ્યા મતલબ બ્રહ્મચર્ય. કહેવાતા સ્વામીઓ, તેઓ આ કહેવાતી યોગ પદ્ધતિઓ માટે આવે છે અને... પણ તેઓ પોતે જ મૈથુન ના શિકાર બની જાય છે. આ ચાલી રહ્યું છે. વાસ્તવમાં, તે એક આડંબર છે - તેઓ સ્વામી બની ગયા છે અને કોઈ યોગ પદ્ધતિ શીખવાડે છે - કારણકે તેઓ જાણતા નથી કે વ્યક્તિએ સૌ પ્રથમ આ બધુ બંધ કરવું પડે. બ્રહ્મચર્યેણ. તો આ આડંબર આખી દુનિયામાં ચાલી રહ્યો છે, અને આપણે બસ તેમની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. મૂર્ખયોપદેશો હી પ્રકોપાય ન શાંતયે. જો તમે આ ધૂર્તોને શિક્ષા આપશો, તેઓ ફક્ત ગુસ્સે થશે. તેઓ તેનો લાભ નહીં લે. આ આપણી સ્થિતિ છે. બધા કહેવાતા પ્રોફેસર, તત્વજ્ઞાનીઓ, તેઓ બધા પ્રવૃત્તિ માર્ગમાં છે. તેથી તેઓ કોઈને લઈ આવે છે, "અમારું અર્થઘટન આ પ્રમાણે છે." પ્રવૃત્તિ માર્ગ. કારણકે જો તેઓ શાસ્ત્રનું કોઈ સમર્થન શોધી શકે, તો તેઓ વિચારે છે, "અમે સુરક્ષિત છીએ." આ ચાલી રહ્યું છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ જના ન વિદુર આસુરા: (ભ.ગી. ૧૬.૭). આખું જગત અસુરોથી ભરેલું છે, હિરણ્યકશિપુના વંશજો, અને તે બહુ મુશ્કેલ છે. પણ જો આપણે તેમને હરે કૃષ્ણ મંત્ર જપ કરવાની તક આપીશું, ધીમે ધીમે તેઓ સમજાશે. (લાંબો અંતરાલ) આપણી મુશ્કેલી: કહેવાતા સ્વામીઓ, પૂજારીઓ, તેઓ બધા પ્રવૃત્તિ માર્ગ પર છે. આ બધા, પૂજારીઓ, અને તેઓ અવૈધ મૈથુન કરે છે. પ્રવૃત્તિ માર્ગ. અને તેઓ કહે છે, "હા, તમે પુરુષ સાથે સમલૈંગિક સંબંધ રાખી શકો છો." તેઓ પુરુષ-પુરુષ લગ્ન કરાવે છે. તમે જાણો છો? તેઓ ખુલ્લા ચર્ચમાં પુરુષના પુરુષ જોડે લગ્નનો સમારોહ કરાવે છે. તેઓ કયા પ્રકારના માણસો છે? અને તેઓ પૂજારીઓ છે. જરા જુઓ. આટલા બધા અધમ વ્યક્તિઓ, દારૂડિયા... તેમને તેમના પીવાના રોગને છોડાવવા માટે હોસ્પિટલો છે. અમેરિકામાં એક હોસ્પિટલમાં પાંચ હજાર દર્દીઓ, બધા દારૂડિયાઓ, અને તેઓ પૂજારી છે. જરા જુઓ. ફક્ત લાંબો, શું કહેવાય છે, ઓવરકોટ, પહેરવાથી?

શ્રુતકિર્તિ: ક્લોક.

અમોઘ: આદત?

પ્રભુપાદ: ક્લોક અને ક્રોસ, તેઓ બની ગયા છે. ભારતમાં પણ, ફક્ત એક જનોઈ પહેરીને, એક બ્રાહ્મણ. બે-પૈસાની જનોઈ. બસ તેટલું જ.

પરમહંસ: ટ્રેન સ્ટેશન પર કુલી પણ.

પ્રભુપાદ: અને ફક્ત એક દંડો, વ્યક્તિ સન્યાસી છે. આ આખી દુનિયામાં છે. મુસ્લિમ, લાંબી દાઢી રાખીને, તે મુસ્લિમ છે. મુસ્સલ: ઈમાન મુસ્સલ મતલબ પૂર્ણ, અને ઈમાન મતલબ પ્રામાણિક. તે મુસલમાનનો મતલબ છે. પૂર્ણ રીતે પ્રમાણિક, પૂર્ણ રીતે સમર્પિત.